Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 24
________________ ૨૩ સ્નાત્ર પૂજા સાથે ત્રાટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષી ધારિણી તુજ સુતતણો, હું શક સોહમ નામે કરશું, જન્મમહોત્સવ અતિઘણો; એમ કહી જિનપ્રતિબિંબ થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવદેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૧. ઢાલ મેરુ ઉપરજી પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપરજી સિંહાસન મન ઉલ્લ; તિહાં બેસીજી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ૧. વધાવીને કહે છે કે- કુક્ષિને વિષે રત્નને ધારણ કરનાર છે માતા ! હું સૌધર્મ નામે ઇંદ્ર છું. તમારા પુત્રનો અત્યંત મોટો જન્મ મહોત્સવ અમે કરશું. એ પ્રમાણે કહી જિનેશ્વરનું પ્રતિબિંબ (બીજાં રૂપ) માતાની પાસે સ્થાપન કરી સૌધર્મઇન્દ્ર પોતાના પાંચ રૂપ કરી પરમાત્માને લઈ દેવ-દેવીઓના નૃત્ય સાથે હર્ષપૂર્વક મેરુપર્વત પર આવ્યા. ૧. મેરુપર્વત પર પાંડુકવનમાં ચારે દિશાએ શિલાઓ છે તેમાં જે દિશા સન્મુખ પ્રભુનો જન્મ થાય તે દિશામાં આવેલ શિલા ઉપર રહેલ સિંહાસન ઉપર બેસી ઇન્દ્ર મનના ઉલ્લાસથી પ્રભુને ખોળામાં ધારણ કરે છે તે વખતે બીજા ત્રેસઠ ઈદ્રો પણ ત્યાં આવી પહોંચે છે. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50