Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી
સ્નાત્રપૂન
વાયાગતા માનશીભાઇ કથી
સાથ
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શી
સ્નાત્ર પૂજા સાથે
પ. પૂ. શ્રી વીરવિજયજી મ. સા. રચિત
સ્નાત્ર પૂજા અર્થ સહિત
પ્રકાશક જેન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, અડાજણ પાટીયા,
ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, સુરત-૩૯૫૦૦૯ (INDIA) ટેલીફોન : ૨૬૮૮૯૪૩
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ
૭૦૨, રામસા ટાવર્સ, ગંગા જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, - સુરત-૩૯૫ ૦૦૯. ફોન : ૨૬૮૮૯૪૩
(કિંમત રૂા. ૧૫-૦૦)
પ્રાપ્તિ , સ્થાન
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા. સુરત (INDIA) ફોનઃ ૨૬૮૮૯૪૩
વીર સં. ૨૫૨૯
વિક્રમ સં. ૨૦પ૯
પ્રભુના જન્મ સમયે મેરૂપર્વતના શિખર ઉપર અનેક દેવ-દેવીઓના પરિવાર સાથે ચોસઠે ઇન્દ્રોએ સાથે મળીને કરેલ જન્માભિષેકનું વર્ણન કરતી શ્રી સ્નાત્ર પૂજાનું અર્થ સહિત આ નાનકડું પ્રકાશન કરતાં આનંદ થાય છે અને શ્રી સંઘના સૌ કોઇ ભાઇ-બહેનો આ સ્નાનપૂજા ભણાવી આત્મ-કલ્યાણ સાધે એ જ એક અભિલાષા.
ઇસ્વીસનું ૨૦૦૨
તૃતીય આવૃત્તિ
ભરત ગ્રાફિકસ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧
ફોન : (૦૭૯) ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પંડિત શ્રી વીરવિજયજીકૃત શ્રી સ્નાત્ર-પૂજા સાથે
સ્નાત્ર ભણાવતાં પહેલાંનો વિધિ ૧. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા
સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું. ૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર
ચોખા પૂરીને એટલે ચોખાનો સાથિયો કરી શ્રીફળ મૂકવું. ૩. પછી તે જ બાજોઠ સામે પાટલા ઉપર બીજા ચાર સાથિયા
કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં,
ઘી, જળ અને સાકરનું મિશ્રણ કરી) ભરીને મૂકવા. ૪. સિંહાસનના મધ્યભાગમાં કેસરનો સાથિયો કરી, ચોખા પૂરી રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના
પરિકરવાના પ્રતિમાજી પધરાવવા. ૫. વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયો કરી તેના ઉપર શ્રી
સિદ્ધચક્રજી પધરાવવા. ૬. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો
ઘીનો દીવો મૂકવો. ૭. પછી સ્નાત્રિયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત
ભરેલો કળશ લઈને ઉભા રહેવું. ત્રણ નવકાર ગણી શરૂઆત કરવી.
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
કાવ્ય સરસશાન્તિસુધારસસાગર શુચિતરં ગુણરત્નમહાગર; ભવિકપંકજબોધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્. ૧.
કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક,
મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨ (જમણે અંગુઠે પખાળ કરી, અંગલૂછણાં કરી પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈને ઉભા રહેવું.)
ગાથા-આર્યા ગીતિ જિણજન્મસમયે મેરસિહરે, રયણ-કણયકલસેહિં;
દેવાસુરેહિ હવિઓ, તે ધન્ના જેહિં દિટ્ટોસિ. ૩ (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો આવે ” ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી.)
કાવ્યનો અર્થ- સરસ શાંતરસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુણોરૂપી રત્નનો ભંડાર, ભવ્ય પ્રાણીરૂપી કમળોને બોધ કરવામાં સૂર્યસમાન એવા જિનેશ્વરદેવને હું હંમેશ પ્રણામ કરું છું. ૧.
દુહાનો અર્થ-ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ-આભરણ વગેરે ઉતારી વિવેકપૂર્વક પ્રતિમાજીને ધારણ કરી સ્નાન કરાવવાનાબાજોઠ ઉપર સ્થાપન કરી જળવડે અભિષેક કરીએ. ૨.
જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવો અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશો વડે અભિષેક કર્યો, તે મહોત્સવ જેમણે જોયો તે ધન્ય છે. ૩.
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:.
કુસુમાંજલિ-ઢાળ નિર્મળ જળકળશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિમેલો આદિ જિગંદા,સિદ્ધસ્વરૂપી અંગપખાલી,
આતમનિર્મળ હુઈ સુકુમાલી કુસુમાં, ૪
ગાથા-આર્યા-ગીતિ મચકુંદચંપમાલઈ; કમલાઈ પુફપંચવણાઈ; જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ. ૫ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:.
કુસુમાંજલિ-ઢાળ રયણ-સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે દીજે,
કુસુમાંજલિ મેલો શાનિ જિગંદા. ૬
નિર્મળ જળકળશો વડે પ્રભુને નવરાવી અમૂલ્ય વસ્ત્ર અંગ ઉપર ધારણ કરાવી આદિ જિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. સિદ્ધસ્વરૂપી ભગવંતનો અભિષેક કરવાથી આત્મા નિર્મળ અને સુકુમાળ થાય છે. ૪.
મચકુંદ, ચંપો, માલતી, કમળ વગેરે પાંચ વર્ણનાં ફૂલો જગન્નાથના અભિષેક વખતે દેવો ચઢાવે છે, તે કુસુમાંજલિ કહેવાય છે. ૫.
રત્નજડિત સિંહાસન પર જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરી, શ્રી શાંતિનાથ પ્રભુના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. ૬.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે
દુહો
જિણ તિહું કાલય સિદ્ધની, પડિકા ગુણભંડાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુન્ય. કૃષ્ણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે;
કુસુમાંજલિ મેલો નેમિ જિર્ણદા. ૮
ગાથા-આર્યાગીતિ જસુ પરિમલબલ દહદિસિ, મધુકરઝંકારસદસંગીયા; જિણચલણોવરિ મુક્કા, સુરનરકુસુમાંજલિ સિદ્ધા. ૯
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. પાસ જિણેસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી;
કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિર્ણદા. ૧૦
જે સિદ્ધભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ગુણોના ભંડારરૂપ છે, તેમના ચરણમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓના પાપો નાશ પામે છે. ૭.
ઉત્તમસુગંધી કૃષ્ણાગનો ધૂપ ધારણ કરી તેના વડે કુસુમાંજલિને સુગંધી કરીને શ્રી નેમિજિનેશ્વરના ચરણમાં કુસુમાંજલિ મૂકો. ૮.
જેની સુગંધીના બળથી દશે દિશામાંથી ભમરાઓ આવી ગુંજારવ-રૂપ શબ્દોનું સંગીત કરે છે. તેવી સુગંધી કુસુમાંજલિ દેવતાઓ અને મનુષ્યો જિનેશ્વરના ચરણ ઉપર મૂકી' અનુક્રમે મુક્તિ પામે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
દુહો મૂકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧.
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભઃ.
કુસુમાંજલિ-ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત ઠવવી; કુસુમાંજલિ મેલો વીર જિર્ણદા. ૧૨
વસ્તુ-છંદ હવણકાલે હવણકાલે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સંડવિય, પરંત દિસિ પરિમલ સુગંધિય;
શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતમાં જય કરનારા છે. તેમને જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ફૂલોને પાણીથી સાફ કરી હાથમાં લઈ કુસુમાંજલિ મૂકવી. ૧૦.
દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીર પરમાત્માના સુકુમાલ ચરણોમાં મૂકે છે, તે કુસુમાંજલિ ભવ્યજીવોના ત્રણે કાળનાં પાપોને દૂર કરે છે. ૧૧.
જુદી જુદી જાતના ઉત્તમ પુષ્પો લઇને શ્રી જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરી તે કુસુમાંજલિ સ્થાપન કરીએ. ૧૨.
મેરુપર્વત ઉપર પરમાત્માને લઈ જઈ હવરાવી દેવો અને દાનવો ભેગા થઈ દશે દિશાઓમાં જેની સુગંધી પ્રસરી રહી છે એવી કુસુમાંજલિ શ્રી જિનેશ્વરના ચરણકમળમાં સ્થાપન કરે છે. જે પરમાત્માનો
•
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે જિણાયકમલે નિવડેઈ, વિડ્યૂહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સહકરો, ચઉવિત સંઘ વિશેષ, કુસુમાંજલિ મેલો ચકવીસ નિણંદા. ૧૩ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ.
કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિર્ણદા. ૧૪
દુહો
મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વાસ; ભક્તિ કરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. નામરૂપ મંત્ર સર્વ વિઘ્નોને હરણ કરનાર છે તેવા અનંત ચોવીશીના જિનેશ્વરોના ચરણકમળમાં સઘળાય ઇદ્રો કુસુમાંજલિ મૂકે છે. તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને સુખકારી છે. એવી કુસુમાંજલિ ચોવીશ જિનેશ્વરોના ચરણકમળમાં મૂકો. ૧૩.
