Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 8
________________ અનુશાસનની રચના કરી છે. તે બધુ વિગતવાર મારી ૫૦ વર્ષ પહેલાં લખેલી પ્રસ્તાવના જે પ.પૂ. વ્યાકરણ વિશારદ આ. ભ. લાવયસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર અને સાહિત્યવિ પ. પૂ. દક્ષસૂરીશ્વરજી મ. સાહેબે વિ.સં ૨૦૦૫ માં છપાવેલી તત્ત્વપ્રવેશિકા (લઘુવૃત્તિ) રૂપ “સિદ્ધહેમશબ્દાનુશાસન' મુદ્રિત કરેલ તેમાં આપવામાં આવેલ છે. કલિકાલ સર્વજ્ઞ ભગવંત પ. પૂ. હેમચન્દ્રસૂરિજી મ. સા. નું જીવન ચરિત્ર પણ આલેખન કરવું જરૂરી હોવા છતાં પણ પ. પૂ. પં. વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી પ.પૂ. તત્ત્વદર્શનવિજયજી મ.સાહેબે નાતિવિસ્તૃત માતિસંક્ષિપ્ત આલેખન તેમણે બૃહદ્ વૃત્તિના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં સુંદર રીતે કરેલ છે. તેમાંથી અભ્યાસકોને વાંચવા-જાણવા ખાસ વિનંતિ કરું છું. ' આજ સાધ્વીજી મ.સા.ના ગચ્છનાયક, અતિશય જ્ઞાનપ્રેમી વિદ્વતર્ય નીતિસૂરીશ્વરજી મ. સા. જંગમ પાઠશાળા ચલાવતાં હતાં. એજ જંગમ પાઠશાળામાં મહાવિદ્વાનો જેવાકે પં. પ્રભુદાસભાઈ બેચરદાસ, પં વીરચંદભાઈ મેઘજીભાઈ, પ. પૂંજાભાઈનારૂભાઈ, પં. હીરાલાલ દેવચંદભાઈ તથા ૫. ભગવાનદાસ હરખચંદભાઈ જેવા મહાવિદ્વત્તા સભર અનેક વિદ્વાનો તૈયાર થયા. . . આ પુસ્તક મુદ્રણ કરવામાં તથા તેનાં મુખપૃષ્ઠ અને તેના બાઈન્ડીંગ વિગેરેને સુંદર બનાવવામાં હાલમાં વ્યાકરણનું અધ્યાપન કરાવતાં પંડિત શ્રી ભાવેશભાઈનો ફાળો નોંધપાત્ર છે. આ પૂર્વે ઘણી લઘુવૃત્તિ, ઘણાં મહાત્માઓએ છપાવી છે. છતાં પઠન કરનાર પૂક્યોશ્રી તથા મને લાગ્યું કે આ કામમાં સરળતા ખાતર પૃથક્કરણવાળોકોઈ પ્રયત્ન કરવામાં આવે અને મુદ્રિત કરવામાં આવતો સારૂં. એ દષ્ટિએ આ બાલભોગ્ય પ્રયત્ન અમારી અલ્પ શકિત હોઈને પણ અમારા જેવા અલ્પજ્ઞાન વિચાર શકિતવાળાને ઉપયોગી થશે. તેમ માની આ નાનકડો ગ્રંથ આપના કરકમળમાં મૂકવાં ભાગ્યશાળી બન્યા છીએ. લેખક : છબીલદાસ કેસરીચંદ સંઘવી પં.શ્રી અભયસાગર જ્ઞાનપીઠ કાજીનું મેદાન-સુરત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 256