Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 40
________________ સ્નાત્ર પૂજા સાથે ૩૯ ૐ પુણ્યાતું પુણ્યાતું પ્રીયંત પ્રીયંતાં ભગવન્દ્રોહન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન-સ્ત્રિલોકનાથા-સ્ત્રિલોકમહિતા-ત્રિલોકપૂજ્યાસિલોકેશ્વરા-સ્ત્રિલોકોદ્યોતકરાઃ. ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભસુપાર્શ્વ-ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજયદુર્ભિક્ષકાંતારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્યં સ્વાહા. ૐ હ્રી શ્રી ધ્રુતિ-મતિ -કીર્તિ કાંતિ બુદ્ધિ-લશ્મી-મેધાવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયંતુ તે નિંદ્રાઃ. પૂર્ણતા કરીને કાન દઈને સાંભળો ! સાંભળો ! સ્વાહા. ૐ આજનો દિવસ પવિત્ર છે. આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકના નાથ, ત્રિલોકથી પૂજિત, ત્રિલોકના પૂજ્ય, ત્રિલોકના ઈશ્વર, ત્રિલોકમાં ઉદ્યોત કરનારા અરિહંત ભગવંત પ્રસન્ન થાઓ. ૐ ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે એવા ચોવીસે શાન્ત-કષાયાદિથી ઉપશાંત થયેલા જિનો અમને શાંતિ કરનારા થાઓ. સ્વાહા. ૐ શ–વડે કરવામાં આવતા વિજયપ્રસંગે, દુષ્કાલમાં ગહન અટવીમાં તથા વિકટ માર્ગો ઓળંગવાના પ્રસંગે મુનિઓમાં શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50