અત્યાર સુધીમાં થયેલ અનંત ચોવીશીના જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. વર્તમાન ચોવીશીના જિનેશ્વરોને સ્મરણ કરી ચોવીશે તીર્થકરોને કુસુમાંજલિ મૂકો. ૧૪.
વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ જિનેશ્વરો વિચરે છે. તેમની ભક્તિપૂર્વક મેં પૂજા કરી. તે શ્રી સંઘનું કલ્યાણ કરનાર થાઓ. ૧૫.
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
કુસુમાંજલિ-ઢાળ અપથ્થરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા; કુસુમાંજલિ મેલો સર્વ નિણંદા. ૧૫ (સર્વ સ્નાત્રિયાઓએ પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી.) (પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં, પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન શરૂ કરવું.) એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ; રીખવ કહે ભવ ક્રોડનાં, કર્મ અપાવે તેહ. ૧. શત્રુંજય સમો તીરથ નહિ, રીખવ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૨ સિદ્ધાચળ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩
અપ્સરાઓના સમૂહે વિજયવંત શ્રી શુભ વીર પરમાત્માના ગીત ગાયા. તે રીતે સર્વ જિનેશ્વરોને કુસુમાંજલિ મૂકો. ૧૬.
દુહાઓનો અર્થ- કવિશ્રી ઋષભદાસજી કહે છે કે-શ્રી શત્રુંજય ગિરિરાજની સન્મુખ ભાવપૂર્વક એકેક ડગલું ભરતાં ક્રોડો ભવનાં એકઠાં થયેલાં કર્મો ક્ષય થાય છે. ૧.
શત્રુંજય સમાન બીજું કોઇ તીર્થ નથી. શ્રી ઋષભદેવ સમાન કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી સમાન કોઇ ગુરુ નથી. તેઓને હું વારંવાર વંદન કરું છું. ૨.
સૌરાષ્ટ્ર દેશમાં આવેલ શ્રી સિદ્ધાચલ ગિરિરાજનું હું હંમેશ સ્મરણ કરું છું. મનુષ્યજન્મ પામીને હજારોવાર વંદન કરું છું. ૩.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી સ્નાત્ર પૂજા
ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાણજાએ
નિસીહિઆએ, મત્યએણ વંદામિ.
( એમ ત્રણ વાર ખમાસમણ દેવાં. )
શ્રી જગચિંતામણિનું ચૈત્યવંદન ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઇચ્છું. જગચિંતામણિ જગનાહ, જગગુરૂ જગરણ; જગબંધવ જગસત્થવાહ, જગભાવિવઅક્ષણ, અટ્ટાવયસંવિઅરૂવ કમ્મટ્ઠવિણાસણ, ચઉવીસંપિ જિણવર જયંતુ, અપ્પડિહયસાસણ. ૧. કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય; જિણવરાણ વિહરત લખ્મઈ,
અર્થ-હેક્ષમાશ્રમણ !મારાશરીરનીશક્તિસહિતતથાપાપવ્યાપારનો ત્યાગ કરીને આપને વાંદવાને ઈચ્છું છું. અને મસ્તકે કરીને વાંદું છું.
ચૈત્યવંદનનો અર્થ- આપની ઇચ્છાપૂર્વક હે જ્ઞાનવંત ! આદેશ આપો હું ચૈત્યવંદન કરવાને ઇચ્છું છું. આપની આજ્ઞા મારે પ્રમાણભૂત છે. ભવ્ય જીવોને ચિંતામણિરત્નસમાન, ભવ્યજીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, છજીવનિકાયના રક્ષક, સકલ જગતના બાંધવ, મોક્ષાભિલાષીના સાર્થવાહ, ષડ્વવ્ય અને નવતત્ત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યાં છે બિંબ જેમનો એવા. અષ્ટકર્મનો નાશ કરનારા ચોવીશે તીર્થંકરો જયવંતા વર્તો. જેમનું શાસન કોઇથી હણાય નહીં એવું છે. ૧.
અસિ, મષી અને કૃષિકર્મ જ્યાં વર્તે છે એવા કર્મભૂમિના ક્ષેત્રોને વિષે, પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસો સીત્તેર તીર્થંકરો વિચરતા પામીએ. કેવળજ્ઞાની નવ ક્રોડ અને નવ હજાર ક્રોડ સાધુઓ હોય એમ
સાર્થ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
સ્નાત્ર પૂજા સાથે નવકોડિહિ કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ; સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડીસહસ્સદુબ, યુણિજ્જઈ નિચ્ચવિહાણિ. ૨ જયઉ સામિય જગઉ સામિય, રિસહસવુંજિ, ઉન્જિતિ-પતુ નેમિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ; ભરુઅચ્છહિં મુણિ સુવ્ય, મુહરિપાસ દુહ-દુરિઅ-ખંડણ, અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ; તિઆણાગય-સંપઈએ, વંદુ જિણ સલૅવિ. ૩ સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટકોડિઓ; બત્તિસમય બાસિઆઈ તિઅલોએ ચેઇએ વંદે, ૪ સિદ્ધાંતથી જાણીએ. વર્તમાનમાં શ્રી સીમંધરસ્વામી વગેરે વીશ તીર્થકરો અને શ્રેષ્ઠ કેવળજ્ઞાનના ધરનારા બે ક્રોડ મુનિ તથા બે હજાર ક્રોડ સાધુઓ હોય, તેમની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ.૨
પ્રભુ હે સ્વામી! તમે જયવંતા વર્તા, શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ જયવંતા વર્તે શ્રી ગિરનારજી ઉપર પ્રભુનેમિનાથ તીર્થકર અને સાચોર નગરના આભૂષણ રૂપ શ્રી વીરસ્વામી જયવંતા વર્તો. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને મુહરિગામમાં શ્રી પાર્શ્વનાથ.એ પાંચ જિનવરોદુઃખ અને પાપનો નાશ કરનારા છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીર્થકરો છે તથા ચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઇપણ અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ સંબંધી તીર્થકરો છે, તે સર્વને પણ હું વંદના કરું છું. ૩.
આઠ ક્રોડ છપ્પન લાખ, સત્તાણું હજાર બત્રીશ સો અને વ્યાસી (૮,૫૭,૦૦,૨૮૨) ત્રણ લોકને વિષે જિનપ્રાસાદ છે, તેને હું વાંદું છું. ૪.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
પનરસ કોડિસયાઇ, કોડિ બાયાલ લક્ષ્મ અડવન્ના; છત્તીસ સહસ અસિઇ, સાસય-લિંબાઇ પણમામિ. પ
શ્રી સ્નાત્ર પૂજા
જંકિ’ચિ-સૂત્ર
જંકિં ચિ નામતિë, સર્ગે પાયાલિ માણસે લોએ; જાઇ જિણબિંબાઇ, તાઇ સવ્વાઇ વંદામિ. ૧.
નમુન્થુણં સૂત્ર
નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઇગરાણં, તિત્શયરાણું, સયંસંબુદ્ધાણં. ૨ પુરિસુત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવરપુંડરીઆણં, પુરસવરગંધહત્થીણું. ૩ લોગુત્તમાણું, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણ; લોગપજ્જોઅગરાણં, ૪ અભયદયાણું, ચક્ષુદયાણું, મગદયાણં, સરણદયાણું,
સાર્થ
પંદરશે ક્રોડ (૧૫ અબજ) બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ છત્રીશ હજાર એંસી (પૂર્વોક્ત જિનપ્રાસાદને વિષે) જે શાશ્વત જિનબિંબો છે, તેઓને હું વંદના કરું છું. પ.
જંકિંચિ સૂત્રનો અર્થ-સ્વર્ગને વિષે, પાતાળને વિષે મનુષ્યલોકને વિષે જે તીર્થંકરનાં બિંબો છે તે સર્વને તેમજ જે કાંઇ નામ રૂપે તીર્થો છે તેને હું વંદના કરું છું ૧.
નમુન્થુણં સૂત્રનો અર્થ -નમસ્કાર હો શ્રી અરિહંત ભગવંતોને. (૧) ધર્મની આદિ કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. (૨) પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિંહસમાનને, પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધહસ્ત સમાનને, (૩) લોકને વિષે ઉત્તમને, લોકના નાથને, લોકના
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
૧૩ બોદિયાણ. ૫ ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ, ધમ્મરચાઉતચક્કટ્ટીપ્સ. ૬ અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિઅટ્ટછઉમાણે. ૭ જિણાણે જાવયાણ, તિન્ના તારયાણ, બુદ્ધાણં બોહયારું, મુત્તાણું મોઅગાણું. ૮ સāનૂર્ણ, સવદરિસીણે, સિવ-મય-મરુઅ-મહંત-મકુખય-મખ્વાબાહમપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય ઠાણે સંપત્તાણે, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. હિત કરનારને, લોકને વિષે દીપક સમાનને, લોકમાં પ્રકાશ કરનારને. (૪) અભયદાનના આપનારને, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુના આપનારને, મોક્ષમાર્ગના આપનારને, શરણ આપનારને, સમાકેત આપનારને. (૫) ધર્મના દાતાને, ધર્મના ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીન (૬) કોઇથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન-દર્શનના ધારણ કરનારને, નિવત્યું છે છબસ્થપણું જેઓનું તેમને. ૭.
