Book Title: Shubh Sangraha Part 03 Author(s): Bhikshu Akhandanand Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 4
________________ सारामाठाप्रसंगेज्ञान-दान-भेट-लहाणी પિતજ પૂર્ણ જ્ઞાની થઈને બીજાઓને જ્ઞાન આપવું, એ તો કોઈકથી જ બને; પરંતુ મહાન જ્ઞાનીઓના જ્ઞાનોપદેશરૂ૫ ઉમદા પુસ્તકો તે સર્વ કઈ બીજાઓને આપી શકે. કાઇ કાઇ ઉદારાત્માઓ આ રીતે પણ પોતાના ધનને થોડેઘણે સદુપયોગ કરે છેજ: પરંતુ દેશની વર્તમાન દશા તરફ જોતાં આ પ્રકાર સર્વત્ર મોટા પ્રમાણમાં ચાલુ થઈ એક ઉમદા સામાજિક રૂઢિરૂપે બનવો જોઇએ. સારામાઠા પ્રસંગે ઉપર માત્ર થોડાક વધુ ખર્ચથી ( કે થોડુંક ઘી ઓછું વાપરીને પણું ) શારીરિક ખાનપાન ઉપરાંત એવા માનસિક ખોરાકની પત્રાવલિરૂપ ઉમદા પુસ્તકો પણ પ્રત્યેક મહેમાન, પડોશી, સગાં, કુટુંબી, મિત્ર, જ્ઞાતિબંધુ, બ્રાહ્મણ, વિદ્યાર્થીઓ વગેરેને ભેટ અપાય, • તો તે તેમને માટે ગમે તેવાં મિષ્ટાન અને બીજી વસ્તુઓ કરતાં ઘણુ જ વધારે ઉપકારક થાય એ ખુલ્લું છે. ઈચ્છા હોય તે “અમુક પ્રસંગ અથવા વ્યક્તિના સ્મરણનિમિત્ત અમુક તરફથી ભેટ” કે એવું કાંઇ મુખપૃષ્ઠપર છપાવીને, કે રબરસ્ટાંપથી છાપીને અથવા હાથવડે લખીને તેવી ભેટ આપવાથી તે પ્રસંગ અથવા વ્યક્તિના સ્મારકને હેતુ પણ સારી રહે છે. | સાહિત્યદ્વારા નીકળેલાં અથવા બીજા જે પણ પિતાને પસંદ પડે છે તે લોકોપકારક પુસ્તકે પિતાને ત્યાં આવતા પ્રત્યેક નાનામોટા પ્રસંગે વહેચીને ધનનો સદુપયોગનું તેમજ જ્ઞાન જેવી સર્વોપરી વસ્તુના પ્રચારનું શ્રેય દરેક સમજુ મનુષ્ય મેળવવું ઉચિત છે. ક્ટથી ખર્ચ કરવા ઇચ્છનાર સજજન ધારે તે કોઈ એક ઉપકારક પુસ્તકની ખાસ આવૃત્તિ છપાવીને પણ વહેંચી-વહેંચાવી શકે; અને મધ્યમ કે ઓછો ખર્ચ કરવાનું હોય તો પિતાને ૫સંદ પડે તેવા કોઈએક ઉત્તમ પુસ્તકની સામટી પ્રત ખરીદીને તેની લહાણી કરી શકે. જે એકથી વધુ જાતનાં સારાં સારાં પુસ્તકો લીધાં હોય તે ભેટ લેનારને તેમાંથી પોતાને મનગમતું પુસ્તક ઉપાડી લેવાની સગવડ પણ આપી શકાય. માત્ર પાંચ-દશ રૂપિયાજ આ રસ્તે ખર્ચવા હોય તે પણ ગીતાનો ૧૮ મે અધ્યાય અથવા તો બીજી કોઈ સારી બસે-ચાર પુસ્તિકાઓની લહાણી વહેંચી શકાય. છેવટે એકાદ રૂપિયા ખર્ચ હોય તો તેટલાવડે પણ ધર્મગ્રંથોમાંની અથવા બીજી સરકારક શિખામણોનાં સે-બસો હસ્તપત્ર સુખેથી વહેંચી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 432