________________ [ 2 પૂજય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની કૃતિઓ ક્રમશઃ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને મિત્રભાષામાં રચાયેલી છે. તેઓ સંસ્કૃત ભાષાના એક મહાન કવિ અને ટીકાકાર હતા. તેમની રચનાૌલી શાસ્ત્રનિષ્ઠ અને સારગર્ભિત છે. તેથી તે રચનાઓનો આનંદ સર્વસાધારણુને પ્રાપ્ત થાય, આ વાતને લક્ષ્યમાં રાખી સંસ્થાએ આરંભથી જ ગુજરાતી અને હિંદીમાં ભાષાંતર કરાવી ગ્રંથપ્રકાશનને પ્રથમ સ્થાન આપ્યું છે. તેથી આપણો ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનો દર્શનશાસ્ત્રાભ્યાસી વર્ગ તેઓશ્રીના મહનીય સાહિત્યને પરિચય મેળવતો રહ્યો છે. પણ “કવિત્વપૂર્ણ રચનાઓના રૂપમાં હિંદીભાષી રસિક સાહિત્યિક વર્ગ પણ તેમની કૃતિઓથી અનભિજ્ઞ ન રહે, એવી પવિત્ર ભાવના મનમાં રાખી પૂજય ઉપાધ્યાયજી મહારાજ વડે રચાયેલાં ભક્તિસ્તાને ભાષાંતર કરાવી સર્વપ્રથમ સ્તોત્રાવલી'માં રૂપમાં પ્રકાશિત કરતાં અમને અનેરો આનંદ અનુભવ થઈ રહ્યો છે. આ ગ્રંથની સમગ્ર યોજના અને પ્રધાનપણે સંપાદનનું કાર્ય સાહિત્ય-કલા-રત્ન પરમપૂજય શ્રીયશોવિજયજી મહારાજે કરેલું છે. પરમપૂજય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પ્રત્યે અનન્ય ભકિત અને તેમનાં સાહિત્યને સશે પરિપૂર્ણ કરી ચિર તેમજ સ્થિરરૂપ આપવાની અદમ્ય નિષ્ઠાને લીધે જ અનેક દુર્લભ ગ્રંથોનો સંગ્રહ, પ્રતિલિપિકરણ, સંપાદક, અનુવાદ તથા પ્રકાશન કાર્ય ઉત્તમ રીતે સંપન્ન થઈ રહ્યું છે. એટલે અમે વિદ્વત પ્રવર મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજના અત્યંત ઋણી છીએ અને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તુત “તેંત્રાવલી”માં “વીરસ્તવ' સિવાયના શેષ બીજા બધાં સ્તોત્રના ભાષાંતરની પ્રેસકો પી છેલ્લા નિરીક્ષણ માટે પંડિત શ્રી નરેન્દ્રચંદ્રજીને આપી હતી. તે પછી મુદ્રણ માટે ડો. રુદ્રદેવ ત્રિપાઠીને મોકલાયેલી. ત્યારે પૂજય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે