Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ શ્રી સ્નાત્ર પૂજા સાથે જાવંતિ ચેઇઆઇ, ઉઢે અ, અહે અ તિરિયલોએ અ; સવ્વાઇ, તાઈ વંદે, ઇહ સંતો તત્થ સંતાઈ. ૧. (પછી એક ખમાસમણ દેવું) જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. ૧. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. ૧. ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમેઘણમુક્ક; વિસર-વિસનિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧. જાવંતિ ચેઈઆઈ-સૂત્રનો અર્થ – ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિચ્છલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે. તે સર્વને હું અહિં હોવા છતાં ત્યાં છે તે સર્વને વંદના કરું છું. ૧. જાવંત કેવિ સાહૂ સૂત્રનો અર્થ - પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જેટલા કોઈ સાધુઓ મન વચન" કાયાએ કરીને ત્રણ દંડથી નિવર્સેલા છે, તે સર્વને હું નમ્યો. ૧. નમોહનો અર્થ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને મારો નમસ્કાર હો. ૧. ઉવસગ્ગહરનો અર્થ - ઉપસર્ગનો હરનાર પાર્થ નામનો યક્ષ સેવક છે જેનો એવા પાર્શ્વનાથ ભગવાન, જેઓ કર્મના સમૂહથી મુક્ત છે તથા જે સર્પના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે, વળી જે મંગલ અને કલ્યાણના ઘર રૂપ છે તેમને હું નમસ્કાર કરું છું. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50