Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ ધ્રુવકુમાર ચરણોપર પડી પ્રણામ કરે છે.) ધવ–હે પિતા! આપ રાજાધિરાજ છે. આશીર્વાદ દે કે જેથી હું રાજપદની કદાપિ ઈચ્છા ન કરું અને મને તેથીયે કઈ ઉચ્ચ પદ પ્રાપ્ત થાય. પ્રવની આંખોમાંથી આંસુ વહે છે, તે ચુપચાપ બહાર ચાલ્યો જાય છે. મનિબાળકે પણ સુચિ તરફ ક્રોધથી જોતા જોતા બહાર ચાલ્યા જાય છે. રાજા કંડે શ્વાસ લઈ સિંહાસનથી ઉઠે છે અને કહે છે.) રાજા–એ દુષ્ટ ! તારૂં કદી ભલું નહિ થાય. જેને તેં આજે નિરાદર કર્યો છે, તે રાજસિંહાસન કરતાં ઉચ્ચ પદને યોગ્ય છે, રાજસિંહાસન તેને માટે એક તુચ્છ વસ્તુ છે. (સ્વગત) હાય! મેં દેવી સુનીતિની વિદ્યમાનતામાં અન્ય વિવાહ કર્યો અને સુનીતિનું દિલ દુખાવ્યું! આજે ઈશ્વરે મને તે પાપનું ફળ આપ્યું કે મેં મારા પ્રિય પુત્રનો નિરાદર જે. જે કોઈ જ્ઞાનવાન હશે, તે બીજે વિવાહ કદી નહિ કરે; અને પિતાનાં પ્યારાં સંતાનને અપરમાતાના દુઃખથી બચાવી લેશે. (જાય છે–પડદો પડે છે.) દશ્ય ત્રીજી [સ્થળઃ–અત્રિ ઋષિને આશ્રમ (એક નાનકડી કોટડીમાં સાદાં કપડાં પહેરેલી સુનીતિ ભૂમિપર બેઠી છે. તે શોકાતુર પ્રતીત થાય છે, તે બોલી રહી છે.) - સુનીતિ-હા દેવ! હે ઈશ્વર! મારે પુત્ર–મારી આંખને તાર–એકમાત્ર આશ્રય ક્યાં ગયો? તે તે સદા સૂર્ય આથમતાં આવી જતો હતો. હાય! મારા ધ્રુવે તે સવારનું કાંઈ ખાધુંયે નથી. ભૂખ્યો-તરસ્યો મારો બાલ અંધારામાં કંઇ ફરતો હશે? કાલે મને તે મહારાજનો પત્તો પૂછતો હતે; મહારાજનાં દર્શન કરવાને તે નહિ ચાલ્યો ગયો હોય? (ઉઠીને ઝુંપડીમાંથી બહાર ચારે તરફ દૃષ્ટિ ફેકે છે, પછી કહે છે.) ધ્રુવ તે કંઈયે નથી દેખાતે. હાથ જોડી પ્રાર્થના કરે છે.) હે ઈશ્વર! દીનબંધે! દીનાનાથ! મારા પુત્રની રક્ષા કરે, તેના મનમાં આપને વિશ્વાસ અને પ્રેમ દો, તેના મનમાં કદી આ અસાર સંસારના રાજ્યની લાલસા ન થાઓ, તેને ધર્મ–ધન દે અને સ્વર્ગનું રાજ્ય દે. - (એટલામાં થાકેલો ધ્રુવ અંદર આવે છે, માતાની ગોદમાં શિર નાખી રહે છે. માતા શિર ચૂમીને) ધ્રુવ! તું ક્યાં ગયો હતો? ધ્રુવ–માતા! હું પિતાજીના દર્શને ગયો હતો. સુનીતિ–શું તને રાજધાનીને પત્તો લાગે? ધવ–હા, માતા! હું મારા મિત્ર ઋષિકુમારોસમેત મહેલમાં પહોંચી ગયો, પિતાજીને મેં પ્રણામ કર્યા, તેમણે મને પ્યારથી ગોદમાં બેસાડ્યો; પરંતુ એટલામાં એક સ્ત્રી આવી અને તેણે મને દુર્વચન કહ્યાં અને હું નિરાદરના ડરથી પિતાજીની ગોદમાંથી ઉતરી ગયો. માતા! તે સ્ત્રી કેણ હતી ? સુનીતિ–પુત્ર ! તે તારી અપર માતા સુરુચિ હતી. તેં તારી અપર માતાને કાંઈ કહ્યું તે નથી ને? ધ્રુવ–ના, માતા! મેં તેમને કાંઈ નથી કહ્યું. કેવળ પિતાજીને કહ્યું હતું કે, મને આશીર્વાદ આપે કે હું રાજપદથી કાઈ ઉચ્ચ પદ પામું. સુનીતિ (ધ્રુવના શિરપર હાથ રાખી–પુત્ર! ભગવાન તારા મનોરથ અવશ્ય પૂર્ણ કરશે, તું તેમને પ્રેમથી પુકાર. ધ્રુવ-શું ઈશ્વર મારી પુકાર સાંભળશે માતા? " સુનીતિ–કેમ નહિ સુણે? , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 416