________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
અધ્યાય ૪ ચો.
પ્રકરણ ૪ જું,
ચાર આશ્રમનીતિ. ब्रह्मचारी गृहस्थश्च वानप्रस्थो यतिः क्रमात् । चत्वार आश्रमा चैते ब्राह्मणस्य सदैव हि ।
अन्येषामन्त्यहीनाश्च क्षत्रविट्शूद्रकर्मणाम् ॥ १ ॥ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસા આ ચાર કમિક આશ્રમો સદેવ બ્રાહ્મણના છે. ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર આદિ બીજા વર્ણનાં બ્રહ્મચારી, ગ્રહસ્થ, અને વાનપ્રસ્થ આવા ત્રણ આશ્રમો છે-તેને સંન્યાસ આશ્રમ નથી. ૧
विद्यार्थं ब्रह्मचारी स्यात्सर्वेषां पालने गृही।।
वानप्रस्थः संदमने सन्न्यासी मोक्षसाधने ॥२॥ વિદ્યાભ્યાસ કરવા માટે બ્રહ્મચારી થવું, સર્વેનું પોષણ કરવા માટે ગૃહસ્થ થવું, ઇંદ્રિયને દમવા માટે વાનપ્રસ્થ થવું અને મોક્ષ સાધવા માટે સંન્યાસી થવું. ૨
वर्तयन्त्यन्यथा दण्ड्या या वर्णाश्रमजातयः ॥ ३ ॥ બ્રાહ્મણ વગેરે ચાર વર્ણ અને બ્રહ્મચારી વગેરે ચાર આશ્રમ અવળે માર્ગે ચાલે તે રાજાએ તેને શિક્ષા કરવી. ૩
कुलान्यकुलतां यान्ति ह्यकुलानि कुलीनताम् ।
यदि राज्ञोपेक्षितानि दण्डतोऽशिक्षितानि च ॥ ४ ॥ રાજા જે પ્રજા તરફ ધ્યાન આપે નહીં ને તેને દ ડથી શિક્ષા કરે નહીં તો સારાં કુળે ભ્રષ્ટ થાય છે; અને નીચકુળ કુળવાનનાં કામે કરવા માંડે છે–તાત્પર્ય કે મર્યાદાને ભંગ થાય છે. ૪
સિની આચારનીતિ. जपं तपस्तीर्थसेवां प्रव्रज्यां मन्त्रसाधनम् । देवपूजां नैव कुर्यात्स्त्रीशूद्रस्तु पति विना । न विद्यते पृथक्स्त्रीणां त्रिवर्गविधिसाधनम् ॥ ५ ॥
For Private And Personal Use Only