________________ પ્રકાશકીય વિ86ી. પરમપૂજ્ય આચાર્ય શ્રી 1008 શ્રીમદ્ વિજ્યપ્રતાપસૂરીશ્વરજી મ૦ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 શ્રીમાન વિજયધર્મ સૂરીશ્વરજી ભ૦ તથા પરમપૂજય મુનિવર શ્રીયશોવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી, આજથી અઢાર વરસ ઉપર મુંબઈના માટુંગા પરામાં દાનવીર ધર્મશ્રદ્ધાળુ શ્રેષ્ઠિવર્ય શ્રીયુત માણેકલાલ ચુનીલાલના સુહસ્તે, “શ્રીયશવિજય-સ્મૃતિગ્રન્થને ભવ્ય સમારોહ ઉજવાયેલ, તે વખતે મુંબઈના અનેક નામાંકિત અને અગ્રગણ્ય આગેવાનોએ હાજરી આપેલી. આ પ્રસંગે સત્તરમી સદીમાં ગુજરાતમાં જન્મેલા આપણા મહાન ઉપકારી, જૈનશાસનના સમર્થ જતિર્ધર,સેંકડો ગ્રન્થના રચયિતા ન્યાયવિશારદ, ન્યાયાચાય, મહર્ષિ શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજ વિરચિત ગ્રંથનાં પ્રકાશનનું કાર્ય સરલ બને એ માટે એક ફંડ થયેલું અને એમાં જૈનજનતાએ ઉદાર ભાવે સહકાર આપેલ. ત્યાર બાદ તેઓશ્રીના ગ્રન્થ પ્રકાશન માટે યશભારતી જૈન પ્રકાશન સમિતિ” નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. પ્રસ્તુત સંસ્થા તરફથી કેટલાક ગ્રંથનું પ્રકાશન થયું. જેમાં ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા, યશદેહન, વૈરાગ્યરતિ” આદિ ત્રણ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે. આ ત્રણ ગ્રંથના પ્રકાશન પછી ફંડની ન્યૂનતાને લીધે ચિરસ્થાયી ફંડ માટે પ્રયાસ થયેલ તથા જૈન શ્રીસંઘે ફરીથી પ્રશંસનીય ઉત્સાહ સાથે સહ્યોગ આપેલું. તેનું જ આ પરિણામ છે કે પૂ. ઉપાધ્યાયજી મહારાજના અન્ય ગ્રંથનું પ્રકાશનકાર્ય સરળ બન્યું છે. તે માટે ઉપદેશકે, પ્રેરક અને દાન આપનારાઓને અમે આભાર માનીએ છીએ. .