રાગદ્વેષને જિતનારને તથા જિતાડનારને, સંસારથી તરનારને તથા તારનારને, તત્ત્વના જાણનારને, તથા જણાવનારને, કર્મથી મુક્ત થયેલાને તથા મુકાવનારને. (૮) સર્વજ્ઞ, સર્વદર્શન, કલ્યાણરૂપ, અચળ, રોગ રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમન એવી સિદ્ધિગતિ છે નામ જેનું એવા સ્થાન પામેલાને, રાગદ્વેષના ક્ષય કરનાર તથા સર્વ ભયના જિતનારને નમસ્કાર હો. ૯.
જેઓ અતીતકાળે સિદ્ધ થયા, જેઓ અનાગતકાળે સિદ્ધ થશે અને વર્તમાનકાળે વિદ્યમાન એવા સર્વ (દ્રવ્યજિનો)ને હું ત્રિવિધે વંદના કરું છું. ૧૦.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી સ્નાત્ર પૂજા સાથે જાવંતિ ચેઇઆઇ, ઉઢે અ, અહે અ તિરિયલોએ અ; સવ્વાઇ, તાઈ વંદે, ઇહ સંતો તત્થ સંતાઈ. ૧.
(પછી એક ખમાસમણ દેવું) જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. ૧. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. ૧.
ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમેઘણમુક્ક; વિસર-વિસનિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧.
જાવંતિ ચેઈઆઈ-સૂત્રનો અર્થ – ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિચ્છલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે. તે સર્વને હું અહિં હોવા છતાં ત્યાં છે તે સર્વને વંદના કરું છું. ૧.
જાવંત કેવિ સાહૂ સૂત્રનો અર્થ - પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જેટલા કોઈ સાધુઓ મન વચન" કાયાએ કરીને ત્રણ દંડથી નિવર્સેલા છે, તે સર્વને હું નમ્યો. ૧.
નમોહનો અર્થ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને મારો નમસ્કાર હો. ૧.
ઉવસગ્ગહરનો અર્થ - ઉપસર્ગનો હરનાર પાર્થ નામનો યક્ષ સેવક છે જેનો એવા પાર્શ્વનાથ ભગવાન, જેઓ કર્મના સમૂહથી મુક્ત છે તથા જે સર્પના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે, વળી જે મંગલ અને કલ્યાણના ઘર રૂપ છે તેમને હું નમસ્કાર કરું છું. ૧.
Page #16
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાર્થ
વિસહર ફુલિંગમંતં, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગમારી; દુઢ્ઢજરા જંતિ ઉવસામં. ૨ ચિટ્ટઉ દૂરે મંતો, તુજ્ડ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએસ વિ જીવા, પાવત ન દુખદોગચ્યું. ૩. તુહ સમ્મત્તે લઢે, ચિંતામણિકપ્પપાયવÇહિએ; પાર્વતિ અવિશ્વેણં, જીવા અયરામરું ઠાણું, ૪
ઇઅ સંઘુઓ મહાયસ ! ભત્તિધ્મરનિર્મંરેણ હિયએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫
જે મનુષ્ય નિરંતર વિષધર સ્ફુલિંગ નામના મંત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ જ્વર શાંતિને પામે છે. ૨
૧૫
એ મંત્ર દૂર રહો, તમને નમસ્કાર કરવો એ પણ ઘણું ફળ આપનાર થાય છે. તે જીવો મનુષ્ય અને તિર્યંચને વિષે પણ દુ:ખ અને દારિદ્ર પામતા નથી. ૩
ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાંછું એવું તમારું સમ્યગ્દર્શન (સમકિત) પાયે છતે ભવ્યજીવો અજર અમરમોક્ષસ્થાનને નિર્વિઘ્નપણે પામે છે. ૪
હે મહાશય ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ ! શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્મોજન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ૫.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી સ્નાત્ર પૂજા સાથે શ્રી જયવીરાય સૂત્ર જયવીયરાય! જગગુરુ, હોઉ મર્મ તુહ પભાવઓ ભયવં; ભવનિÒઓ મગ્ગાણસારિયા ઇટ્ટાફલસિદ્ધી. ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણે ચ; સુહગુરુજોગો, તāયણ-સેવણા આભવમખંડા. ૨ વારિજ્જઈ જઈ વિ નિયાણ-બંધણું વિયરાય ! તુહ સમએ; તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણે. ૩ દુકખખઓ કમ્મખ, સમાહિમરણં ચ બહિલાભો અ; સંપન્જઉ મહ એએ, તુહ નાહ પણામકરણેણં. ૪
જયવીરાય સૂત્રનો અર્થ - હે વીતરાગ ! હે જગત્ના ગુરુ! તમે જયવંતા વર્તો. હે ભગવંત ! મને તમારા પ્રભાવથી ભવનું ઉદાસીનપણું, માર્ગાનુસારીપણું અને ઈષ્ટફળ (શુદ્ધ આત્મધર્મ)ની સિદ્ધિ હોજો. ૧.
લોકવિરુદ્ધનો ત્યાગ, માતાપિતાદિ ગુરુજનની પૂજા, તથા પરોપકાર કરવાપણું, શુદ્ધ ગુરુનો મેલાપ, તેમના વચનનો અંગીકાર તે સર્વ જ્યાં સુધી મારે ભવ કરવા પડે ત્યાં સુધી (મોક્ષપ્રાપ્તિ સુધી) અખંડ હોજો. ૨.
હે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણાનું બાંધવું નિષેધ્યું છે, તો પણ મને ભવોભવને વિષે તમારા ચરણોની સેવા હોજો. ૩.
હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ એ ચાર સંપ્રાપ્ત થાઓ. ૪.
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે સર્વમંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણે; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. પ (પછી સ્નાત્રિયાઓએ હાથે ધૂપી હાથમાં કળશ લઇ મુખકાશ બાંધી ઉભા રહેવું.)
-
-
સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧.
ઢાળ સમકિતગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વિશસ્થાનકવિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧. જો હોવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર-નામ નિકાચતા. ૨.
સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, અને સર્વધર્મોમાં પ્રધાન એવું શ્રી જૈનશાસન જયવંતુ વર્તે છે. ૫.
દુહાનો અર્થ - સર્વ જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરી તેઓના કલ્યાણકનો વિધિ હું કહું છું. તે વિધિનું વર્ણન કરવાથી અને સાંભળવાથી સકળ સંઘની આશા પરિપૂર્ણ થાય છે. ૧.
ઢાળનો અર્થ - શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વભવમાં સમ્યકત્વ પામી અનુક્રમે ચારિત્રના સુખમાં રમણતા કરે છે અને વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી આવા પ્રકારની ભાવદયા હૃદયમાં ધારણ કરે છે. ૧.
જો મારામાં એવા પ્રકારની શક્તિ હોય તો સર્વ જીવોને વીતરાગ પરમાત્માના શાસનના રસિયા બનાવું. આવા પ્રકારની નિર્મળ ભાવના ભાવતાં તીર્થંકર નામ નિકાચિત કરે છે. ૨.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે. ૩ પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખશય્યાએ રજનીશેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે. ૪ ઢાળ-ચૌદ સ્વપ્નની
શ્રી સ્નાત્ર પૂજા
પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઇટ્ટો; ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧. પાંચમે ફૂલની માળા, છઢે ચન્દ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મ્હોટો, પૂરણ કળશ નહિ છોટો. ૨ દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જિ. ૩
એવી રીતે વિશ્વોદ્ધારની ભાવનાપૂર્વક સંયમનું આચરણ કરે છે. વચમાં એક દેવનો ભવ કરી ત્યાંથી ચ્યવી પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં મધ્યખંડમાં કોઇપણ રાજવીકુળમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ૩.
સાર્થ
જેમ માનસરોવરમાં હંસ હોય તેમ પટ્ટરાણીની કુક્ષિમાં ગુણવાન એવો પરમાત્માનો જીવ ઉત્પન્ન થાય છે, સુખશય્યામાં સુતેલ માતા (આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં) ચૌદ સ્વપ્ન જુએ છે.૪. પ્રથમ સ્વપ્નમાં શ્રેષ્ઠ હસ્તી, બીજા સ્વપ્નમાં દેદીપ્યમાન બળદ, ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહ, ચોથા સ્વપ્નમાં શોભાયમાન લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા, છટ્ઠા સ્વપ્નમાં વિશાળ ચંદ્ર, સાતમા સ્વપ્નમાં લાલ સૂર્ય, આઠમા સ્વપ્નમાં મોટો ધ્વજ, નવમા સ્વપ્નમાં મોટો પૂર્ણકળશ, દશમા સ્વપ્નમાં પદ્મસરોવર, અગિયારમા સ્વપ્નમાં
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
સ્નાત્ર પૂજા સાથે સ્વપ્ન લઈ જઈ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. ૪.
વસ્તુ-છંદ અવધિનાણે અવધિનાણે, ઉપન્યા જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મઉદય પરભાત સુંદર, માતાપણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન; જાણંતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. ૧.
