Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 19
________________ ૧૮ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે. ૩ પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખશય્યાએ રજનીશેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે. ૪ ઢાળ-ચૌદ સ્વપ્નની શ્રી સ્નાત્ર પૂજા પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઇટ્ટો; ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧. પાંચમે ફૂલની માળા, છઢે ચન્દ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મ્હોટો, પૂરણ કળશ નહિ છોટો. ૨ દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જિ. ૩ એવી રીતે વિશ્વોદ્ધારની ભાવનાપૂર્વક સંયમનું આચરણ કરે છે. વચમાં એક દેવનો ભવ કરી ત્યાંથી ચ્યવી પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં મધ્યખંડમાં કોઇપણ રાજવીકુળમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ૩. Jain Education International સાર્થ જેમ માનસરોવરમાં હંસ હોય તેમ પટ્ટરાણીની કુક્ષિમાં ગુણવાન એવો પરમાત્માનો જીવ ઉત્પન્ન થાય છે, સુખશય્યામાં સુતેલ માતા (આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં) ચૌદ સ્વપ્ન જુએ છે.૪. પ્રથમ સ્વપ્નમાં શ્રેષ્ઠ હસ્તી, બીજા સ્વપ્નમાં દેદીપ્યમાન બળદ, ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહ, ચોથા સ્વપ્નમાં શોભાયમાન લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા, છટ્ઠા સ્વપ્નમાં વિશાળ ચંદ્ર, સાતમા સ્વપ્નમાં લાલ સૂર્ય, આઠમા સ્વપ્નમાં મોટો ધ્વજ, નવમા સ્વપ્નમાં મોટો પૂર્ણકળશ, દશમા સ્વપ્નમાં પદ્મસરોવર, અગિયારમા સ્વપ્નમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50