Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 468
________________ ૨ (૧૫) ચોવીસમા સ્તવનનો સાર.. મોક્ષનો પ્રધાન હેતુ જિન-ભક્તિ છે. આ સર્વ સિદ્ધાંતોનું સાર-ભૂત વચન છે. જ્ઞાની પુરુષો મુક્તિ કરતાં પણ પ્રભુ-ભક્તિને હૃદયમાં અધિક સ્થાન આપે છે. ભક્તિનું મહત્ત્વ અધિક આંકે છે તેની પાછળ પણ આ જ હેતુ રહેલો છે. કહ્યું છે કે, ‘ભક્તિ મુક્તિને ખેંચી લાવે છે, લોહ-ચુંબક જેમ લોઢાને આકર્ષે છે તેમ.” આ સ્તવનમાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન કરવાના મુખ્ય મુદ્દાઓ બતાવ્યા છે. તેમાં, સૌ પ્રથમ ભક્તિ પ્રગટ કરવા માટે સ્વદુષ્કૃત-ગહગર્ભિત પ્રાર્થનાની અત્યંત આવશ્યક્તા છે. | સ્વામી-સેવકભાવની ભક્તિ વિના ‘પરા-ભક્તિ' પ્રગટ થઈ શકતી નથી. માટે ભક્તિમાં પ્રથમ સેવકે પોતાના દોષો(દુર્ગુણો)નું સ્વામી સન્મુખ નિખાલસ-નિષ્કપટ ભાવે નિવેદન કરવું જોઈએ. અજ્ઞાન અવસ્થામાં થઈ ગયેલી ભૂતકાલીન ભૂલોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. ગદ્ગદિત હૃદય અને એશ્ન ઝરતી આંખે થતી પ્રભુ-પ્રાર્થના એ અઢળક પાપ-પુંજોને પણ આત્મ-પ્રદેશોમાંથી ખસેડી બહાર ઠાલવે છે અને સંતપ્ત હૃદયને શાંત બનાવે છે. વર્તમાન અવિરતિ, મિથ્યાત્વ, પ્રમાદ અને કષાયાદિને વશ થઈ જે કંઈ પણ મન, વચન અને કાયાથી અશુભ-આચરણ થઈ ગયું હોય તે બદલ પણ સખેદ પશ્ચાત્તાપ કરવાપૂર્વક પ્રભુ પાસે ક્ષમાયાચના કરવી જોઈએ. - આ-લોક કે પર-લોકમાં પોગલિક સુખ મેળવવા માટે કે યશ-કીર્તિની કામનાથી આત્મ-સ્વરૂપના લક્ષ્ય વિના કરાતા ધર્મના આચરણથી કે ધર્મ-શાસ્ત્રોના અભ્યાસથી પણ આત્મ-વિકાસ સાધી શકાતો નથી. માટે એક મોક્ષ-પ્રાપ્તિના ધ્યેયથી જ સમ્યક-ક્રિયા કે શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. શ્રી અરિહંત પરમાત્માનું શાસન જ જીવને શિવ(સિદ્ધ) બનાવવામાં સમર્થ છે. એવી દૃઢ શ્રદ્ધા કેળવવી જોઈએ. અનુપમ મુક્તિ-સુખને આપનાર આ જિન-શાસનને પામીને પણ જો આપણી આત્મશુદ્ધિ ન થતી હોય તો એમાં આપણા પુરુષાર્થની જ ખામી છે અને એ ખામીને દૂર કરવા માટે પ્રભુ-પ્રાર્થના પ્રેરક બની આપણને મહાન બળ પૂરું પાડે છે. આત્માના શુદ્ધ-સ્વરૂપને પ્રગટ કરવાનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે : પ્રભુની ઓળખાણ, પ્રભુની સેવા, સમ્યગુ-દર્શન, યથાર્થ-જ્ઞાન, સ્વરૂપ-રમણતારૂપ ચારિત્ર, તત્ત્વ-એકાગ્રતારૂપ તપ અને વીર્ષોલ્લાસ વગેરે અર્થાત્ અરિહંત પરમાત્માની યથાર્થ ઓળખાણ કરવા પૂર્વક તેમની સેવા કરવાથી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે અને ગુણોની પૂર્ણતા એ જ મોક્ષ છે. આ રીતે વિચારતાં સમજી શકાય