શુભલગ્ન જિન જનમીયા, નારકીમાં સુખજ્યોત; સુખ પામ્યા ત્રિભુવનજના, હુઓ જગત ઉદ્યોત. ૧. ક્ષીરસમુદ્ર, બારમા સ્વપ્નમાં ભવન કે વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નનો ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા વગરનો અગ્નિ જીવે છે. તીર્થકરની માતા રાજા પાસે જઈ સ્વપ્નો કહે છે. રાજા તેનો અર્થ કહે છે. તે કહે છે કે તમારે તીર્થંકર પુત્ર થશે. ત્રણે ભુવનના જીવો નમશે. અને આપણા સર્વ મનોરથો ફળશે. ૧. થી ૪. " પરમાત્મા અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. જેના પરમાણુઓ વિશ્વના પ્રાણીઓને સુખ કરનાર હોય છે. તે સમયે મિથ્યાત્વરૂપી તારાઓ ઝાંખા પડી જાય છે, ધર્મના ઉદયરૂપી સુંદર પ્રભાત થવાથી માતા પણ આનંદિત થાય છે. ધર્મનું ચિંતન કરતા જાગે છે. અને વિચારે છે કેજગતમાં તિલક સમાન એવો શ્રેષ્ઠ પુત્ર થશે. ૧.
દુહાનો અર્થ - સર્વ ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવે ત્યારે જિનેશ્વરનો
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે ઢાળ-કડખાની દેશી સાંભળો કળશ જિન-મહોત્સવનો ઈહાં,
છપ્પન કુમરી દિશિ વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આણંદ અધિકો ધરે,
અષ્ટ સંવ વાયુથી કચરો હરે. ૧. વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે,
અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, - ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળના, માય સુત લાવતી,
કરણ શુચિકર્મ જળ કળશે હવરાવતી; જન્મ થાય છે. તે સમયે નારકીમાં પણ સુખદાયક પ્રકાશ થાય છે. ત્રણે ભુવનના જીવો તે સમયે સુખ પામે છે. અને ત્રણે જગતમાં પ્રકાશ થાય છે. ૧.
હવે શ્રી જિનેશ્વરદેવના જન્મમહોત્સવનો કળશ સાંભળો. જિનેશ્વરના જન્મસમયે દિશાઓ અને વિદિશાઓમાંથી છપ્પન દિકકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે. પ્રથમ માતા અને પુત્રને નમસ્કાર કરી અતિ હર્ષ પામી ૮ દિકકુમારિકા સંવર્તવાયુવડે ચારે દિશાઓમાંથી એક એક યોજન પ્રમાણે કચરો દૂર કરે છે. ૮ કુમારિકા સુગંધી જળની વૃષ્ટિ કરે છે ૮ કુમારિકા હાથમાં ભરેલા કળશને ધારણ કરે છે. ૮ દર્પણ ધરે છે. ૮ ચામર ધારણ કરે છે. ૮ પંખા લહી પવન નાખે છે, ૪ કુમારિકા રક્ષાપોટલી બાંધે છે. ૪ કુમારિકા દીપક લહી ઉભી રહે છે. ૧-૨.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨
૧
સ્નાત્ર પૂજા સાથે કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી;
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩. નમીય કહે માયા તુજ બાળ લીલાવતી, * મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી,
તેણે સમે ઈન્દ્રસિંહાસન કંપતી. ૪.
ઢાળ જિન જગ્યાજી જિણ વેળા જનની ઘરે,
તિણ વેળાજી ઈન્દ્રસિંહાસન રિહરે; દાહિણોત્તરજી જેતા જિન જનમે યદા,
દિશિનાયકજી સોહમ ઇશાન બિહું તદા. ૧.
ત્યાં કેળના પાંદડાઓનું સૂતિકાગૃહ બનાવી, તેમાં માતા અને પુત્રને લાવે છે. શુચિકર્મ કરવા પાણીના કળશો વડે હવરાવે છે. પુષ્પ વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે. પછી હાથે રાખડી બાંધીને શયનમાં પધરાવે છે. ૩.
માતા અને પુત્રને નમસ્કાર કરીને કહે છે, કે હે માતા આનંદકારી અને જગતના નાથ એવા તમારા પુત્ર જ્યાં સુધી મેરુપર્વત, સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જીવો-જયવંતા રહો. આ પ્રમાણે સ્વામીના ગુણ ગાતી ગાતી છપ્પન દિકકુમારિકાઓ પોતાના ઘરે જાય છે, એ વખતે સૌધર્મદેવલોકના ઇંદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે. ૪.
માતાના ઘરમાં જે વખતે જિનેશ્વરનો જન્મ થાય છે તે વખતે ઇદ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. દક્ષિણ દિશામાં પ્રભુનો જન્મ થાય તો સૌધર્મ ઇંદ્રનું અને ઉત્તર દિશામાં જન્મ થાય તો ઇશાનેંદ્રનું આસન કંપાયમાન થાય છે. ૧.
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે
ટોટક છંદ તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, જિનજન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપન્યો; સુઘોષ આજે ઘંટનાદે ઘોષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહોત્સવે આવજો સુરગિરિવરે. ૧.
(અહીં ઘંટ વગાડવો)
ઢાળ એમ સાંભળીજી સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી બહુ પરિવારે આવીયા, માય-જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા. ૧.
- (અહીં પ્રભુને ચોખાથી વધાવવા)
તે વખતે ઇંદ્ર મનમાં વિચારે છે કે-ક્યા કારણે મારું સિંહાસન કંપ્યું ? અવંધિજ્ઞાનથી જિનેશ્વરદેવનો જન્મ જાણી ઘણો હર્ષ પામે છે. હરિણગમેષી દેવ પાસે સુઘોષા આદિ ઘંટાના નાદથી દેવોમાં ઉદ્ઘોષણા કરાવે છે, કે- “સર્વ દેવ-દેવીઓ પ્રભુનો જન્મ-મહોત્સવ કરવા મેરુપર્વત પર આવજો.” ૧.
એ પ્રમાણે સાંભળી ક્રોડો દેવતાઓ એકઠા થાય છે અને જન્મમહોત્સવ કરવા મેરુપર્વત પર જાય છે. સૌધર્મેન્દ્ર ઘણા પરિવાર સાથે પૃથ્વીતળ પર આવી માતા અને જિનેશ્વરને વંદન કરી પ્રભુને વધાવે છે. ૧.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩
સ્નાત્ર પૂજા સાથે
ત્રાટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષી ધારિણી તુજ સુતતણો, હું શક સોહમ નામે કરશું, જન્મમહોત્સવ અતિઘણો; એમ કહી જિનપ્રતિબિંબ થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવદેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૧.
ઢાલ
મેરુ ઉપરજી પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપરજી સિંહાસન મન ઉલ્લ; તિહાં બેસીજી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ૧.
વધાવીને કહે છે કે- કુક્ષિને વિષે રત્નને ધારણ કરનાર છે માતા ! હું સૌધર્મ નામે ઇંદ્ર છું. તમારા પુત્રનો અત્યંત મોટો જન્મ મહોત્સવ અમે કરશું. એ પ્રમાણે કહી જિનેશ્વરનું પ્રતિબિંબ (બીજાં રૂપ) માતાની પાસે સ્થાપન કરી સૌધર્મઇન્દ્ર પોતાના પાંચ રૂપ કરી પરમાત્માને લઈ દેવ-દેવીઓના નૃત્ય સાથે હર્ષપૂર્વક મેરુપર્વત પર આવ્યા. ૧.
મેરુપર્વત પર પાંડુકવનમાં ચારે દિશાએ શિલાઓ છે તેમાં જે દિશા સન્મુખ પ્રભુનો જન્મ થાય તે દિશામાં આવેલ શિલા ઉપર રહેલ સિંહાસન ઉપર બેસી ઇન્દ્ર મનના ઉલ્લાસથી પ્રભુને ખોળામાં ધારણ કરે છે તે વખતે બીજા ત્રેસઠ ઈદ્રો પણ ત્યાં આવી પહોંચે છે. ૧.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨
૪
શ્રી સ્નાત્ર પૂજા સાથે
ત્રાટક મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળતીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે. ૧.
ઢાળ
સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મલ જળકળશા ભરાવે. ૧. તીરથજળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે. ૨. સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩.
ત્યાં આગળ ચોસઠ ઇદ્રો ભેગા થયા. આઠ જાતિના કળશે કરાવી માગધ આદિ તીર્થોનાં સુગંધી ઔષધિથી મિશ્રિત પાણી ભરાવ્યાં. ઘણી જાતના ધૂપ ઉવેખ્યા. ત્યારપછી અય્યત નામના ઇન્દ્ર હુકમ કર્યો કે- “સર્વદેવો ! સાંભળો. જિનેશ્વરના જન્મમહોત્સવ માટે જલદીથી ક્ષીરસમુદ્ર અને ગંગા નદી વગેરેનાં પાણી લાવો. ૧.
