________________
લઘુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ
[૫૦૫
सीसि सेहरु खणु विणिम्मविदु
खणु कंठि पालंबु किदु रदिए विहिदु खणु मुंडमालिए ।
जं पणएण तं नमहु कुसुम-दाम-कोदंड कामहो ॥ કામદેવના-કુસુમાયુધના–કૂલમાલારૂપ અથવા કૂલમાલા સહિત કોદંડને–ધનુષનેકામદેવની સ્ત્રી રતિએ સ્નેહપૂર્વક ક્ષણમાં માથા ઉપર છોગારૂપે ધારેલ છે, ક્ષણમાં કંઠ ઉપર-ગળા માં-પ્રાલંબ-ઝૂમણુ-રૂપે પહેરેલ છે અને ક્ષણમાં મુંડમાલિકારૂપે ધારણ કરેલ છે એવા કામદેવના ફૂલમાલારૂપ તે કોદંડને–ધનુષને નમો-નમસ્કાર કરો.
व्यत्ययः च ॥८४॥४४७॥ આ આઠમા અધ્યાયમાં પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી - તથા અપભ્રંશ એ બધી ભાષાઓમાં જે જે વિધાને કરેલાં છે તેમાં વ્યત્યયઊલટસૂલટું–પણ થઈ જાય છે–જે વિધાન પ્રાકૃતમાં કરેલ છે તે શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશમાં પણ થાય છે. તથા જે વિધાન માગધીમાં કરેલ છે તે પ્રાકૃત, શૌરસેના અને પૈશાચીમાં પણ થઈ જાય છે. જેમકે –
૧. માગધી ભાષામાં તિઝ ને બદલે વિષ્ટ ૮૪ ૨૧૮ વાપરવાનું વિધાન કરેલું છે તે વિધાન પ્રાકૃતમાં, શૌસેનામાં અને પૈશાચીમાં પણ થાય છે. એટલે વિક–ભો રહે છે-રૂપને પ્રયોગ પ્રાકૃતમાં, શૌરસેનીમાં તથા પૈશાચીમાં એમ ત્રણે ભાષાઓમાં પણ થઈ શકે છે.
૨. ક, સ્ત્ર વગેરે જેવા સંયુક્ત અક્ષરમાં જ્યાં રેફ પાછળ આવે છે તેને વિકલ્પ લેપ કરવાનું વિધાન ૧૮૪૩૯૮ અપભ્રંશ ભાષામાં કરેલું છે તે માગધી ભાષામાં પણ થઈ શકે છે. જેમકે, માગધી ભાષામાં સદસને બદલે “ર” કારવાળું શસ્ત્ર રૂ૫ વપરાયેલ છે: સં. શાસ્ત્ર પ્રા. સલ્સ મા. શસ્ત્ર
૩. માત્ર ઉક્ત ભાષાઓના સ્વરનાં કે વ્યંજનનાં રૂપાંતરોની બાબત પરસ્પર પરિવર્તન થઈ જાય છે એટલું જ નહીં પણ ક્રિયાપદના પ્રત્યાના જે આદેશે જે કાળમાં બતાવેલા છે તે આદેશે બતાવેલા કાળ સિવાય બીજા કાળમાં પણ વપરાય છે. એ પણ એ પ્રકારનું ઊલટસૂલટ પરિવર્તન જ છે. એટલે જે આદેશ વર્તમાનકાળમાં બતાવેલ છે તેમનો પ્રયોગ ભૂતકાળમાં પણ થઈ જાય છે અને ભૂતકાળમાં બનાવેલ આદેશો હોય તેમને પ્રયોગ વર્તમાનકાળમાં પણ થઈ જાય છે: ૧. વર્તમાનને ભૂત
વેઝ તથા સામારૂ ક્રિયાપદને લાગેલ વર્તમાનકાળને સૂચક ?' ભૂતકાળને અર્થ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org