________________
(૭) એ સ્થાનાનું કારણ પામી તત્ત્વરુચિ-તત્ત્વરમણી થઈને જે શુદ્ધ શુક્લધ્યાનમાં પરિણમે, તે સંપૂર્ણ નિમિત્ત-કારણતા પામીને
ઉપાદાનની પૂર્ણ કારણતા નીપની. તે ‘એવંભૂત-નય’ નિમિત્ત-કારણપણું છે. એટલે નિમિત્ત-કારણનો એ ધર્મ છે, જે-ઉપાદાનને
કારણપણે પમાડે અને ઉપાદાન-કારણ, તે કાર્યપણે નીપજે. એ રીત છે. તેથી, જિન-પ્રતિમા તે મોક્ષનું નિમિત્ત-કારણ છે. તે નિમિત્ત કારણપણું સાત નયે છે. તેમાં –
શથંભવાદિકને ‘શબ્દ-નય’ સીમ કારણ થયું અને પુણ્ય-રુચિને ‘વ્યવહાર-નય’ સીમ નિમિત્ત-કારણપણું થાય. તથા, માર્ગાનુસારીસમકિતીની આઠ દૃષ્ટિ જે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં કહી છે, તેમાંની આદિની ચાર દૃષ્ટિવાલાને ‘, જુસૂત્ર-નય’ સીમ નિમિત્ત-કારણપણું થાય છે. અને, પુણ્યાત્યાદિકને એ જિન-પ્રતિમા સંપૂર્ણ ‘એવંભૂત-નર્દે’ કારણરૂપ થઈ દેખાય છે.
તેવારેં ઈહાં ભાવનામેં એ થયું જે
થાપનાને વિષે સંપૂર્ણ સાત નયરૂપ નિમિત્ત-કારણતા છે. પછી, કાર્યનો કર્તા જિહાં સુધી એહને નીપજાવે, તેટલો નીપજે. તેથી, એ સગ-નય કેતાં સાતે નર્યો કરી કારણ-ઠાણી કેતાં નિમિત્ત-કારણપણાનું સ્થાનક છે.
તે થાપના શ્રી અરિહંત-પદની ભૂલ તો દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપાવંત છે, પરંતુ નિમિત્ત-કારણના ચાર નિક્ષેપા સાત નય સંયુક્ત છે. उक्तं च"निमित्तस्यापि सप्तप्रकारत्वं नयप्रकारेण निमित्तस्य द्वैविध्यं द्रव्यभावात् ।
तथोपादानस्यापि सप्तप्रकारत्वं नयोपदेशात् ।।"
અર્થઃ નિમિત્ત(કારણ) પણ સાત પ્રકારનું છે. નયના પ્રકારથી નિમિત્ત(કારણ)નું દ્રવ્યથી અને ભાવથી એમ બે વિભાગ છે તથા નયના ઉપદેશથી ઉપાદાન(કારણ) પણ સાત પ્રકારનું છે.
નો મદામનવં II” તિ વધનાત્ II અર્થ : નય વગરનું કોઈ નામ નથી. "नस्थि नएहिं विहूणं, सुत्तं अत्यो य जिणमए किंचि ।
વાસM ૩ સીયાર, નવે નવસારનો નૂગા || 9 ||'' રૂતિ || (વિ.મ.TI,૨૨૭૭)
અર્થ : જિન-મતમાં કોઈ પણ સૂત્ર અને અર્થ નયોથી રહિત નથી, પરંતુ નય-વિશારદો (યોગ્ય) શ્રોતાઓને પ્રાપ્ત કરીને (જ) નયને વર્ણવે છે.
માટે, નિમિત્તપણે સ્થાપના કેતાં જિન-પ્રતિમા અને જિનજી કેતાં શ્રી અરિહંત, બેહુ સમાન કેતાં તુલ્યત્વ છે એટલે વિચરતા અરિહંત તથા તેમની સ્થાપના જે મૂર્તિ, તે બહુ સમાન કેતાં બરોબર છે.
તેથી, વિચરતા અરિહંત તથા તેમની સ્થાપના, એ બે સાધક જીવને નિમિત્ત-કારણ છે પણ ઉપાદાન નથી, સર્વમાં નિમિત્તતા છે.
એ આગમ કેતાં સિદ્ધાંતની વાણી છે. જે- અરિહંતને વાંદ્યાનું તથા અરિહંતની પ્રતિમાને વાંદવાનું ફલ સિદ્ધાંતમાં સરખું કહ્યું છે. માટે સમાન છે.
|| ત પશ્ચમથાર્થઃ || ૬ ||
www.jainelibrary.org
Jain Education Intemational
For Personal & Private Use Only
૩૦૯