ઢાળનો અર્થ - અય્યદ્રનો હુકમ સાંભળી તુરત જ દેવા ચાલ્યા. માગધ, વરદામ, પદ્મદ્રહ અને ગંગાનદીએ આવી નિર્મળજળથી કળશો ભરે છે. એવી રીતે તીર્થોનાં પાણી અને ઔષધિઓ લેતા લેતા ક્ષીરસમુદ્ર જઈ ત્યાં ઘણા પાણીના કળશો ભરે છે. તેમજ પુષ્પગંગેરી, થાળ, સિંહાસન, ચામર, ધૂપધાણા અને રકાબી વગેરે સિદ્ધાંતમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
તે દેવા સુરિગિર આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે. ૪
ઢાળ
આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારીપ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મસખાઈ; જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અચ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૧. અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસ સહસ હુઆ અભિષેકે અઢીસેં ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ૨
કહેલ સુંદર ઉપકરણો એકત્ર કરી મેરુપર્વત પર આવે છે અને પ્રભુના દર્શન કરી આનંદ પામે છે. પોતાની સાથે લાવેલ કળશ વગેરે ત્યાં સ્થાપન કરી ભક્તિપૂર્વક પ્રભુના ગુણગાન કરે છે. ૧. થી ૪
૨૫
ઢાળનો અર્થ - કેટલાક દેવો પોતાની ભક્તિથી, કેટલાક મિત્રોને અનુસરી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, કેટલાક પોતાનો કુલધર્મ વિચારી, કેટલાક ધર્માંદેવો ધર્મની મિત્રતાથી જિનેશ્વરના સ્નાત્રમહોત્સવમાં આવે છે. જિનેશ્વરના જન્મમહોત્સવમાં જ્યોતિષી દેવો, વ્યંતરદેવો, ભવનપતિદેવો અને વૈમાનિકદેવો આવે છે અને અચ્યુતેંદ્રના હુકમથી જળથી ભરેલા કલશો લઇ અરિહંત પરમાત્માને નવરાવે છે. ૧.
તે કળશો સોનાના, રૂપાના, માણેકના, એમ આઠ પ્રકારના
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી સ્નાત્ર પૂજા સાથે ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ. રવિશ્રેણિ નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એકજ, સામાનિકનો એકો; સોહમપતિ ઈશાનપતિની, ઇન્દ્રાણીના સોળ, અસુરની દશ ઇન્દ્રાણી, નાગની બાર કરે કલ્લોલ. ૩
જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ ચાઉ, પર્ષદા ત્રણનો એકો, કટપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેક; પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસું અભિષેકો, ઇશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. ૪
હોય છે અને દરેક પ્રકારના આઠ આઠ હજાર હોય છે એટલે કુલ ૬૪000 કળશાઓ હોય અને તેને અઢીસો અભિષેકની સંખ્યા વડે ગુણવાથી એક કરોડ સાઠ લાખ કળશો વડે પરમાત્માને અભિષેક થાય છે.
હવે અઢીસો અભિષેક કેવી રીતે થાય ? તે કહે છે. બાસઠ ઇંદ્રના ૬૨, ચાર લોકપાલના ૪, મનુષ્ય લોકના ચંદ્રની છાસઠ પંક્તિના ૬૬, સૂર્યની છાસઠ પંક્તિના ૬૬, ગુરુસ્થાનકદેવોનો ૧, સામાનિકદેવોનો ૧. સોધર્મેન્દ્ર અને ઇશાનંદ્રની ઇદ્રાણીના ૮+૮ મળીને ૧૬, અસુરેંદ્રની ઇદ્રાણીના ૧૦, નાગૅદ્રની ઈન્દ્રાણીના ૧૨,
જ્યોતિષી ઇન્દ્રની ચાર અગ્ર મહિષીના ૪, વ્યંતરેંદ્રની ચાર ઇન્દ્રાણીઓના ૪, ત્રણપર્ષદાનો ૧. કટકપતિનો ૧. અંગરક્ષક દેવોનો ૧. અને પરચુરણ દેવોનો ૧. આ પ્રમાણે અઢીસો અભિષેક થાય છે. ત્યાર પછી ઇશાનેંદ્ર સૌધર્મેન્દ્રને કહે છે કે હે સૌધર્મેન્દ્ર! થોડીવાર પ્રભુને મારા ખોળામાં બેસાડવા મને આપો. ૨-૩-૪.
Page #28
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
તવ તસ ખોળે ઢવી અરિહાને, સોહમતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જળે ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળદીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે. ૫. મેરી ભૂંગળ તાલ બજાવત, વળિયા જિન કર ધારી, જનનીઘર માતાને સોંપી, એણીપરે વચન ઉચ્ચારી; “પુત્ર તુમારો, સ્વામી હમારો, અમ સેવક આધાર; પંચ ધાવી ગંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર. ૬. બત્રીસ કોડી કનક મણિ માણેક, વસ્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે;
તે પ્રમાણે ઇશાનેંદ્રની માગણીથી સૌધર્મેન્દ્ર તેના ખોળામાં પ્રભુને બેસાડી પોતે વૃષભનું રૂપ કરી, શિંગડામાં જળ ભરી તે વડે પ્રભુને અંગે ન્હવણ કરે છે. પછી કેશર વગેરે પૂજા કરી, પુષ્પો ચડાવી, આરતીમંગળદીવો ઉતારે છે, તે વખતે દેવો જયજય શબ્દ બોલે છે.પ.
ત્યારપછી ભગવંતને હાથમાં ધારણ કરી, ભેરી ભૂંગળ વગેરે વાજિંત્ર વગાડતા, તાલી પાડતા વાજતે ગાજતે માતા પાસે ઘરે આવી માતાને પ્રભુ સોંપી આ પ્રમાણે વચન કહે છે, ‘ આ તમારો પુત્ર છે, અમારા સ્વામી છે. અમે તેમના સેવકો છીએ, આ પ્રભુ અમારા આધાર છે. એમ કહી પ્રભુને રમાડવા માટે રંભા વગેરે પાંચ ધાવમાતા મૂકે છે. ૬.
તિર્યક્જભક દેવો પ૨માત્માના ઘરમાં બત્રીશ ક્રોડ સોનૈયા મણિ, માણેક અને વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરે છે, દેવતાઓ પોતાનો હર્ષ પૂર્ણ કરવા નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી પોત
૩
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી સ્નાત્ર પૂજા સાથે કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. ૭. તપગચ્છ-ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તરસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા. ૮. ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ;
પોતાના દેવલોકમાં જાય છે. દીક્ષા કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકની અભિલાષાપૂર્વક હંમેશાં જિનેશ્વરના ગુણ ગાય છે ૭.
તપગચ્છમાં મહાન્ આચાર્ય શ્રી સિંહસૂરીશ્વરના મોટા શિષ્ય શ્રી સત્યવિજયજી પંન્યાસ થયા, તેમના શિષ્ય ગંભીર આશયવાળા કપૂરવિજયજી થયા, તેમના શિષ્ય ખીમાવિજયજી, તેમના શિષ્ય જશવિજય અને તેમના શિષ્ય શુભવિજયજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, કે- મેં આ શ્રી જિનેશ્વરનો જન્મ-મહોત્સવ ગાયો. ૮.
ઉત્કૃષ્ટ કાળે એકી સાથે ૧૭૦ તીર્થંકરો વિચરતા હોય છે (અજિતનાથ સ્વામીના વારે વિચરતા હતા), વર્તમાન કાળે વીશ તીર્થકરો (મહાવિદેહમાં) વિચરી રહ્યા છે. ભૂતકાળમાં અનંત તીર્થકરો થઈ ગયા, ભવિષ્યકાળમાં અનંત તીર્થકરો થશે. સામાન્યપણે આ કળશ જે ગાય છે તે અને કર્તા શ્રી વીરવિજયજી મહારાજ આનંદમંગળયુક્ત ઘણું સુખ પામે છે. અને દરેક ઘરે હર્ષનાં વધામણાં થાય છે. ૯.
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯ (પ્રભુને વધાવવા.) (સ્નાત્ર પૂજા સમાપ્ત)
(અહીં કળશથી પંચામૃતનો અભિષેક કરી પખાલ કરવો. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા કરવી લૂણ ઉતારી આરતી તથા મંગળદીવો ઉતારવો.)
૨૯
સ્નાત્ર કાવ્ય
મેરુ શિખર હવરાવે હો સુરપતિ મેરુ શિખર હવરાવે, જન્મકાળ જિનવરજીકો જાણી, પંચ રૂપ કરી આવે હો. સુર૦ ૧. રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષિધ ચૂરણમીલાવે; ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે હો. સુર૦ ૨. એણી પરે જિનપ્રતિમાકો ન્હવણ કરી, બોધીબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમપદ પાવે. હો. સુર૦ ૩.
દુહાના અર્થ - પ્રભુનો જન્મસમય જાણીને ઇન્દ્ર મહારાજા પોતે પાંચરૂપ કરીને પ્રભુજીને મેરુશિખર ઉપર લઇ જઇ રત્ન વગેરે આઠ જાતિના કળશોમાં ખીરસમુદ્ર તથા પવિત્ર તીર્થોનાં જળ ભરાવી તેમાં સુગંધી ઔષધીઓ અને ચૂર્ણ મીલાવી પ્રભુનો સ્નાત્રમહોત્સવ કરે છે- પ્રભુને હવરાવે છે. અને પ્રભુના ગુણો ગાય છે. એવી રીતે શ્રી જિનેશ્વરની પ્રતિમાને ન્હવણ કરીને ભવ્ય આત્મા પોતાના અંતઃકરણમાં બોધિબીજનું વાવેતર કરે છે અને પછી અનુક્રમે ઉપર-ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરી અંતે ઉત્તમ મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ૧-૨-૩.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી સ્નાત્ર પૂજા સાથે પં. શ્રી વીરવિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા
(૧) જલપૂજા-દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.૧.
