Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ શ્રી સ્નાત્ર પૂજા સાથે પં. શ્રી વીરવિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા (૧) જલપૂજા-દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.૧. (૨) ચંદનપૂજા-દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૨. - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. ૩ અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ તથા મંત્રનો અર્થ-વિધિપૂર્વક પ્રભુની જળપૂજા કરીને પ્રભુ પાસે એમ માગો કે-હે પ્રભુ! આ જલપૂજાના ફળ તરીકે અનાદિકાળથી મારા આત્મા ઉપર લાગેલા કર્મરૂપ મેલનો વિનાશ થાઓ. ૧. પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે જળવડે પૂજા કરીએ છીએ. જે પ્રભુમાં શીતળગુણ રહેલો છે, વળી એ પ્રભુના મુખનો રંગ પણ શીતળ છે, એવા અરિહંતના અંગની પોતાના આત્માની શીતળતા કરવા માટે ચંદન આદિ શીતળ દ્રવ્યો વડે પૂજા કરો. ૨. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50