Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ હુંફાળો આવકાર જૈનદર્શન-પરિચયશ્રેણીની બીજી શ્રેણી પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સરળ અને પ્રવાહી શૈલીમાં ધર્મ વિષેની સાચી સમજ કેળવાય તે રીતે જૈનદર્શનની વ્યાપક ભાવનાઓ આપવાનો અમે પ્રયાસ કર્યો છે. જૈનદર્શનનાં અનેકવિધ પાસાંઓ અને એ ભવ્ય શાશ્વત દર્શનથી પોતાનું જીવનઘડતર કરનારી વિભૂતિઓનો પરિચય આપવાનો હેતુ અહીં રખાયો છે. આ યોજના અન્વયે પચાસ પુસ્તકો પ્રગટ કરવાનો અમારો આશય છે. અમને જણાવતા આનંદ થાય છે કે આ પ્રકાશનમાં ટોરન્ટ લેબોરેટરીઝના સેવાભાવી અગ્રણી શ્રી યુ.એન. મહેતાનો સાથ અને સહકાર સાંપડ્યો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ જેવી સંસ્થાઓએ આ પ્રવૃત્તિમાં અમને હૂંફ આપી છે. માનવજાતિને પ્રેરણા આપનારા ધર્મતત્ત્વની સાચી સમજ આપનારા તત્ત્વની આજે ખૂબ જરૂર છે. આજે ધર્મની ઘણી વાતો થાય છે. ક્રિયાઓ અને ઉત્સવો થાય છે. ક્યાંક રૂઢિ અને પરંપરાઓના જડ ચોકઠામાં ધર્મને સંકુચિત બનાવી દેવામાં આવ્યો છે, તો ક્યાંક ધર્મ સ્વાર્થી હેતુ માટેનું સાધન બની ગયો છે ત્યારે ધર્મપુરુષોનું જીવન અને માવનતાનાં મૂલ્યો પ્રગટાવતી જનદર્શન-પરિચયશ્રેણી સહુને ગમી જશે તેવી શ્રદ્ધા છે. પ્રથમ શ્રેણીને જે સુંદર આવકાર મળ્યો છે એથી અમારી આ પ્રવૃત્તિને નવો વેગ મળ્યો છે. પ્રકાશક (પ્રથમ આવૃત્તિમાંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90