(૨) ચંદનપૂજા-દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૨.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. ૩
અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ તથા મંત્રનો અર્થ-વિધિપૂર્વક પ્રભુની જળપૂજા કરીને પ્રભુ પાસે એમ માગો કે-હે પ્રભુ! આ જલપૂજાના ફળ તરીકે અનાદિકાળથી મારા આત્મા ઉપર લાગેલા કર્મરૂપ મેલનો વિનાશ થાઓ. ૧.
પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે જળવડે પૂજા કરીએ છીએ.
જે પ્રભુમાં શીતળગુણ રહેલો છે, વળી એ પ્રભુના મુખનો રંગ પણ શીતળ છે, એવા અરિહંતના અંગની પોતાના આત્માની શીતળતા કરવા માટે ચંદન આદિ શીતળ દ્રવ્યો વડે પૂજા કરો. ૨.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧
સ્નાત્ર પૂજા સાથે
(૩) પુષ્પપૂજા-દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ. ૩.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩.
(૪) ધૂપપૂજા-દુહો ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. ૪.
જેમના સંતાપમાત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુને તમે સુગંધી અને અખંડ પુષ્પો વડે પૂજો. જેમ પુષ્પપૂજા કરવાથી એ પુષ્પોને ભવ્યપણાની છાપ મળે છે, તેમ તમે સમકિતપણાની છાપ પ્રાપ્ત કરો, તાત્પર્ય એ છે કે પ્રભુ ઉપર ચડે તે પુષ્યના જીવો ભવ્ય જ હોય છે, તેમ પ્રભુની પૂજા કરનારા તમે સમકિતી જીવો છો એવી છાપ મેળવો. ૩.
પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે પુષ્પોવડે પૂજા કરીએ છીએ.
પ્રભુની ડાબી બાજુએ ધૂપ સ્થાપન કરીને પછી તેમાંથી નીકળતી ધૂમઘટાની જેમ ધ્યાનઘટા પ્રગટાવીએ કે જેથી મિથ્યાત્વરૂપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. ૪.
પરમ પુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ.
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી સ્નાત્ર પૂજા સાર્થ (૫) દીપકપૂજા-દુહો દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ-પ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલોક. ૫.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. ૫.
() અક્ષતપૂજા-દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. ૬.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતામ્ યજામહે સ્વાહા. ૬.
વિવેકપૂર્વક પ્રભુની સામે દ્રવ્યદીપક કરવાથી દુઃખમાત્ર નાશ પામે છે. અને પરિણામે લોકાલોક જેમાં પ્રકાશિત થાય છે એવો ભાવદીપક-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ૫.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનારા શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે દીપકવડે પૂજા કરીએ છીએ.
શુદ્ધ અને અખંડ એવા અક્ષત લઈને તેના વડે પ્રભુ સમીપે વિશાળ એવો નંદાવર્ત કરો અને પછી સર્વ જંજાળને તજી દઇને પ્રભુની સન્મુખ ઉભા રહો. અર્થાત્ શુભ ભાવના ભાવો. ૬.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩
સ્નાત્ર પૂજા સાથે
(૭) નૈવેદ્યપૂજા-દુહો અણાહારીપદ મેં કર્યા, વિષ્ણહ ગઇઅ અત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવસંત. ૭.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૭.
(૮) ફલપૂજા-દુહો ઇંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ. ૮.
કે હf શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલ યજામહે સ્વાહા. ૮.
હે પ્રભુ ! વિગ્રહગતિમાં તો મેં અણાહારીપદ અનંતી વખત પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ મારી કાર્યસિદ્ધિ થઈ નહિ, તો હવે તેવું અણાહારીપદ દૂર કરીને મને કાયમનું અણાહારીપદ આપો. ૭.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ.
પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઇન્દ્રાદિ દેવો પ્રભુની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ ફળો લાવે છે અને પુરુષોત્તમ એવા પ્રભુની તે ફળો વડે પૂજા કરીને પ્રભુ પાસે ધરીને જેનાથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ મળી શકે તેવા ત્યાગધર્મની – ચારિત્રધર્મની માગણી કરે છે અગર મોક્ષફળરૂપી દાન માગે છે. ૮.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ફળ વડે પૂજા કરીએ છીએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી સ્નાત્ર પૂજા સાથે (ઉપર મુજબ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી લુણ ઉતારી આરતી તથા મંગળ દીવો ઉતારવાં.)
લૂણ ઉતારણ લુણ ઉતારો જિનવર અંગે,
નિર્મળ જલધારા મનરંગે. લૂણ૦ ૧. જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે,
તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. લૂણ૦ ૨. નયન સલુણાં શ્રી જિનજીનાં,
અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ ૩. રૂપ સલુણું જિનજીનું દીસે,
લાયું લૂણ તે જલમાં પેસે. લૂણ૦ ૪. ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા,
જલણ ખેપવીએ લૂણ ઉદારા. લૂણo પ. લુણ ઉતારણનો અર્થ - મનમાં ઉલ્લાસ ધારણ કરી નિર્મળ જળની ધારા દેવા પૂર્વક પ્રભુના અંગે લૂણ ઉતારો. ૧.
અગ્નિ નાંખવાથી જેમ લુણ તડ તડ અવાજ કરતું ફૂટે છે, તેમ તેમ પૂજકના અશુભકર્મના બંધો તૂટે છે. ૨.
શ્રી જિનેશ્વર ભગવંતના અનુપમ રૂપવાળાં અને દયારસથી ભીનાં એવાં સુંદર નેત્રો શોભે છે. ૩.
શ્રી જિનેશ્વરનું સુંદર રૂપ જોઇને જાણે શરમાઈ ગયેલ હોય તેમ લૂણ પાણીમાં પેસી જાય છે. ૪..
જળધારાની ત્રણ પ્રદક્ષિણા દઇ, લૂણને અગ્નિમાં નાંખવું.પ.
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
જે જિન ઉપર દુમણો પ્રાણી,
તે એમ થાજો લૂણ જ્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃષ્ણાગરુ કુંદરું સુગંધે,
ધૂપ કરીજે વિવિધ પ્રબંધે. લૂણ૦ ૭ શ્રી આદિજિન આરતી
જય જય આરતી આદિ જિણંદા,
નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦ ૧. પહેલી આરતી પૂજા કીજે,
નરભવ પામીને લાહો લીજે. જય
દૂસરી આરતી દિનદયાળા,
૩૫
ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૩
જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુ:ખી થાય છે. ૬. અગર, કૃષ્ણાગરુ અને કુંદરુ વગેરે સુગંધી દ્રવ્યોથી બનાવેલો ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭.
આદિજિન આરતીનો અર્થ - આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિવેંદ્ર જયવંતા વર્તો. ૧. પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાનો લાભ દઇએ. ૨.
બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ લેવા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩.
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે તીસરી આરતી ત્રિભુવન દેવા,
સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા. જય૦ ૪ ચોથી આરતી ચઉગતિ ચૂરે,
મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦ ૫ પંચમી આરતી પુન્ય ઉપાયા; મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦ ૬
શ્રી મંગળદીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો; આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવ ૧. સોહામણું ઘર પર્વ દિવાળી; અંબર ખેલે અમરાબાળી. દી. ૨
હે ત્રિભુવનદેવ ! ત્રીજી આરતીમાં દેવેંદ્રો અને નરેન્દ્રો તમારી સેવા કરે છે. ૪.
ચોથી આરતી ચાર ગતિને ચૂરનારી છે, અને શિવસુખ રૂપ મનવાંછિત ફળને પૂરનારી છે. પ.
પાંચમી આરતી પુન્યના ઉપાયરૂપ છે. આ રીતે કર્તા મૂળચંદે ઋષભદેવ પ્રભુના ગુણો ગાયા. ૬.
મંગળદીવાનો અર્થ - દીપક સમાન હે પ્રભુ ! તમે ખરેખર માંગલિક દીપક છો. આરતી = પીડાને ઉતરાણ = દૂર કરનાર છે પ્રભુ ! તમે દીર્ઘ કાળ સુધી જીવો.
દીપકની શ્રેણીરૂપી પર્વ જિનઘરને શોભાવે છે. આ પ્રસંગે આકાશમાં દેવકન્યાઓ નૃત્ય કરે છે. ૨.
Page #38
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
દીપાળ ભણે એણે કુલ અજવાળી; ભાવે ભગતે વિઘન નિવારી. દીઠ ૩. દીપાળ ભણે એણે એ કળિકાલે; આરતી ઉતારી રાજા કુમારપાળે. દી૦ ૪. અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવ પ.
