________________
ચલ્થકારતા શરત
[૫૧૧
માટે ઉત્તમ વ્યાકરણનાં પુસ્તકે મળતાં નથી. આ હકીકત સાંભળીને તથા વિદ્યાર્થીઓની તકલીફોને ધ્યાનમાં લઈને રાજા સિદ્ધરાજ જયસિંહદેવ વિશેષ ખેદ પામ્યા. અને એ દુઃખરૂપ વાતની પોતાના મિત્રરૂપ આચાર્ય હેમચંદ્રને જાણ કરી અને વિનંતિ કરી કે “આપ એવું કોઈ સરળ રીતવાળું અને ક્રમબદ્ધ તથા બહુ લાંબુ નહીં કે બહુ ટૂંકું નહીં અને જેમાં છએ ભાષાનાં વ્યાકરણને વિષય બરાબર સમાઈ જાય અને આપણા દેશની પાઠશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ભણવાનું સુગમ સાધન મળી જાય એ રીતે એક વ્યાકરણ તૈયાર કરી આપે મને (સિદ્ધરાજને ) ઘણો આનંદ થશે.”
આ જાતની રાજાએ વારંવાર વિનંતિ કરી તેથી આચાર્ય શ્રી હેમચંદ્ર બરાબર વિધિપૂર્વક આ શબ્દાનુશાસન બનાવેલ છે અર્થાત સંસ્કૃતના સાત અધ્યાય સહિત પ્રાકૃત વગેરે ભાષાઓના આઠમા અધ્યાયવાળું આ, છએ ભાષાનું વ્યાકરણ શ્રી હેમચંદ્રસૂરિએ બનાવેલ છે. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org