Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 505
________________ ૪૮૪] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ગામ जइ रच्चसि जाइटिअए हिअडा ! मुद्धसहाव ! . लोहे फुटणएण जिव घणा सहेसइ ताव ॥ મુગ્ધ સ્વભાવવાળા હે હ્રદય ! જે જે જવાનું મળે–અર્થાત્ જે જે જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુઘવામાં કે ચાખવામાં આવે એટલે મારી સામે જે કાંઈ આવે–તે બધામાં જે તે રાચવા જઈશ તો તારે ઘણું સહન કરવું પડશે જેમ બટકી જતા લોઢા વડે ઘણે તાપ સહેવાય છે એટલે તેઢાને જેમ તાપ સહેવા પડે છે તેમ દુદુ-–ગાથા રજોગુજરાઃ ઢાકારરૂા. દુદુર વગેરે શબ્દો કે શબ્દના અનુકરણરૂપ છે અને પિ વગેરે શબ્દો કોઈ ચેષ્ટાના અનુકરણરૂપ છે. કાઈના શબ્દનું અનુકરણ કરનારા શબ્દો શબ્દાનુકરણરૂપ શબ્દો કહેવાય છે. એવા શબ્દોમાં સુકુંદ વગેરે શબ્દોનો સમાવેશ છે તથા કોઈની ચેષ્ટાનું અનુકરણ કરનારા શબ્દો ચેષ્ટાનુકરણરૂપ શબ્દો કહેવાય છે, એવા શબ્દોમાં વૃષિ વગેરે શબ્દોને સમાવેશ થાય છે. ધારો કે એક ઠેકાણે મોટું ટોળું ભેગું થયેલ છે અને એ ટોળાને પાસેના દરવાજામાં પ્રવેશ કરે છે પણ દરવાજા બંધ છે. જ્યારે દરવાજો ઊઘડ્યો ત્યારે તરત એ આખુંય ટોળું “હુડુડુ” કરતું દરવાજામાં પેસે છે. આ ટેળાની એકસામટી સમૂહગતિને નામ આપવું હોય તો એમ કહેવાય કે “હુડુડુ” કરતું ટોળું દરવાજામાં ધસી ગયું. પ્રસ્તુત અપભ્રંશ ભાષાને “હુહુરુ શ૧દ “હુડુડુ'પર્યાય લાગે છે અને તે હુડુડુને બદલે સાદશ્યથી પંડિતોએ કલ્પલ અપભ્રંશરૂ ૫ શબ્દ છે. લેકે કુવામાં નહાય છે. એ વખતે કૂવામાં “ભૂસકા મારે છે વા “ધૂબકા” ખાય છે. અહીં ભૂસકે” અને ધૂબકે’ શબ્દ પણ નહાવાના શબ્દના અનુકરણરૂપ છે અને એ બને શબ્દો “હુહુર”ની પેઠે જ સ્નાનના અવાજના અનુકરણરૂપ છે. આ તો શબ્દનું અનુકરણ કરી બતાવનારા શબ્દોની વત થઈ. બીજા એવા પણ શબ્દો છે જે પ્રાણી વગેરેની ચેષ્ટના અનુકરણરૂપ હોય છે. જેમકે વાંદરો ઠેકતો ઠેકતા “હુક હુક' કરે છે અથવા ઘુ ઘુ કરે છે તે વાનરની ચેષ્ટા બતાવનાર શબ્દ “હુક હુકને અપભ્રંશ ભાષામાં પંડિતજનેએ “grઘનો આકાર આપી આ શબ્દને વાંદરાની ચેષ્ટાના અનુકરણુરૂપે અહીં બતાવેલ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534