Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ શુભસંગ્રહ ભાગ ચોથો ધ્રુવ-ઈશ્વર ક્યાં છે? સુનીતિ–ઈશ્વર સર્વ જગ્યાએ વિરાજમાન છે, તે અંતર્યામી છે, તું પ્રેમથી પુકારીશ તો તે તને અવશ્ય દર્શન આપશે. ધ્રુવ–માતા ! ઋષિ લોક તે ઈશ્વરની તપસ્યા વનમાં બેસીને કરે છે, હું જ્યાં કોઈ મનુષ્ય દેખી ન શકે ત્યાં બેસીને પુકારીશ અને જ્યાં સુધી મને ઈશ્વર દર્શન નહિ દે, ત્યાં સુધી હું પાછો નહિ ફરું. સુનીતિ–પુત્ર ! તું હજુ બાળક છે, અહીં જ બેસીને ઈશ્વરને પુકાર. હું તને એકલાને વનમાં નહિ જવા દઉં. પ્રવ–માતા! કહે છે કે ઈશ્વર દરેક જગ્યાએ વિરાજમાન છે, તે હું વનમાં એકલો કેવી રીતે કહેવાઉં? ઈશ્વર પણ મારી સાથે હશેને? તું મને આશીર્વાદ આપકે મને ભગવાનના દર્શન થાઓ. સુનીતિ–ઈશ્વર તારો મનોરથ પૂર્ણ કરે, તું–થાકીને આવ્યો છું, હવે વિશ્રામ કર, ઈશ્વરની પ્રાર્થના કર, ઈશ્વર તારૂં દુઃખ દૂર કરશે. મને છોડીને વનમાં ન જઇશ. અહીં હું પણ તારી સાથે પ્રાર્થના કરીશ. (દૂધ પીને ધ્રુવ અને તેની માતા સુનીતિ બને નિદ્રાવશ થાય છે.) ધ્રુવ (જાગીને ધીરેથી )-મારી માતા તો મને પૃથક નહિ થવા દે, પણ મારા મનમાં તો ભગવાનના દર્શનની લાલસા લાગી છે, તેથી હું તો માતાના ઉડતાં પહેલાં જ વિદાય થાઉં છું. (માતાની પરિક્રમા કરી ચરણપર શિર ધરી ધ્રુવ વિદાય થાય છે.) (ડી વારમાં માતા જાગે છે, પુત્રને ચારે તરફ શોધે છે, કહે છે ) આજે મારો પુત્ર તો વનમાં તપસ્યા કરવાને ચાલ્યો ગયો. (હાથ જોડીને) હે ઈશ્વર ! હે ભગવાન! ભક્તવત્સલ પુત્ર આપનો આશરો લીધે છે. આટલા દિવસ પુત્ર મારે હતો, પણ આજે તે આપને થો; આપ તેની રક્ષા કરજે અને તેના મરથ પૂર્ણ કરજે. સુનીતિ–ઈશ્વરસ્તુતિ કરે છે. (ઉભી થઈને હાથ જોડીને) હે દયાળુ! હે કૃપાળુ! દીને પર કરે દયા, હું છું દીન અતિ મલિન, આપ નાથ હું અધીન; વિનય કરત જેડી હાથ, હે દયાળુ! હે કૃપાળુ ! - ૧ મારી ગતિ તવ હાથ, સહુ પ્રકાર હું અનાથ કૃપા કરે વિશ્વનાથ, હે દયાળુ! હે કૃપાળુ ! - ૨ છે મમ પુત્ર તવ શરણ, લાગી છે તેને તવ લગન, પૂર્ણ કરે તેની આશ, હે દયાળુ ! હે કૃપાળુ! - ૩ મમ બાળક પર કૃપા કરી, તવ શરણમાં તેને લઈ દર્શન દેજે ખેલી કમાડ, હે દયાળુ ! હે કૃપાળુ ! - ૪ દશ્ય ચાથું [સ્થળઃ- તપવન-અત્રિ મુનિને આશ્રમ (એક વડના ઝાડ નીચે ધ્રુવ બેઠે છે– પ્રેમથી પુકારી રહ્યો છે.) ધ્રુવ-દીનબંધે ભગવાન ! ક્યાં છે? આવો. (થોડી વાર થંભે છે. પુનઃ પુકારે છે) દીનબંધ ભગવાન ! ક્યાં છે? આવે. (ફરી કહે છે ) માતા તો કહેતી હતી કે હરિ મારી પુકાર સાંભળશે, પણ મને તો આમ પુકારતાં કેટલાયે દિન વહી ગયા ! હજુ સુધી ઈશ્વરે મારી પુકાર ન સાંભળી ! કદાચ મને પુકારતાં જ નહિ આવડતું હોય છે? (ફરીથી પ્રેમપૂર્વક પુકારે છે) દીનબંધો ભગવાન ! આવો, મને દર્શન દો! (એટલામાં એક મહાપુરુષ ગેરૂઆ રંગનાં કપડાં, શિરપર જટા, ગળામાં ફૂલમાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 416