Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 17
________________ ૧૬ શ્રી સ્નાત્ર પૂજા સાથે શ્રી જયવીરાય સૂત્ર જયવીયરાય! જગગુરુ, હોઉ મર્મ તુહ પભાવઓ ભયવં; ભવનિÒઓ મગ્ગાણસારિયા ઇટ્ટાફલસિદ્ધી. ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણે ચ; સુહગુરુજોગો, તāયણ-સેવણા આભવમખંડા. ૨ વારિજ્જઈ જઈ વિ નિયાણ-બંધણું વિયરાય ! તુહ સમએ; તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણે. ૩ દુકખખઓ કમ્મખ, સમાહિમરણં ચ બહિલાભો અ; સંપન્જઉ મહ એએ, તુહ નાહ પણામકરણેણં. ૪ જયવીરાય સૂત્રનો અર્થ - હે વીતરાગ ! હે જગત્ના ગુરુ! તમે જયવંતા વર્તો. હે ભગવંત ! મને તમારા પ્રભાવથી ભવનું ઉદાસીનપણું, માર્ગાનુસારીપણું અને ઈષ્ટફળ (શુદ્ધ આત્મધર્મ)ની સિદ્ધિ હોજો. ૧. લોકવિરુદ્ધનો ત્યાગ, માતાપિતાદિ ગુરુજનની પૂજા, તથા પરોપકાર કરવાપણું, શુદ્ધ ગુરુનો મેલાપ, તેમના વચનનો અંગીકાર તે સર્વ જ્યાં સુધી મારે ભવ કરવા પડે ત્યાં સુધી (મોક્ષપ્રાપ્તિ સુધી) અખંડ હોજો. ૨. હે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણાનું બાંધવું નિષેધ્યું છે, તો પણ મને ભવોભવને વિષે તમારા ચરણોની સેવા હોજો. ૩. હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ એ ચાર સંપ્રાપ્ત થાઓ. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50