છે કે, મુક્તિનું મૂળ જિન-ભક્તિ(સેવા) છે અને ભક્તિનું મૂળ પ્રભુ-પ્રાર્થના છે. તેથી જ ભક્ત-ભાવુક આત્માઓ સદા ભાવ-ભીના હૈયે અને ગદ્ગદ્ સ્વરે પ્રભુ સન્મુખ પ્રાર્થના કરતાં કહેતા હોય છે કે, હે પ્રભુ ! કરુણા-સિંધુ વિભુ ! મારામાં ભવ-સાગર તરવાની જરાય તાકાત નથી. મારાં દુષ્ટ આચરણો જોતાં હું ભવનો પાર પામી શકીશ કે કેમ ? એ શંકા છે છતાં આપનું તારક બિરુદ સાંભળી હું આપના ચરણોમાં દોડી આવ્યો છું. એટલે કે, આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ આ દીન-દુઃખી, અસહાય સેવકને ભીષણ ભવ-સાગરથી ઉગારી લેજો અથવા તેને તરવાની શક્તિ પ્રદાન કરજો. જેથી સર્વ સાધનાઓને સિદ્ધ કરી અને સિદ્ધતાને પ્રાપ્ત કરી આ સેવક સદા માટે આપના સમાગમને મેળવી શકે. ખરેખર ! સાચા ભક્તાત્માની આ જ અંતિમ અભિલાષા હોય છે. આ ચોવીસીના કર્તા ‘શ્રીમદ્ દેવચંદ્રજી' પાઠક મહોદયે પણ ચોવીસી સમાપ્ત કરતાં પ્રભુ પાસે પોતાની અભિલાષા આ જ રીતે વ્યક્ત કરી છે..! ગ્રંથ-કર્તા જિનાગમોનાં ઊંડાં-અગાધ રહસ્યોના મહાન જ્ઞાતા હોવા છતાં નમ્ર-ભાવે પોતાની લઘુતા દર્શાવવાપૂર્વક કહે છે કે – “મેં મારા અલ્પ-જ્ઞાન મુજબ પરમેશ્વરની સ્તવના(ગુણ-ગ્રામ) કરી છે. તેમાં જે કંઈ યથાર્થ હોય તે પ્રમાણભૂત છે અને જે કંઈ અયથાર્થ હોય તે મારી મતિ-મંદતાને કારણે છે. તે ક્ષતિઓ બદલ ‘મિચ્છામિ દુક્કડ'. ગીતાર્થ પુરુષો-ગુણી પુરુષો પરગુણ-ગ્રાહી હોય છે અને બીજાના દોષો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે. ભદ્રક-ભાવે કરેલી આ રચનામાં જે કંઈ અલના-ક્ષતિ થઈ હોય તેને એ મહાપુરુષો ક્ષમ્ય કરે એવી પ્રાર્થના કરું છું.* * વૌવીસ તવન I સાર... मोक्ष का प्रधान साधन जिनभक्ति है, यह सब सिद्धान्तों का सारभूत वचन है । ज्ञानीपुरुष मुक्ति की अपेक्षा भी प्रभुभक्ति को हृदय में अधिक स्थान देते हैं । भक्ति के महत्त्व को ज्यादा आंकते हैं, इसके पीछे भी यही हेतु रहा हुआ है । भक्ति, मुक्ति को उसी तरह खींच लाती है जैसे लोह-चुम्बक लोहे को खींच लाता है। इस स्तवन में शुद्ध-भक्ति उत्पन्न करने के मुख्य मुद्दे बताये हैं । उनमें सर्वप्रथम भक्ति प्रकट करने के लिए स्वदुष्कृतगर्हागर्भित प्रार्थना की अत्यन्त आवश्यकता है । स्वामी-सेवकभाव की भक्ति के बिना परा-भक्ति प्रकट नहीं हो सकती अत: भक्ति में सर्वप्रथम सेवक को स्वामी के सन्मुख शुद्धहृदय एवं निष्कपट-भाव से अपने दोषों का प्रकटीकरण करना चाहिए । Jain Education International w ine brary.org For Parsonal & Povate Use Only ૪૬૪

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510