________________
૨ (૧૫)
ચોવીસમા સ્તવનનો સાર.. મોક્ષનો પ્રધાન હેતુ જિન-ભક્તિ છે. આ સર્વ સિદ્ધાંતોનું સાર-ભૂત વચન છે.
જ્ઞાની પુરુષો મુક્તિ કરતાં પણ પ્રભુ-ભક્તિને હૃદયમાં અધિક સ્થાન આપે છે. ભક્તિનું મહત્ત્વ અધિક આંકે છે તેની પાછળ પણ આ જ હેતુ રહેલો છે. કહ્યું છે કે, ‘ભક્તિ મુક્તિને ખેંચી લાવે છે, લોહ-ચુંબક જેમ લોઢાને આકર્ષે છે તેમ.”
આ સ્તવનમાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન કરવાના મુખ્ય મુદ્દાઓ બતાવ્યા છે. તેમાં, સૌ પ્રથમ ભક્તિ પ્રગટ કરવા માટે સ્વદુષ્કૃત-ગહગર્ભિત પ્રાર્થનાની અત્યંત આવશ્યક્તા છે. | સ્વામી-સેવકભાવની ભક્તિ વિના ‘પરા-ભક્તિ' પ્રગટ થઈ શકતી નથી. માટે ભક્તિમાં પ્રથમ સેવકે પોતાના દોષો(દુર્ગુણો)નું સ્વામી સન્મુખ નિખાલસ-નિષ્કપટ ભાવે નિવેદન કરવું જોઈએ. અજ્ઞાન અવસ્થામાં થઈ ગયેલી ભૂતકાલીન ભૂલોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરવો જોઈએ.
ગદ્ગદિત હૃદય અને એશ્ન ઝરતી આંખે થતી પ્રભુ-પ્રાર્થના એ અઢળક પાપ-પુંજોને
પણ આત્મ-પ્રદેશોમાંથી ખસેડી બહાર ઠાલવે છે અને સંતપ્ત હૃદયને શાંત બનાવે છે. વર્તમાન અવિરતિ, મિથ્યાત્વ, પ્રમાદ અને કષાયાદિને વશ થઈ જે કંઈ પણ મન, વચન અને કાયાથી અશુભ-આચરણ થઈ ગયું હોય તે બદલ પણ સખેદ પશ્ચાત્તાપ કરવાપૂર્વક પ્રભુ પાસે ક્ષમાયાચના કરવી જોઈએ.
- આ-લોક કે પર-લોકમાં પોગલિક સુખ મેળવવા માટે કે યશ-કીર્તિની કામનાથી આત્મ-સ્વરૂપના લક્ષ્ય વિના કરાતા ધર્મના આચરણથી કે ધર્મ-શાસ્ત્રોના અભ્યાસથી પણ આત્મ-વિકાસ સાધી શકાતો નથી. માટે એક મોક્ષ-પ્રાપ્તિના ધ્યેયથી જ સમ્યક-ક્રિયા કે શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. શ્રી અરિહંત પરમાત્માનું શાસન જ જીવને શિવ(સિદ્ધ) બનાવવામાં સમર્થ છે. એવી દૃઢ શ્રદ્ધા કેળવવી જોઈએ. અનુપમ મુક્તિ-સુખને આપનાર આ જિન-શાસનને પામીને પણ જો આપણી આત્મશુદ્ધિ ન થતી હોય તો એમાં આપણા પુરુષાર્થની જ ખામી છે અને એ ખામીને દૂર કરવા માટે પ્રભુ-પ્રાર્થના પ્રેરક બની આપણને મહાન બળ પૂરું પાડે છે.
આત્માના શુદ્ધ-સ્વરૂપને પ્રગટ કરવાનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે :
પ્રભુની ઓળખાણ, પ્રભુની સેવા, સમ્યગુ-દર્શન, યથાર્થ-જ્ઞાન, સ્વરૂપ-રમણતારૂપ ચારિત્ર, તત્ત્વ-એકાગ્રતારૂપ તપ અને વીર્ષોલ્લાસ વગેરે અર્થાત્ અરિહંત પરમાત્માની યથાર્થ ઓળખાણ કરવા પૂર્વક તેમની સેવા કરવાથી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે અને ગુણોની પૂર્ણતા એ જ મોક્ષ છે.
