Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ ધ્રુવકુમાર પહેરીને તેની સામે આવી ઉભા રહે છે.) (ધ્રુવ મહાપુરુષના ચરણ પર શિર રાખી પ્રણામ કરે છે અને કહે છે.)-મારા દીનબંધ ભગવાન આપે છે શું? મહાપુરુષ–નહિ ! હું તમારા ભગવાનને દાસાનુદાસ છું. મારું નામ નારદ, તેમણે મને તમારી ખબર કાઢવાને મોકલ્યો છે. ધ્રુવ–શું દીનબંધે ભગવાને મારી પુકાર સાંભળી છે? નારદ–જે દિનથી તમે પુકારે છે, તે દિનથી જ ભગવાને તમારી પુકાર સાંભળી છે. ધ્રુવ-તે તે આવતા કેમ નથી? નારદ–હું અહીંથી પાછો જઈશ એટલે ભગવાન આવશે. વારૂ,તમે ભગવાનને શી રીતે પુકારો છે? ધ્રુવ-(અત્યંત પ્રેમથી)-દીનબંધો ભગવાન ક્યાં છો ? આવો. નારદ–બીજું કાંઈ નથી કહેતા ? પ્રવ–નહિ, મારી માતાએ આમજ શીખવાડયું હતું. નારદ-વારૂ તો હવે કહો, દીનબંધે ભગવાન? મુજપર દયા કરો ! ધ્રુવ—દીનબંધે ભગવાન ! મુજપર દયા કરે. નારદ-દીનબંધે ભગવાન ! મારી માતા પર દયા કરો ! ધ્રુવ-દીનબંધ ભગવાન ! મારી માતા પર દયા કરે! નારદ–દીનબંધે ભગવાન ! મારા પિતા પર દયા કરે ! ધ્રુવ-દીનબંધે ભગવાન ! મારા પિતા પર દયા કરો ! નારદ-દીનબંધે ભગવાન ! મારી અપર માતા પર દયા કરો ! ઘવ–હે મહાત્મા! મારી અપર માતાએ મને અને મારી માતાને બહુ કુવચન કહ્યાં છે. નારદ– ધવ! તે અપરાધની ક્ષમા આપી તું તેને માટે પ્રાર્થના કર. (ધ્રુવ ચૂપ રહે છે) નારદ–ધ્રુવ ! ભગવાનને ભક્ત તે છે, કે જે પિતાના શત્રુઓનું ભલું કરે, તેનું મંગળ ચાહે. - જો તું ભગવાનને પ્રસન્ન કરવા ચાહતે હોય તો તારી અપર માતાને માટે પ્રાર્થના કર. ધ્રુવ-(અત્યંત પ્રેમથી) દીનબંધો ભગવાન ! મારી અપર માતા પર દયા કરે! (નારદ અંતર્ધાન થઈ જાય છે, એકાએક તેજપ્રકાશન થાય છે અને એક અપૂર્વ મૂર્તિ ધ્રુવ સામે ઉપસ્થિત થાય છે. ધ્રુવ તેમને ચરણે પડે છે, ભગવાન તેના શિર પર હાથ મૂકે છે, પુષ્પવૃષ્ટિ થાય છે. ) (પડદો પડે છે.) દશ્ય પાંચમું [ધ્રુવ તેજ તપોવનમાં બેઠો છે. રાજા ઉત્તાનપાદ, મંત્રી, સુનીતિ, સુચિ આદિ સૌ તેને લેવાને આવે છે. ધ્રુવ ઉઠીને પ્રથમ સુરુચિનો ચરણસ્પર્શ કરે છે અને કહે છે. 3. ધ્રુવ-હે માતા ! આપની જ કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં. સુરુચિ (ધ્રુવને ગળે વિંટાળે છે અને કહે છે –પુત્ર! હું પાગલ થઈ ગઈ, મારા શિરપર સ્વાર્થરૂપી ભૂત સવાર હતું, મારે અપરાધ ક્ષમા કર. - ધ્રુવ-(હાથ જોડીને કહે છે) માતા! હવે મને ખબર પડી કે, તે તો હતાં અમૃતવચને, તે વચનેએ તે મારો ઉદ્ધાર કર્યો!' (પછી સુનીતિ અને રાજા ઉત્તાનપાદને ચરણે પડે છે.) પુત્ર ધ્રુવ ! તું અમારા કુલરૂપી કમળને ખીલાવનાર સૂર્ય છું. તારું નામ સંસારમાં અમર રહેશે. હવે તું અમારી સાથે રાજધાનીમાં ચાલ. '(સૌ જાય છે.) (“વિશ્વતિ ” માસિકના વૈશાખ સં. ૧૯૮૪ના અંકમાં લેખક-શ્રી. નંદવદન ભટ્ટ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 416