શ્રી શાંતિકળશ પછી એક કૂંડી લઈને તેમાં કંકુનો સાથીયો કરી, રૂપાનાણું મૂકવું. પછી શાંતિકળશ કરનારને કપાળે કંકુનો ચાંલ્લો કરી અક્ષત ચોડી તેના ગળામાં પુષ્પો હાર પહેરાવવો. પછી શાંતિકળશ કરનારે પ્રભુને અક્ષતથી વધાવવા.
પછી શાંતિકળશ કરનારના હાથમાં કંકુના સાથીયો કરી, ઉપર કળશ મૂકવો. શાંતિકળશ કરનારે નવકાર તથા ઉવસગ્ગહર બોલી કળશની ધાર કરવી. અને બૃહશાંતિ બોલવી. નમોહ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યા.
બૃહશાંતિ સ્મરણ ભો ભો ભવ્યા?! કૃણુત વચન પ્રસ્તુત સર્વમેત યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ,
દિપાલ નામના કવિ (અથવા દીપકની શ્રેણી) કહે છે કેભાવપૂર્વક કરેલી ભક્તિ કુલને અજવાળે છે અને બધાં વિનો દૂર કરે છે.
કર્તા દિપાલ કવિ કહે છે કે – આ કલિકાલમાં કુમારપાળ રાજાએ ભગવાનની આરતી ધણા ભાવપૂર્વક ઉતારી છે. ૪.
અમારા ઘરે, તમારા ઘરે અને ચતુર્વિધ સંઘમાં મગલિક થજો.
બૃહચ્છાન્તિનો અર્થ - હે ભવ્યજનો ! તમે આ સર્વ મારું પ્રાસંગિક વચન સાંભળો. જે શ્રાવકો જિનેશ્વરની (થ) યાત્રામાં
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી સ્નાત્ર પૂજા સાથે તેષાં શાંતિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારોગ્યશ્રીધૃતિમતિકરી લેશવિધ્વંસહેતુ. ૧. ભો! ભો! ભવ્યલોકા ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જનમ-ન્યાસનપ્રકંપાનંતરમવધિના વિશાય સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટાચાલનાનેતર સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય સવિનયમઈદ્ભટ્ટારકે ગૃહત્યા ગત્વા કનકાદ્રિશંગે વિહિત જન્માભિષે કઃ શાંતિધોષયતિ યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પંથા” ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાટાપીઠે સ્નાત્ર વિધાય શાંતિમુદઘોષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિમહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા.
ભક્તિવંત છે, તે આપ શ્રીમાનોને અહં વગેરેના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને આપનારી તથા સર્વ કલેશ-પીડાનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ૧.
' હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના જન્મસમયે પોતાનું આસન કંપતાં સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી તીર્થંકરનો જન્મ થયેલો જાણીને, સુઘોષા ઘંટ વગડાવીને બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રો સાથે આવીને વિનયપૂર્વક શ્રી અરિહંત ભગવતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શિખર પર લઈ જઇને જન્માભિષેક કર્યા પછી જેમ શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું પણ કરેલાનું અનુકરણ કરવું એમ માનીને “મહાજન જે માર્ગજાય તે માર્ગ એમ જાણીને ભવ્યજનો સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘોષણા કરું છું. તો તમે બધા પૂજા-મહોત્સવ, સ્નાત્ર મહોત્સવ વગેરેની
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
૩૯ ૐ પુણ્યાતું પુણ્યાતું પ્રીયંત પ્રીયંતાં ભગવન્દ્રોહન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન-સ્ત્રિલોકનાથા-સ્ત્રિલોકમહિતા-ત્રિલોકપૂજ્યાસિલોકેશ્વરા-સ્ત્રિલોકોદ્યોતકરાઃ.
ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભસુપાર્શ્વ-ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા.
ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજયદુર્ભિક્ષકાંતારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્યં સ્વાહા.
ૐ હ્રી શ્રી ધ્રુતિ-મતિ -કીર્તિ કાંતિ બુદ્ધિ-લશ્મી-મેધાવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયંતુ તે નિંદ્રાઃ. પૂર્ણતા કરીને કાન દઈને સાંભળો ! સાંભળો ! સ્વાહા.
ૐ આજનો દિવસ પવિત્ર છે. આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકના નાથ, ત્રિલોકથી પૂજિત, ત્રિલોકના પૂજ્ય, ત્રિલોકના ઈશ્વર, ત્રિલોકમાં ઉદ્યોત કરનારા અરિહંત ભગવંત પ્રસન્ન થાઓ.
ૐ ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે એવા ચોવીસે શાન્ત-કષાયાદિથી ઉપશાંત થયેલા જિનો અમને શાંતિ કરનારા થાઓ. સ્વાહા.
ૐ શ–વડે કરવામાં આવતા વિજયપ્રસંગે, દુષ્કાલમાં ગહન અટવીમાં તથા વિકટ માર્ગો ઓળંગવાના પ્રસંગે મુનિઓમાં શ્રેષ્ઠ
Page #41
--------------------------------------------------------------------------
________________
४०
શ્રી સ્નાત્ર પૂજા સાર્થ
રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજાંકુશી-અપ્રતિચક્રાપુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્યાસ્ત્રા-મહાજ્વાલામાનવી-વૈરુચા-અચ્છુમા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા.
ૐૐ આચાર્યોપાધ્યાયપ્રસૃતિચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.
ૐ ગ્રહાશ્ચંદ્રસૂયંગારકબુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્વરરાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમ-યમ-વરુણ-કૂબેર-વાસવા-દિત્યસ્કંદવિનાયકોપેતા યે ચાન્ચેડપિ ગ્રામનગરક્ષેત્ર-દેવતાદયસ્તે સર્વે પ્રીયંતાં પ્રીયન્તામ્ અક્ષીણકોશકોષ્ઠાગારા-નરપતયશ્ચ ભવંતુ સ્વાહા.
એવા મુનિઓ તમારું નિત્ય રક્ષણ કરો. સ્વાહા.
ૐ શ્રી, હ્રી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગના પ્રવેશમાં તેમજ મંત્રજપના નિવેશનમાં જેમનાં નામોનું આદરપૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવરો જય પામો-સાન્નિધ્ય કરનારા થાઓ.
ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાન્નવાળી મહાજ્વાલા, માનવી, વૈરુટ્યા, અષ્ઠા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરો. સ્વાહા.
ૐ આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણપ્રધાન ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ.
ૐૐ ચન્દ્ર, સૂર્ય, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો, લોકપાલો-તે સોમ, યમ, વરુણ અને કુબેર, તેમજ ઇન્દ્ર, સૂર્ય કાર્તિકેય, ગણપતિ વગેરે દેવો તથા ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
સ્નાત્ર પૂજા સાથે - ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ-સ્વજન-સંબંધિબંધુવર્ગ-સહિતાઃ નિત્ય ચામોદપ્રમોદકારિણઃ અસ્મિશ્ચ ભૂમંડલ આયતન નિવાસિ સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગવ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષદર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ.
38 તુષ્ટિપુષ્ટિદ્ધિવૃદ્ધિમાંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શાયંતુ દુરિતાનિ શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યચિંતાદૃયે. ૧. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન્, શાંતિ દિશતુ મે ગુરુ; શાંતિદેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે. ૨. વગેરે બીજા પણ જે દેવો હોય તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને રાજાઓ અક્ષય કોશ-કોઠારવાળા થાઓ. સ્વાહા.
3ૐ તમે પુત્ર પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, સુદ, જ્ઞાતીલા, સ્નેહીજનો અને સગાંવહાલાં સહિત આનંદપ્રમોદ કરનારા થાઓ. વળી આ ભૂમંડલમાં પોતાના સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને વિષાદના ઉપશમન દ્વારા શાંતિ થાઓ.
- ૐ તમને તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળો, વૃદ્ધિ મળો, માંગલ્યની પ્રપ્તિ થાઓ અને તમારો નિરંતર અભ્યદય થાઓ. તમારાં ઉત્પન્ન થયેલાં પાપકર્મો નાશ પામો. ભયો શાંત થાઓ. તેમ જ તમારા શત્રુઓ વિમુખ થાઓ. સ્વાહા.
ત્રણે લોકના પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. ૧.
જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મનો ઉપદેશ આપનારા,
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી સ્નાત્ર પૂજા સાથે ઉત્કૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ; સંપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે . ૩. શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ; ગોષ્ઠિપુરમુખાણાં, વ્યાહરણર્વાહરેચ્છાંતિ.... ૪.
શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવતું, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રીપૌરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશં ગૃહીત્વા કુંકુમચંદનકર્પરાગધૂપવાસકુસુમાંજલિસમેતઃ પૂજય શાંતિનાથ મને શાંતિ આપો. જેમના ઘરે ઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨.
ઉપદ્રવો, ગ્રહોની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગફુરણરૂપ અપશુકનઆદિદુષ્ટનિમિત્તોનુંનાશ કરનારું તથા આત્મહિત અને સંપત્તિને પ્રાપ્ત-કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે. ૩.
