Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી સ્નાત્ર પૂજા સાથે ઢાળ-કડખાની દેશી સાંભળો કળશ જિન-મહોત્સવનો ઈહાં, છપ્પન કુમરી દિશિ વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આણંદ અધિકો ધરે, અષ્ટ સંવ વાયુથી કચરો હરે. ૧. વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, - ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિકર્મ જળ કળશે હવરાવતી; જન્મ થાય છે. તે સમયે નારકીમાં પણ સુખદાયક પ્રકાશ થાય છે. ત્રણે ભુવનના જીવો તે સમયે સુખ પામે છે. અને ત્રણે જગતમાં પ્રકાશ થાય છે. ૧. હવે શ્રી જિનેશ્વરદેવના જન્મમહોત્સવનો કળશ સાંભળો. જિનેશ્વરના જન્મસમયે દિશાઓ અને વિદિશાઓમાંથી છપ્પન દિકકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે. પ્રથમ માતા અને પુત્રને નમસ્કાર કરી અતિ હર્ષ પામી ૮ દિકકુમારિકા સંવર્તવાયુવડે ચારે દિશાઓમાંથી એક એક યોજન પ્રમાણે કચરો દૂર કરે છે. ૮ કુમારિકા સુગંધી જળની વૃષ્ટિ કરે છે ૮ કુમારિકા હાથમાં ભરેલા કળશને ધારણ કરે છે. ૮ દર્પણ ધરે છે. ૮ ચામર ધારણ કરે છે. ૮ પંખા લહી પવન નાખે છે, ૪ કુમારિકા રક્ષાપોટલી બાંધે છે. ૪ કુમારિકા દીપક લહી ઉભી રહે છે. ૧-૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50