Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 44
________________ સ્નાત્ર પૂજા સાથે ૪૩ સ્નાત્રચતુષ્કિકામાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિવપુઃ પુષ્પવસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા, શાંતિમુર્ઘોષયિત્વા, શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ. નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પશ્ચંતિ મંત્રાનું, કલ્યાણભાજો હિજિનાભિષેકે ૧. શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષાઃ પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ૨. અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિવાસિની; અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવ ભવતુ સ્વાહા. ૩. આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા, અને સ્નાત્ર વગેરે મહોત્સવને અંતે બોલવો. તેનો વિધિ એવો છે, કે કેસર, ચંદન, કપૂર, અગરુનો ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુષ્પો રાખીને શાંતિકલશ ગ્રહણ કરીને શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઉભો રહે. બાહ્યઅભ્યતર મેલથી રહિત તથા શ્વેતવસ્ત્ર ચંદન અને આભરણોથી અલંકૃત એવો પૂજક કંઠમાં પુષ્પમાળાને ધારણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરીને તે શાંતિકલશનું પાણી આપે, તે દરેકે માથે લગાડવું જોઇએ. પુણ્યશાલીઓ જિનેશ્વરની સ્નાત્રક્રિયા પ્રસંગે વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે, રત્ન અને પુષ્પની વર્ષા કરે છે, અષ્ટમંગલોનું આલેખન કરે છે અને માંગલિક સ્તોત્રો ગાય છે. અને તીર્થકરના વંશના ગોત્રો-નામો તથા મંત્રો બોલે છે. ૧. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ. પ્રાણીઓ પરોપકારમાં તત્પર બનો. દોષો નાશ પામો. અને સર્વત્ર લોક સુખી થાઓ. ૨. હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું. તેથી અમારું અને તમારું કલ્યાણ થાઓ. ઉપદ્રવોનો નાશ થાઓ અને કલ્યાણ થાઓ. સ્વાહા. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50