શ્રી સંઘ, જગતના જનપદો, મહારાજાઓ, રાજાઓનાં નિવાસસ્થાનો વિદ્ધમંડળીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં નામ લઈને શાંતિ બોલવી જોઈએ. ૪.
શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રીજનપદો (દેશી)ને શાંતિ થાઓ, શ્રી રાજાધિપો (મહારાજઓ)ને શાંતિ થાઓ, શ્રી રાજાઓનાં નિવાસસ્થાનોને શાંતિ થાઓ, શ્રી ગોષ્ઠિકોને-વિદ્વમંડળીના સભ્યોને શાંતિ થાઓ, શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ,શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ ૐસ્વાહા, ૐસ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથને સ્વાહા.
Page #44
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
૪૩ સ્નાત્રચતુષ્કિકામાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિવપુઃ પુષ્પવસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા, શાંતિમુર્ઘોષયિત્વા, શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ. નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ;
સ્તોત્રાણિ ગોત્રાણિ પશ્ચંતિ મંત્રાનું, કલ્યાણભાજો હિજિનાભિષેકે ૧. શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષાઃ પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ૨. અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિવાસિની; અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવ ભવતુ સ્વાહા. ૩.
આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા, અને સ્નાત્ર વગેરે મહોત્સવને અંતે બોલવો. તેનો વિધિ એવો છે, કે કેસર, ચંદન, કપૂર, અગરુનો ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુષ્પો રાખીને શાંતિકલશ ગ્રહણ કરીને શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઉભો રહે. બાહ્યઅભ્યતર મેલથી રહિત તથા શ્વેતવસ્ત્ર ચંદન અને આભરણોથી અલંકૃત એવો પૂજક કંઠમાં પુષ્પમાળાને ધારણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરીને તે શાંતિકલશનું પાણી આપે, તે દરેકે માથે લગાડવું જોઇએ.
પુણ્યશાલીઓ જિનેશ્વરની સ્નાત્રક્રિયા પ્રસંગે વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે, રત્ન અને પુષ્પની વર્ષા કરે છે, અષ્ટમંગલોનું આલેખન કરે છે અને માંગલિક સ્તોત્રો ગાય છે. અને તીર્થકરના વંશના ગોત્રો-નામો તથા મંત્રો બોલે છે. ૧.
સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ. પ્રાણીઓ પરોપકારમાં તત્પર બનો. દોષો નાશ પામો. અને સર્વત્ર લોક સુખી થાઓ. ૨.
હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું. તેથી અમારું અને તમારું કલ્યાણ થાઓ. ઉપદ્રવોનો નાશ થાઓ અને કલ્યાણ થાઓ. સ્વાહા. ૩.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી સ્નાત્ર પૂજા સાથે ઉપસર્ગઃ ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલ્લયર મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્ પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫.
શ્રી ચૈત્યવંદન વિધિ
(પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં.) ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિાએ, નિશીહિઆએ મયૂએણ વંદામિ ૧. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મત્યએણ વંદામિ. ૨. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ મયૂએણ વંદામિ. ૩.
શ્રી જિનેશ્વર ભગવંતનું પૂજન કરતાં સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે. વિઘ્નરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૪. | સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. ૫.
સકલકુશલવલ્લીનો અર્થ-સર્વ સુખ રૂપી વેલને પુષ્ટ કરવામાં પુષ્પરાવર્તના મેઘ સમાન, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, ઇચ્છિતોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન, સંસારસમુદ્રને તારવામાં વહાણ સમાન, સર્વસંપત્તિના કારણરૂપ એવા શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન નિરંતર તમારા કલ્યાણ માટે થાઓ. ૧.
ચૈત્યવંદનનો અર્થ- ત્રણ ભુવનના સ્વામી એવા હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! તમે જયવંતા વર્તો. તમે અષ્ટ કર્મરૂપી શત્રુને જીતીને પાંચમી ગતિ-મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. ૧.
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
૪૫ (પછી જમણો ઢીંચણ ભોંય પર સ્થાપી, ડાબો ઢીંચણ ઉભો રાખી યોગમુદ્રાએ બે હાથ જોડી ચૈત્યવંદન કરવું.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે.
સકલકુશલવલી પુષ્પરાવર્તમે ઘો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિ હેતુ , સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથઃ
શ્રેયસે પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ-રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧. પ્રભુનામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણાં, પાતક સબ દહીએ. ૨.
ૐ હૂ વર્ણ જોડી કરીએ, જપીએ પાર્થ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ. ૩.
પ્રભુના નામે આનંદના મૂળરૂપ સુખ સંપત્તિ પામીએ. અને પ્રભુના નામે સંસારભયનાં સર્વ પાપો બાળી નાખીએ. ૨.
ૐ હ્રીં વર્ણ જોડીને પાર્શ્વનાથનું નામ (૩% ટ્રી પાર્શ્વનાથાય નમ:) જપીએ તો વિષ અમૃતપણે પરિણમે છે. અને અવિચળ સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. ૩.
(જંકિંચિ, નમુત્થણ વગેરેના અર્થ પ્રથમ પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે) અરિહંત ચેઇઆણંનો અર્થ-અરિહંત ભગવાનની પ્રતિમાઓના
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી સ્નાત્ર પૂજા સાથે જંકિંચિ સૂત્ર જંકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧.
(નમુત્થણથી શરૂ કરી જાવંત કેવિસાહુ સુધી બોલવું, પછી ઉવસગ્ગહર અથવા સ્તવન બોલવું. ત્યારબાદ જયવીયરાય કહેવું. આ સૂત્રો પૂર્વે પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે.) (પછી ઉભા થઈ).
અરિહંત ચેઇઆણં સૂત્ર અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમાણવરિઆએ, બોહિલાભવરિઆએ નિવસગ્ગવત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ સૂત્ર અન્નત્થ ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમહિ અંગસચાલેહિં, સુહુમહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે તેમજ બોધિલાભના નિમિત્તે અને મોક્ષ પ્રાપ્તિ માટે વધતી જતી શ્રદ્ધા વડે, વધતી જતી સમજણ વડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું.
અન્નત્ય સૂત્રનો અર્થ- શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, ભ્રમરી આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવાથી,
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા સાથે
४७ દિટ્ટિસંચાલેહિં, એવમાઇઅહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણં નપારેમિ, તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ.
[હવે કાઉસ્સગ્ગ આકારે ઉભા રહી મનમાં એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે નીચે પ્રમાણે.] નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. (કાઉસ્સગ્ગ પારી નીચે પ્રમાણે નમોહત્ કહી એક થોય કહેવી.) નમોઈલૂસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:.
થાય પાસ જિર્ણદા વામાનંદા, જબ ગરબે ફણી, સુપના દેખે અર્થ વિશેષે, કહે મળવા મળી;
શરીરનું સૂક્ષ્મ રીતે સ્કુરણ થવાથી, સૂક્ષ્મ રીતે શ્લેખનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દષ્ટિનો સંચાર થવાથી, ઉપર કહ્યા તે આગારો તથા બીજા પણ આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત અને અવિરાજિત થાઓ. (ક્યાં સુધી ?)
જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પાછું ત્યાં સુધી પોતાની કાયાને સ્થાન વડે, મૌન રહેવા વડે અને ધ્યાન કરવા વડે (પાપક્રિયાથી) વોસિરાવું છું.
થોયનો અર્થ- વામામાતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવંત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભના પ્રભાવથી અંધારી રાત્રિએ
Page #49
--------------------------------------------------------------------------
________________
४८
શ્રી સ્નાત્ર પૂજા સાથે જિનવર જાયા, સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિ રાજિ ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ.
(પછી ખમાસમણ દેવું.) ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મFણ વંદામિ.
( [ ચૈત્યવંદન વિધિ સમાપ્ત ].
પોતાની પાસે જતા સર્પને જોયો હતો. માતા ચૌદ સ્વપ્રોને જુએ છે, તેનો વિશેષ પ્રકારે અર્થ ઇદ્ર મહારાજા કહે છે. શ્રી જિનેશ્વરનો જન્મ થયો ત્યારે દેવોએ મળીને તેમને હુલરાવ્યા. યૌવનવય પામ્યા ત્યારે સ્ત્રીઓને પ્રિય થયા. શ્રી નેમિનાથ અને રાજીમતિના વૈરાગ્યપ્રાપ્તિના ચિત્રો જોઈ વ્રત અંગીકાર કરે છે. ૧.
સ્નાત્ર પૂજા સમાપ્ત.
Page #50
--------------------------------------------------------------------------
________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો 1. યોગવિંશિકા 2. યોગશતક 3. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તા 4. શ્રી જૈન તત્વ પ્રકાશ 5. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર 6. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ 7. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા 8. કર્મવિપાક 9. કર્મતવા 10, હાંધવામિત્વ 11. ષડશીતિ 12. પૂજા સંગ્રહ સાથે 13. નાગ પૂજા સાથી 14. સમ્યફવની સઝાય 15. નવસ્મરણ 16, રતનાકરાવતારિકા (ભાગ-૧) 17. રનાકરાવતારિકા (ભાગ-૨) For Private BHARAT GRAPHICS, A'BAD. P:4.33417EUR