Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ wwwwwwwww *wwwwwwwwwwwww શુભસંગ્રહ-ભાગ ચેાથાં દશ્ય બીજું [સ્થળ-રાજમહેલ-બે દ્વારપાળ ઉભા છે.] (સિંહાસન પર રાજા ઉત્તાનપાદ વિરાજમાન છે. મુનિબાળકસહિત ધ્રુવ દ્વાર પર આવી પહોંચે છે અને દ્વારપાળને પૂછે છે.) મુનિબાળક–શું આજ રાજમહેલ છે? દ્વારપાળ–હા, આજ રાજમહેલ છે; પણ તમે કયા ગામથી આવે છે કે તમને એટલી પણ ખબર નથી કે આ રાજભુવન છે? મુનિબાળક–અમે તે મુનિઆશ્રમમાંથી આવ્યા છીએ ભાઈ! આશ્રમનિવાસી ક્યાંથી જાણે કે રાજમહેલ કેવો હોય છે ? અમને તે યજ્ઞભૂમિ અને તપવનની જ ખબર હોય. (સૌ બાળક અંદર જવા માંડે છે, કારપાળ તેમને રોકે છે અને કહે છે.). બાળકે ! રાજભુવનમાં રાજાની આજ્ઞાવિના નથી જઈ શકાતું. મુનિબાળક–અમે અંદર જઈને આજ્ઞા લઈ લઈશું. દ્વારપાળ–નહિ, અંદર જતાં પહેલાં આજ્ઞા લેવી પડે, જે તમે સૌ અહીં ઉભા રહે તો હું અંદર જઈને મહારાજને તમારા આવવાના સમાચાર આપીને તેમની પાસેથી તમને અંદર જવાની આજ્ઞા લઈ આવું. | મુનિબાળક–અમે સૌ ચાલીને થાકી ગયા છીએ, પગમાં પીડા થઈ રહી છે, અમે મહારાજનાં દર્શન કર્યાવિના પાછા નહિ ફરીએ. દ્વારપાળ (અંદર જઈને કહે છે) મહારાજ! દ્વાર૫ર ચાર મુનિબાળક ઉભા છે અને આપનાં દર્શન કરવા ચાહે છે. રાજા–મુનિબાળકોને સત્કાર સહિત અંદર લઈ આવો. (દ્વારપાળ સાથે સૌ બાળક અંદર આવે છે અને મુનિબાળક રાજાને આશીર્વાદ આપે છે.) શ્રી મહારાજનું કલ્યાણ હો! (પરંતુ ધ્રુવ સીધે રાજસિંહાસન પાસે પહોંચી જઈ રાજાને પ્રણામ કરે છે.) રાજા (આશ્ચર્યથી)-હે બાળક ! હું ક્ષત્રિય છું, તું ઋષિકુમાર થઈને મને કાં પ્રણામ કરે છે? ધ્રુવ-હું બષિકુમાર નથી, હું આપને પુત્ર છું. રાજા–હે ! મારો પુત્ર! ! તારું નામ શું? તું આવ્યો ક્યાંથી ? ધ્રુવ-મારૂ નામ ધ્રુવ. હું અત્રિ ઋષિના આશ્રમમાંથી આવ્યો છું. મારી માતાનું નામ સુનીતિ દેવી છે. રાજા (પ્રસન્નતાથી)–શું તું મારી જૂની રાણીને પુત્ર? (પ્રેમથી ગોદમાં બેસાડે છે અને શિરપર હાથ ફેરવે છે, તે આશ્રમમાં શું કરે છે? આ મુનિબાળક સૌ તારા સખા છે? (મુનિબાળકોને) આસન પર બેસે, તમને આટલે દૂર આવતાં શ્રમ પડ્યો હશે. (આ સમયે સુચિ અકસ્માત અંદર આવે છે અને ધ્રુવને રાજાની ગોદમાં બેઠેલ જોઈ અત્યંત ક્રોધથી કહે છે.) સુરુચિ–એ બાળક ! તું કોણ છે? સુરચિ—કેણ ધ્રુવ તારાં માતા-પિતાનું શું કામ? ધ્રુવ (રાજા તરફ આંગળી ચીંધીને)–મારા પિતા તો છે આ. મારી માતાનું નામ છે સુનીતિ દેવી ! સુરુચિ–હે! તું સુનીતિને પુત્ર થઈને રાજસિંહાસન પર શી રીતે બેસી શકે છે? ધવ–મારા પિતાએજ મને સિંહાસન પર બેસાડવ્યો છે, પણ તમે કેણ છે? સુરુચિ–હું રાણું છું. આ રાજપાટ, ધન-સંપત્તિ સૌપર મારા પુત્રને અધિકાર છે, આ સિંહાસન મારા પુત્રનું છે, તું તેના પર નથી બેસી શકતો. (તે ધ્રુવને ઉતારવાને હાથ લંબાવે છે, પણ ધ્રુવ સ્વયં ઝટપટ સિંહાસનથી ઉતરી પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 416