Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 531
________________ ૫૧૦] ગ્રન્થકારકૃતા પ્રશસિતઃ અંકિત સમસ્ત પૃથ્વીના ભારને વહેવા માટે સમર્થ હતો, જે મૂળરાજ પિતાના મહાબળવાન અને જે કાઈથી પણ દબાઈ ન શકે એવા શત્રુઓને હાથીઓને નાશ કરવામાં સિંહ સમાન હતું અથવા શત્રુરૂપ હાથીઓને નાશ કરવા માટે સિંહ જે હતો તથા જે મૂળરાજ પવિત્ર એવા ચુલુક્ય કુળમાં શિખરરૂપ હતા. (૧) તે મૂળરાજના વંશમાં જયસિંહદેવ નામને પૃપતિ થયેલ છે. તે જયસિંહદેવને પ્રબળ પ્રતાપ, સૂર્ય સમાન હતો. તથા પિતાના વંશના ઉત્પાદક પૂર્વ પુરુષરૂપ ચંદ્રમાના ફલક ઉપર જે જયસિંહદેવે પોતાનું બીજુ નામ સિદ્ધરાજ છે એમ લખી રાખેલું. (૨) આ ચતુર એવા સિદ્ધરાજ જયસિંહ નરેશ્વર, ધર્મ અર્થ કામ અને વિદ્યા અથવા મેક્ષરૂપ ચારે ઉપાયને એટલે ચારે પુરુષાર્થોને સારી રીતે સેવીને તથા જેની ફરતો ચાર સમુદ્રરૂપ કંદોરો છે એવી સમગ્ર પૃથ્વીને જીતીને તથા તેને ઉપભોગ કરીને તથા ચારે વિદ્યા દ્વારા જેણે પિતાની બુદ્ધિને મેળવેલ છે તથા જે રાજા સિદ્ધરાજે પિતાના આત્મા ઉપર પણ જય મેળવેલ છે એવા એ સિદ્ધરાજે ચારે પુરુષાર્થની સાધનામાં પરાકાષ્ઠા મેળવેલ છે એટલે સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત કરેલી છે. (૩) રાજા સિદ્ધરાજના વખતમાં રાજ્યાશ્રિત પાઠશાળાઓમાં સંસ્કૃત તથા પ્રાકૃતા વગેરે ભાષાઓને ભણતા વિદ્યાર્થીઓ માટે ભણવાનાં જુદાં જુદાં વ્યાકરણો તે ઘણાં હતાં, પણ તેમાંના કેટલાંક તો ઘણું લાંબાં લાંબાં હતાં, વિદ્યાર્થીઓને માટે ભારે ર્બોધ હતાં, કેટલાંક પરચૂરણિયાં જેવાં હતાં એટલે વ્યાકરણવિષયક બોધને બરાબર ચર્ચનારાં એટલે આપનારાં ન હતાં એટલે તેવાં વ્યાકરણોને ભણનારા વિદ્યાથી વ્યાકરણનું પૂરું જ્ઞાન મેળવી ન શકતા. આવી પરિસ્થિતિમાં સિદ્ધરાજે સ્થાપેલ પાઠશાળાઓમાં લણનારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ પોતાને માટે સંસ્કૃત તથા પ્રાકૃત, શૌરસેની વગેરે ભાષાઓને શીખવા કે શીખવવા સારુ કોઈ સારું વ્યાકરણ ઉપલબ્ધ નથી અને જે છે તે દુર્બોધ છે તથા ઘણાં લાંબાં લાંબાં છે, કોઈમાં વ્યાકરણની પૂરી માહિતી જ હોતી નથી ” ઈત્યાદિ રૂપે વ્યાકરણ સંબંધી અનેક ફરિયાદ કરવા લાગ્યા તથા એમ પણ કહેવા લાગ્યા કે “મહારાજ! આપણી પાઠશાળાઓમાં અમે જે જુદાં જુદાં સંસ્કૃત વગેરે ભાષાનાં વ્યાકરણે ભણીએ છીએ તે વ્યાકરણો દુર્બોધ છે, ઘણાં લાંબાં છે, કેટલાંકમાં વ્યાકરણના વિષય પૂરો આપેલ નથી અને કેટલાંકમાં કોઈ જાતનો ક્રમ નથી.' આવી પરિસ્થિતિમાં અમે આપે સ્થાપેલ પાઠશાળાઓમાં સંસ્કૃત વગેરે ભાષાઓને શીધ્ર અને સુબોધ થાય એ રીતે શી રીતે શીખી શકીએ ? એટલે અમને ભણવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534