________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપાસનું સ્વરૂપ. मिथ्या क्रिया पूर्ववादे कारणे प्रतिवादिनि । प्राङ्न्यायकारणोक्ती तु प्रत्यर्थी निर्दिशेत् क्रियाम् ॥ १६१ ॥
પ્રથમ વાદીએ પૂર્વપક્ષ કર્યા પછી, પ્રતિવાદી તેનાં કારણે દશાવે ત્યારે વાદીની કીયા મિથ્યા થઈ પડે છે. પ્રા ન્યાયનાં કારણે કહેતી વેળા પ્રતિવાદિયે કીયા (પૂરા) દર્શાવવી. ૧૬૧
कारणात्पूर्वपक्षोऽपि उत्तरत्वं प्रपद्यते ॥ १६२ ॥ પૂર્વપક્ષ પણ કોઈ કારણને લીધે ઉત્તરપક્ષ રૂપ થઈ પડે છે. ૧૬૨ ततोऽर्थी लेखये त्सद्यः प्रतिज्ञातार्थसाधनम् । तत्सासाधनन्तु द्विविधं मानुषं दैविकं तथा ॥ १६३ ॥
પ્રતિવાદિયે ઉત્તર આપ્યા પછી વાદિયે તત પતે પ્રતિજ્ઞા કરેલા પૂર્વપક્ષમાં પ્રમાણભૂત સાધને લખાવવાં. તે સાધને બે પ્રકારનાં છેઃ લૌકક તથા અલૌકિક. ૧૬૩
क्रिया स्याल्लिखितं भुक्तिः साक्षिणश्चौत मानुषम् । दैवं धटादि तद्भव्यं भूतालाभान्नियोजयेत् ॥ १६४ ॥
લેખપત્ર, ભોગવટે, અને સાક્ષીયો-આ ત્રણ લૌકિક સાધન છે. અને તુલા (તળાવું) વગેરે અલૌકિક સાધન છે. જ્યારે લૌકિક સાધનથી બરાબર નિર્ણય થાય નહીં ત્યારે અલૌકિક તુલા વગેરે સાધનોનો ઉપયોગ કરો. ૧૬૪
तत्त्वच्छलानुसारित्वाद्भूतं भव्यं द्विधा स्मृतम् । तत्त्वं सत्यार्थाभिधााये कूटाद्यभिहितं छलम् ॥ १६५ ॥
લૌકિક તથા અલૌકિક એવાં બે પ્રકારનાં તત્વ તથા છળ જાણવા. જે સત્ય વાર્તા સિદ્ધ કરી આપે છે તે તત્વ-સાધન અને કપટથી ભરેલું હોય તો તે છળ-સાધન કહેવાય છે. ૧૬૫
छलं निरस्य भूतेन व्यवहारान्नयेनृपः। युक्त्यानुमानतो नित्यं सामादिभिरुपक्रमैः ॥ १६६ ॥
માટે રાજાએ યુકિતથી, અનુમાનથી, તથા સામ, દામ, ભેદ અને દંડથી છળનો નાશ કરીને યથાર્થપણે દાવાઓને સદા તપાસવા. ૧૬
न कालहरणं कायं राज्ञा साधनदर्शने ।
महान्दोषो भवेत्कालाद्धर्मव्यापत्तिलक्षणः ॥ १६७ ॥ રાજાએ દાવા તપાસવા માટે કાળ કાઢશે નહીં. કારણ કે દાવાઓ ઝાઝા વખત સુધી ન તપાસવાથી રાજાના રાજધર્મને હાનીકારક મટા. દેષ લાગે છે. ૧૬૭
For Private And Personal Use Only