________________
શ્રી સ્નાત્ર પૂજા સાથે નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
કાવ્ય સરસશાન્તિસુધારસસાગર શુચિતરં ગુણરત્નમહાગર; ભવિકપંકજબોધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્. ૧.
કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક,
મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨ (જમણે અંગુઠે પખાળ કરી, અંગલૂછણાં કરી પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈને ઉભા રહેવું.)
ગાથા-આર્યા ગીતિ જિણજન્મસમયે મેરસિહરે, રયણ-કણયકલસેહિં;
દેવાસુરેહિ હવિઓ, તે ધન્ના જેહિં દિટ્ટોસિ. ૩ (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો આવે ” ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી.)
કાવ્યનો અર્થ- સરસ શાંતરસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુણોરૂપી રત્નનો ભંડાર, ભવ્ય પ્રાણીરૂપી કમળોને બોધ કરવામાં સૂર્યસમાન એવા જિનેશ્વરદેવને હું હંમેશ પ્રણામ કરું છું. ૧.
દુહાનો અર્થ-ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ-આભરણ વગેરે ઉતારી વિવેકપૂર્વક પ્રતિમાજીને ધારણ કરી સ્નાન કરાવવાનાબાજોઠ ઉપર સ્થાપન કરી જળવડે અભિષેક કરીએ. ૨.
જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવો અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશો વડે અભિષેક કર્યો, તે મહોત્સવ જેમણે જોયો તે ધન્ય છે. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org