Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 27
________________ ૨૬ શ્રી સ્નાત્ર પૂજા સાથે ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ. રવિશ્રેણિ નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એકજ, સામાનિકનો એકો; સોહમપતિ ઈશાનપતિની, ઇન્દ્રાણીના સોળ, અસુરની દશ ઇન્દ્રાણી, નાગની બાર કરે કલ્લોલ. ૩ જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ ચાઉ, પર્ષદા ત્રણનો એકો, કટપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેક; પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસું અભિષેકો, ઇશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. ૪ હોય છે અને દરેક પ્રકારના આઠ આઠ હજાર હોય છે એટલે કુલ ૬૪000 કળશાઓ હોય અને તેને અઢીસો અભિષેકની સંખ્યા વડે ગુણવાથી એક કરોડ સાઠ લાખ કળશો વડે પરમાત્માને અભિષેક થાય છે. હવે અઢીસો અભિષેક કેવી રીતે થાય ? તે કહે છે. બાસઠ ઇંદ્રના ૬૨, ચાર લોકપાલના ૪, મનુષ્ય લોકના ચંદ્રની છાસઠ પંક્તિના ૬૬, સૂર્યની છાસઠ પંક્તિના ૬૬, ગુરુસ્થાનકદેવોનો ૧, સામાનિકદેવોનો ૧. સોધર્મેન્દ્ર અને ઇશાનંદ્રની ઇદ્રાણીના ૮+૮ મળીને ૧૬, અસુરેંદ્રની ઇદ્રાણીના ૧૦, નાગૅદ્રની ઈન્દ્રાણીના ૧૨, જ્યોતિષી ઇન્દ્રની ચાર અગ્ર મહિષીના ૪, વ્યંતરેંદ્રની ચાર ઇન્દ્રાણીઓના ૪, ત્રણપર્ષદાનો ૧. કટકપતિનો ૧. અંગરક્ષક દેવોનો ૧. અને પરચુરણ દેવોનો ૧. આ પ્રમાણે અઢીસો અભિષેક થાય છે. ત્યાર પછી ઇશાનેંદ્ર સૌધર્મેન્દ્રને કહે છે કે હે સૌધર્મેન્દ્ર! થોડીવાર પ્રભુને મારા ખોળામાં બેસાડવા મને આપો. ૨-૩-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50