________________
સંપાદક પોતે.....
જ્ઞાનદાતા, પિતૃતુલ્ય, વયોવૃદ્ધ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈએ અમને ખૂબજ મહેનત પૂર્વક આ અભ્યાસ કરાવ્યો. પોતાની તબિયતની અનુકૂળતા ન હોય, તો પણ પોતાની શારીરિક શકિતનો વિચાર કર્યા વિના કોઈ પણ જાતના સ્વાર્થ વગર અમને ખૂબ મહેનત કરી અભ્યાસ કરાવ્યો છે. તેમનો ઉપકાર તો અમે આ જીંદગીમાં કયારેય ભૂલી શકીએ તેમ નથી. આ બધો યશ તેઓશ્રીના ફાળે જાય છે.
અમોએ અભ્યાસ કર્યો, ત્યારે તો કોઈજ કલ્પના ન હતી કે આ રીતે પુસ્તક પ્રગટ થશે. અભ્યાસ કરતાં કરતાં દરરોજ પંડિતવર્ય શ્રી અમોને કહેતાં કે કંઈક કરો તો આપણા થોડા પણ જ્ઞાનનો લાભ જગતને આપી શકાય. આમ તેમની સતત પ્રેરણાથી અને તેમની ખૂબ આંતરિક ભાવના હોવાથી અમે આ ગ્રન્થનું પ્રકાશન કરવા તત્પર થયા છીએ. - આ ગ્રંથના પ્રુફ સંશોધનાદિ કાર્ય પંડિત શ્રી ભાવેશભાઈરવીન્દ્રકુમાર દોશી (માંડલવાળા) એ ખૂબ ખંતપૂર્વક કર્યું. તેમજ છાપકામના દરેક કાર્યમાં પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપ્યો છે, તે પણ અતિપ્રશંસનીય છે. તથા રાજેન્દ્રકુમાર ચીનુભાઈ શાહ વિઠલાપુરવાળાએ કોમ્યુટર તેમજ પ્રિન્ટીંગ કાર્ય સુંદર અને શીઘ કરી આપ્યું તે અનુમોદનીય છે.
તે સાથે આ ગ્રન્થ છપાવતાં ઘણું ધ્યાન રાખવા છતાં, કોઈ છદ્મસ્થતાને કારણે ભૂલ રહી ગઈ હોય, તેમજ કોઈ પ્રેમીસ્ટીક થઈગયેલ હોય, તો સુજ્ઞજનોને સુધારી લેવા તથા અમારૂ ધ્યાન દોરવા ખાસ વિનંતિ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો
મિચ્છામિ દુક્કડમ્”