આ રીતે વિચારતાં સમજી શકાય છે કે, મુક્તિનું મૂળ જિન-ભક્તિ(સેવા) છે અને ભક્તિનું મૂળ પ્રભુ-પ્રાર્થના છે. તેથી જ ભક્ત-ભાવુક આત્માઓ સદા ભાવ-ભીના હૈયે અને ગદ્ગદ્ સ્વરે પ્રભુ સન્મુખ પ્રાર્થના કરતાં કહેતા હોય છે કે, હે પ્રભુ ! કરુણા-સિંધુ વિભુ ! મારામાં ભવ-સાગર તરવાની જરાય તાકાત નથી. મારાં દુષ્ટ આચરણો જોતાં હું ભવનો પાર પામી શકીશ કે કેમ ? એ શંકા છે છતાં આપનું તારક બિરુદ સાંભળી હું આપના ચરણોમાં દોડી આવ્યો છું.
એટલે કે, આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ આ દીન-દુઃખી, અસહાય સેવકને ભીષણ ભવ-સાગરથી ઉગારી લેજો અથવા તેને તરવાની શક્તિ પ્રદાન કરજો. જેથી સર્વ સાધનાઓને સિદ્ધ કરી અને સિદ્ધતાને પ્રાપ્ત કરી આ સેવક સદા માટે આપના સમાગમને મેળવી શકે. ખરેખર ! સાચા ભક્તાત્માની આ જ અંતિમ અભિલાષા હોય છે. આ ચોવીસીના કર્તા ‘શ્રીમદ્ દેવચંદ્રજી' પાઠક મહોદયે પણ ચોવીસી સમાપ્ત કરતાં પ્રભુ પાસે પોતાની અભિલાષા આ જ રીતે વ્યક્ત કરી છે..!
ગ્રંથ-કર્તા જિનાગમોનાં ઊંડાં-અગાધ રહસ્યોના મહાન જ્ઞાતા હોવા છતાં નમ્ર-ભાવે પોતાની લઘુતા દર્શાવવાપૂર્વક કહે છે કે –
“મેં મારા અલ્પ-જ્ઞાન મુજબ પરમેશ્વરની સ્તવના(ગુણ-ગ્રામ) કરી છે. તેમાં જે કંઈ યથાર્થ હોય તે પ્રમાણભૂત છે અને જે કંઈ અયથાર્થ હોય તે મારી મતિ-મંદતાને કારણે છે. તે ક્ષતિઓ બદલ ‘મિચ્છામિ દુક્કડ'.
ગીતાર્થ પુરુષો-ગુણી પુરુષો પરગુણ-ગ્રાહી હોય છે અને બીજાના દોષો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે. ભદ્રક-ભાવે કરેલી આ રચનામાં જે કંઈ અલના-ક્ષતિ થઈ હોય તેને એ મહાપુરુષો ક્ષમ્ય કરે એવી પ્રાર્થના કરું છું.* *
વૌવીસ તવન I સાર... मोक्ष का प्रधान साधन जिनभक्ति है, यह सब सिद्धान्तों का सारभूत वचन है । ज्ञानीपुरुष मुक्ति की अपेक्षा भी प्रभुभक्ति को हृदय में अधिक स्थान देते हैं । भक्ति के महत्त्व को ज्यादा आंकते हैं, इसके पीछे भी यही हेतु रहा हुआ है ।
भक्ति, मुक्ति को उसी तरह खींच लाती है जैसे लोह-चुम्बक लोहे को खींच लाता है।
इस स्तवन में शुद्ध-भक्ति उत्पन्न करने के मुख्य मुद्दे बताये हैं । उनमें सर्वप्रथम भक्ति प्रकट करने के लिए स्वदुष्कृतगर्हागर्भित प्रार्थना की अत्यन्त आवश्यकता है । स्वामी-सेवकभाव की भक्ति के बिना परा-भक्ति प्रकट नहीं हो सकती अत: भक्ति में सर्वप्रथम सेवक को स्वामी के सन्मुख शुद्धहृदय एवं निष्कपट-भाव से अपने दोषों का प्रकटीकरण करना चाहिए ।
Jain Education International
w
ine brary.org
For Parsonal & Povate Use Only
૪૬૪