________________
(३) कर्तृता : आत्मा में कर्तृत्व स्वभाव है । उसके सर्व प्रदेश एक साथ मिलकर कार्य-प्रवृत्ति करते हैं जबकि अन्य द्रव्यों के प्रति प्रदेश में ___ अलग-अलग कार्य होता है अतः उनमें कर्तृता स्वभाव नहीं है । (४) रमणता : स्वगुण-पर्याय में रमण करना, यह आत्मा का रमणता स्वभाव है । (५) पारिणामिकता : शुद्ध स्वप्रदेशता अर्थात् प्रदेशों की पूर्ण शुद्धता होना । (६) तत्त्व-चैतन्यता : तत्त्व अर्थात् आत्मा, उसमें चेतना का होना उसका विशेष स्वभाव है । (७) व्याप्य-व्यापकता : आत्मा व्यापक है। उसके ज्ञानादि गुण व्याप्य है, अत: आत्मा में व्याप्य-व्यापकभाव है। (८) ग्राह्य-ग्राहकता : खगुण ग्राह्य हैं और आत्मा ग्राहक है, अत: आत्मा में ग्राह्य-ग्राहक भाव है । इसी प्रकार स्व-स्वामित्वादि आत्मा के विशेष स्वभाव भी जान लेने चाहिए । અર્થ : વિશેષ-સ્વભાવ દરેક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન હોય છે. જીવ દ્રવ્યનાં કેટલાક ‘વિશેષ-સ્વભાવો'નું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) આવિર્ભાવતા : જ્ઞાનાદિ ગુણોનું પ્રગટ થવું, તે ‘આવિર્ભાવતા-સ્વભાવ' છે. (૨) ભોગ્યતા કે ભોક્નતા : સમગ્ર શુદ્ધ ગુણોની ‘ભોગ્યતા’ છે અને આત્મા તે શુદ્ધ ગુણનો ભોક્તા છે, માટે તેનો ‘ભોક્નતા
સ્વભાવ’ છે. (૩) કર્દ્રતા : આત્મા કતા-સ્વભાવવાળો છે, તેના સર્વ પ્રદેશો એકસાથે મળીને કાર્ય-પ્રવૃત્તિ કરે છે, જ્યારે બાકીનાં દ્રવ્યોમાં પ્રદેશ
પ્રદેશ ભિન્ન ભિન્ન કાર્ય થાય છે માટે ‘કર્તુતા-સ્વભાવ' નથી. (૪) રમણતા : સ્વગુણ-પર્યાયમાં રમણ કરવું, તે આત્માનો ‘રમણતા-સ્વભાવ’ છે. (૫) પારિણામિકતા : અર્થાત્ શુદ્ધ સ્વ-પ્રદેશતા એટલે કે પ્રદેશોની પૂર્ણ શદ્ધતા થવી. (૬) તત્ત્વ-ચૈતન્યતા : ‘તત્ત્વ' આત્મા, તેમાં “ચેતના'એ તેનો ‘વિશેષ-સ્વભાવ’ છે. (૭) વ્યાય-વ્યાપક્તા : આત્મા ‘વ્યાપક' છે, તેના જ્ઞાનાદિ ગુણો ‘વ્યાપ્ય’ છે. માટે આત્મામાં ‘વ્યાપ્ય-વ્યાપક' ભાવ છે. (૮) ગ્રાહ્ય-ગ્રાહકતા : સ્વ-ગુણો ‘ગ્રાહ્ય” છે, આત્મા ‘ગ્રાહક' છે. તેથી આત્મામાં ‘ગ્રાહ્ય-ગ્રાહક' ભાવ છે. આ પ્રમાણે, સ્વ-સ્વામિત્વાદિ આત્માના વિશેષ-સ્વભાવ પણ જાણી લેવા. સ્વો. બાલાવબોધ : હવે, વિશેષ-સ્વભાવે કહે છે
દ્રવ્યનો ધર્મ જે જ્ઞાનાદિક, તેહની પ્રાગુભાવતા કેતાં પ્રગટપણું, તે ‘આવિર્ભાવ-ધર્મ'. બીજો જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સર્વ ગુણની શુદ્ધતાર્થે સર્વ સ્વ-ગુણનું ભોગીપણું, તે ‘ભોગ્યતા-ધર્મ'.
તથા, કર્તુતા કેતાં ‘કર્તાપણું' - ‘સર્વશીર્વાનુતસમુકાયપ્રવૃત્તિ સાફ óત્વમ્ '' અર્થ : સર્વ પ્રદેશના કાર્યને અનુસરનારી સામુદાયિક પ્રવૃત્તિ કે જે કાર્યની ઉત્પાદક હોય, તે ‘કર્તાપણું છે.
| તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને પ્રદેશ પ્રદેશ ચલનાદિ સહાયરૂપ કાર્યનો થાવો, તે ભિન્ન ભિન્ન પ્રદેશને આશ્રર્યો છે અને જીવ દ્રવ્યનું જાણવા-દેખવારૂપ કાર્ય, તે સર્વ અસંખ્ય પ્રદેશના મલવાથી છે. તે માટે જીવ દ્રવ્યને વિષે કર્તાપણું વિશેષ-સ્વભાવ છે.
વલી, ‘રમણ’ જે કોઈકને વિષે રમવું તથા ‘પરિણામિક્તા' જે પરિણામિક્વણું તે શુદ્ધ સ્વ-દેશીપણું, તે પણ વિશેષ-સ્વભાવ છે. તથા તત્ત્વ કેતાં વસ્તુમાં મુલ-ધમેં જે ‘ચૈતન્યતા’, તે પણ વિશેષસ્વભાવ છે. | વ્યાપ્ય-વ્યાપકપણું, ગ્રાહ્ય-ગ્રાહકપણું, આધારાધેયપણું, સંરક્ષણપણું, તથા સ્વ-સ્વામિભાવાદિક, એ સર્વ વિશેષ-સ્વભાવ જાણવા.
એ રીતેં, સામાન્ય-સ્વભાવ તથા વિશેષ-સ્વભાવ, તે સર્વ શ્રી ધર્મનાથ પરમેશ્વરના નિર્દોષ થયા. | તેહમાં પણ સામાન્ય- સ્વભાવ તો નિર્દોષ સદા હતા પરંતુ પર-સંયોગે વિશેષ-સ્વભાવનો વિભાવ-દ્વિધાભાવ થયો હતો, તે હે શ્રી ધર્મનાથ પ્રભુજી ! તમે સ્વરૂપાલંબની થઈ કરણ-ગુણે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, તેહને સ્વરૂપથી એકત્વ કરી, સ્વરૂપપ્રાગુભાવ કરી સ્વરૂપે કર્યા છે. માટે, નિરામય થયા છો.
|| ત પશમથાર્થઃ || ૬ ||
Jain Education International
For Personal & Private Use Only
૨૯૦
www.jainelibrary.org