________________
તે મુઝાત્મા તુજથીની છે, माहरी संपदा सकल मुझ संपते। तेणें मन मंदिरेधर्म प्रभुध्याइयें, અઢાંતિ પિવિપાર્થે
પશol
अर्थ : इस प्रकार अरिहन्त परमात्मा के आलंबन से मेरा आत्मतत्त्व प्रकट होता है । मेरी सत्तागत आत्म-लक्ष्मी प्राप्त होती है । ऐसा जानकर जो मुमुक्षु आत्मा अपने मन-मन्दिर में सदा धर्मनाथ प्रभु का ध्यान करते हैं, वे देवों में चन्द्र समान निर्मल निज सिद्धि-सुख को प्राप्त करते हैं ।
અર્થ : આ રીતે, અરિહંત પરમાત્માના આલંબનથી મારું આતમ-તત્ત્વ પ્રગટ થાય છે. મારી સત્તા-ગત આત્મ-લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એમ જાણીને જે મુમુક્ષુ આત્મા પોતાના મન-મંદિરમાં સદા ધર્મનાથ પ્રભુનું ધ્યાન કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ નિજ સિદ્ધિ-સુખને પામે છે.
સ્વો. બાલાવબોધઃ તેથી, હે દેવ ! હે શ્રી વીતરાગ ! તુમારેં નિમિત્તે માહારો તત્ત્વ નીપજે. બીજો કોઈ ઉપાય દેખાતો નથી. માહરા આત્માનું સિદ્ધપણું તે તાહારા સ્વરૂપને અવલંબે નીપજે. માહરો અનંત ગુણ-પર્યાયરૂપ સ્વકર્તાપણું, સ્વ-ભોક્તાપણું, સ્વરૂપ-ઐશ્વર્ય સર્વ જે મોહાધીન-કર્માવૃત્ત છે, તે મુને સંપજેજડે એટલે હું માહારી અરૂપી સત્તા-ગત તત્ત્વ-સંપદાનો ધણી તથા ભોગી અવિનાશીપણે થાઉં. એ પ્રભુજીનો પરમ ઉપકાર જાણું.
તે કારણે, મન-મંદિરને વિષે શ્રી ધર્મનાથ પ્રભુને થાઈઍ. ક્ષણ એક બીજી ઉપાધિ ચિંતવિએ નહીં. એ પ્રભુના ગુણ તથા ઉપગારનું બહુમાને ધ્યાન કરિયેં. નવા સાધકને એહિ જ આધાર છે. | તેવારે, પરમ ઉત્કૃષ્ટ દેવ જે સ્વરૂપ-રમણી મુનિ, તેહમાં ચંદ્રમા સમાન જે પરમાત્મ-પદરૂપ નિજ કેતાં પોતાનું સિદ્ધિ કેતાં નિષ્પન્ન-સુખ અવ્યાબાધાદિક, તેને પાઈયેં કેતાં પામિર્કે. એહી જ મોક્ષનો ઉપાય છે. તે માટે, શ્રી અરિહંતનું સેવન નિરનુષ્ઠાનપણ કરવું.
|| તિ સુશTયાર્થ: // ૧૦ // || ત્તિ પન્નશન શ્રી ધર્મઝન સ્તવનમ્ / ૧૧ ||
પંદરમા સ્તવનનો સાર.. આ સ્તવનમાં સામાન્ય-સ્વભાવના અને વિશેષ-સ્વભાવનાં લક્ષણો બતાવી અધ્યાત્મ- સાધનામાં તેનો ઉપયોગ કરવાની ચાવી-રીત બતાવવામાં આવી છે.
(૧) સામાન્ય-સ્વભાવ ? એ પદાર્થ-દ્રવ્યનો મૂલ-ધર્મ છે. તે સદા નિરાવરણ હોય છે તેને કદી કર્મ સ્પર્શતાં નથી. તે સર્વ દ્રવ્યોમાં હોય છે. તેનું લક્ષણ છે- “નિત્ય, નિરવયવ, એક, અક્રિય અને સર્વ-ગત. | દા.ત. નિયતા એ સામાન્ય-સ્વભાવ છે. કારણ કે, તે નિત્યપણું સદા હોય છે, તે એક જ છે, તેને પ્રદેશરૂપ અવયવ નથી, તે જાણવા વગેરેની ક્રિયા કરતું નથી અને તે સર્વ દ્રવ્યમાં, પ્રદેશમાં, ગુણમાં, પર્યાયમાં વ્યાપક હોય છે. માટે તેને સામાન્ય-સ્વભાવ કહે છે. એ જ રીતે, અસ્તિતા સદા હોય છે, તે એક જ છે, તેને અવયય નથી તેમ જ, સર્વમાં વ્યાપક છે. તેથી સામાન્ય-સ્વભાવ છે.
(૨) ‘વિશેષ-સ્વભાવ’ : જે અનિત્ય, સાવયવ, અનેક, સક્રિય અને સર્વ-ગત ન હોય, તે વિશેષ-સ્વભાવ છે. દા.ત. જ્ઞાનાદિ ગુણો.
સામાન્ય-વિશેષસ્વભાવમય સર્વ પદાર્થ હોય છે. દ્રવ્યમાં સામાન્ય-સ્વભાવ વિના વસ્તુની સત્તા ન ઘટે અને તેમાં વિશેષ-સ્વભાવ વિના કાર્ય ન થાય, પર્યાયની પ્રવૃત્તિ ન થાય. માટે, ‘સામાન્ય-સ્વભાવ' વિના વિશેષ રહી શક્તો નથી અને વિશેષ-સ્વભાવ વિના સામાન્ય રહી શક્તો નથી. તેથી, આત્મ-સાધનામાં પણ તે બંનેની સમાન ઉપયોગિતા છે. નય-ભેદે તેનો વિવેક અને ભૂમિકા અનુસાર તેનો પ્રયોગ કરવામાં આવે તો તે મહાન લાભદાયક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
૨૯૬
www.jainelibrary.org