________________
अर्थ : कदाचित् कोई समर्थ व्यक्ति स्वयंभूरमण समुद्र के (साधिक तीन रज्जु विस्तार परिधिवाले) पानी को अंजलि से माप सकता है । शीघ्रगति से प्रचण्ड वायु के वेग को भी जीत सकता है । पैदल चलकर लोकालोकरूप आकाश को भी पार कर सकता है परन्तु वह प्रभुता को कदापि गिन नहीं सकता । यह असंभवित दृष्टांत प्रभु की अनन्तता कितनी अनन्त एवं अगम्य है । यह बताने के लिए ही दिया गया है ।
અર્થ : કદાચ કોઈ સમર્થ વ્યક્તિ સ્વયંભૂરમણ સમુદ્રના (સાધિક ત્રણ રજ્જા વિસ્તાર પરિધિવાળા) પાણીને અંજલિથી માપી શકે, શીધ્ર ગતિથી પ્રચંડ વાયુના વેગને પણ જીતી શકે કે પગે ચાલીને લોકાલોકરૂપ આકાશને પણ ઓળંગી જાય છતાં તે પ્રભુની પ્રભુતાને કદાપિ ગણી શકે નહિ. આ અસંભવિત દૃષ્ટાંત પ્રભુની અનંતતા કેટલી અનંત અને અગમ્ય છે, તે સમજાવવા પૂરતું જ છે.
સ્વો. બાલાવબોધ : ત્યાં દૃષ્ટાંત(૧) જેમ ચરમ કેતાં છેલ્લો, જેની સાધિક તીન રજૂ બાહ્ય પરિધિ છે એહવો જલધિ કેતાં સ્વયંભૂરમણ સમુદ્ર, તેહનું પ્રબલ જલ, | તેને કોઈ અંજલિમેં મિણે માપી શકે. અથવા, (૨) કોઈ એવો પણ હોય જે અત્યંત પ્રલય કાલના મોટા વાયરાની ગતે જીપે ચાલે. તથા, (૩) કોઈ અનંતા લોકાલોકમલી સર્વ આકાશ, તેને ચરણે કેતાં પગે કરી ઓલશે.
એહવો તો કોઈ હોય નહીં પરંતુ દૃષ્ટાંત માત્ર દીધો છે, જે એહવા શક્તિમતથી પણ નિષ્પન્ન શ્રી સિદ્ધ પરમેશ્વરની જે પ્રભુતા તે ક્ષયોપશમ-શક્તિવાલાથી ગણી જાય નહીં. અને, શ્રી વીતરાગ સર્વજ્ઞની પ્રભુતા સંપૂર્ણ જ્ઞાની જાણે પરંતુ તે પણ વચન-યોગે કહિ શકે નહીં, તે માટે અનંત છે.
| | ત્તિ દ્વિતીયથાર્થ: || ૨ ||
सर्वद्रव्य प्रदेश अनंता, तेहथी गुण पर्याय जी। तास वर्गथी अनंतगुणुं प्रभु, केवलज्ञान कहाय जी
રોહરો
अर्थ : जगत् में जीवादि द्रव्य अनन्त हैं । उनसे प्रदेश अनन्त हैं । प्रदेशों से गुण अनन्त हैं और गुणों से पर्याय अनन्त हैं । उनका वर्ग करने से जो अनन्त-राशि प्राप्त होती है उस अनन्त-राशि से भी प्रभु का केवलज्ञान अनन्तगुण अधिक-विशाल है। | અર્થ : જગતમાં જીવાદિ દ્રવ્યો(પદાર્થો) અનંતા છે, તેનાથી પ્રદેશો અનંતા છે, પ્રદેશથી ગુણો અનંતા છે અને ગુણોથી પણ પર્યાયો અનંતા છે. તેનો વર્ગ કરવાથી જે અનંત-રાશિ પ્રાપ્ત થાય, તે અનંત-રાશિથી પણ પ્રભુતાનું કેવલજ્ઞાન અનંતગણું અધિક-વિશાળ છે.
સ્વ. બાલાવબોધ : હવે તે અનંતતા કહે છે
સર્વ જીવ દ્રવ્ય તથા અજીવ દ્રવ્ય અનંતા છે, તેથી સર્વ દ્રવ્યના પ્રદેશ અનંતા છે. તેમાં આકાશ-પ્રદેશની અનંતતા અતિ મોટી છે, તેહથી વલી ગુણની અનંતતા ઘણી જ મોટી છે, તેહથી વલી પર્યાય અનંત ગુણા છે. એ અધિકાર અલ્પ-બહુત્વ પદથી જોઈ લેજો. | યદ્યપિ પર્યાય જે છે તે મૂલ-ધર્મે ગુણથી ભિન્ન નથી, વસ્તુમાં પર્યાય પરિપાટી છે. તે પર્યાયનો સમૂહ મલી એક કાર્ય કરે- તે પ્રવૃત્તિને ગુણ કહે છે, પરંતુ પર્યાયની જ પ્રવૃત્તિ છે અને દ્રવ્ય તે આધાર છે.
પરંતુ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-કાર્યભટૅ પર્યાયથી ગુણ ભિન્ન છે. તે માટે ગુણની ભિન્ન વ્યાખ્યા ઉત્તરાધ્યયનાદિ સૂત્રે છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨ ૦૯