Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 415
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકનીતિ. પહેરેગીર પ્રત્યે દષ્ટિ કરીને તેઓને માટે રાત્રિના અને દિવસના આઠ, દશ કે બાર વિભાગ પાડવા, પરંતુ પહેરેગીર વિષે વિચાર કર્યા વિના વિભાગ પાડવા નહિ. ૪૦૨ आदौ प्रकल्पितानंशान्भजेयुमिकास्तथा । आधः पुनस्त्वन्तिमांशं स्वपूर्वांशं ततोऽपरे ॥ ४०३ ॥ પહેરેગીરોએ પ્રથમથીજ ઉપર જણાવ્યા પ્રમાણે જુદા જુદા સમયના વિભાગો સાચવી લેવા. પ્રથમના પહેરેગીરે છેવટને સમય સાચવવે. અને બીજા પહેરેગીરે પોતપોતાના પૂર્વ પૂર્વ સમયને સાચવી લે. ૪૦૩ पुनर्वा योजयेत्तद्वदायेऽन्यं चान्तिमे ततः । स्वपूर्वांशं द्वितीयेऽहि द्वितीयादिक्रमागतम् ॥ ४०४ ।। પુનઃ પ્રથમ પહેરેગીરે છેલ્લો પ્રહર લેવો, અને છેલ્લા પહેરેગીરે પ્રથમ પ્રહર લેવો. બીજે દિવસે બીજા પહેરેગીરે પોતાના વારા પ્રમાણે પોતાનો પૂર્વભાગ ગ્રહણ કરવો. ૪૦૪ चतुभ्य॑स्त्वधिकान्नित्यं यामिकान्योजयेदिने । युगपद्योज पेद् दृष्ट्वा बहून्वा कार्यगौरवम् ॥ ४०५ ॥ દિવસે નિત્ય ચાર પહેરેગીરની નિમણુંક કરવી, વિશેષ કાર્ય હોય તો એક વખતે ઘણા પહેરેગીરોની નિમણુંક કરવી. ૪૦૫ चतुरूनान्यामिकांस्तु कदा नैव नियोजयेत् ॥ ४०६ ॥ કોઈ દિવસ ચાર કરતાં ઓછા પહેરેગીરેની નિમણુંક કરવી જ નહિ. ૪૦૬ यद्रक्ष्यमुपदेक्ष्यं यदादेश्यं यामिकाय तत् । तत्समक्षं हि सर्व स्याद्यामिकोऽपि च तत्तथा ॥ ४०७ ॥ જે વસ્તુ રક્ષા કરવા ગ્ય હોય તથા જે વાર્તા ઉપદેશ કરવા યોગ્ય હોય તે, રાજાએ, પહેરેગીરને સમજાવવી. તેમજ પ્રજાનું સર્વ કાર્ય પહેરેગીરના સમક્ષમાં થાય છે માટે પહેરેગીરે પણ તે સર્વ કાર્ય સારી રીતે રાજાને જાણ કરવું. ૪૦૭ कीलकोष्ठे तु स्वर्णादि रक्षेन्नियमितावधि ।।। स्वांशान्ते दर्शयेदन्ययामिकन्तु यथार्थकम् ॥ ४०८ ॥ પહેરેગીરે ચોરીમાંથી મળેલું ઘણયાતું કે નિધણયાતું સુવર્ણ વગેરે ધન પોતાના નિયમિત કાળ સુધી ઉભા રહેવાના સ્તંભના ગોખલામાં મૂકવું. પોતાનો પ્રહર પુરે થાય અને બીજો પહેરેગીર આવે એટલે તેને યથાર્થ રીતે સમજણ પાડી પેલી વસ્તુ તેના સ્વાધીનમાં કરવી. ૪૦૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433