________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
માંગલિકમાં હંમેશા બોલે કે “વસિપUત્તો ઘમ્મો શvi પધ્વજ્ઞાનિ' – અર્થાત હું કેવળી ભગવાને કહેલા ધર્મનું શરણ ગ્રહું છું. પણ સર્વજ્ઞકેવળી કેવા છે અને તેમના કહેલા ધર્મનું સ્વરૂપ શું છે તેની ઓળખાણ વગર કોનું શરણ લેશે? ઓળખાણ કરે તો સર્વજ્ઞના ધર્મનું શરણ લીધું કહેવાય, ને તેને સ્વાશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટે. માત્ર બોલવાથી ધર્મનું શરણ મળે નહિ, પણ કેવળી ભગવાને જેવો ધર્મ કહ્યો છે તેની ઓળખાણ કરીને પોતામાં તેવો ભાવ પ્રગટ કરે તો કેવળીના ધર્મનું શરણ લીધું કહેવાય.
સૌથી પહેલાં સર્વજ્ઞદેવની અને તેમણે કહેલા ધર્મની ઓળખાણ કરવાનું કહ્યું. માત્ર બાહ્ય અતિશય વડે કે સમવસરણના વૈભવ વડે ભગવાનની ઓળખાણ ન કરાવી પણ સર્વજ્ઞતારૂપ ચિહ્ન વડે ભગવાનની ઓળખાણ કરાવી, તથા તેમનો કહેલો ધર્મ જ સત્ય છે એમ કહ્યું. જગતમાં છ પ્રકારનાં સ્વતંત્ર દ્રવ્યો, નવતત્ત્વો, અને તેમાં એકેક આત્માનો પૂર્ણ સ્વભાવ દેખાડીને સ્વાશ્રયે ધર્મ બતાવનારી સર્વજ્ઞની વાણી, ને રાગાદિક પરાશ્રિત ભાવથી ધર્મ મનાવનારી અજ્ઞાનીની વાણી, એના વચ્ચે વિવેક કરવો જોઈએ. સ્વાશ્રિત શુદ્ધોપયોગરૂપ શુક્લધ્યાનના સાધન વડે ભગવાન સર્વજ્ઞ થયા છે.
પ્રશ્ન- એ શુક્લધ્યાન કેવું હશે? એ શુક્લધ્યાનનો રંગ ધોળો હશે?
ઉત્તર- અરે ભાઈ, શુક્લધ્યાન એ તો ચૈતન્યના આનંદના અનુભવમાં લીનતાની ધારા છે, એ તો કેવળજ્ઞાન માટેની શ્રેણી છે. એને રંગ ન હોય. ધોળો રંગ એ તો રૂપી પુદ્ગલપર્યાય છે. અહીં શુક્લધ્યાનમાં “ શુક્લ’ એટલે ધોળો રંગ નહિ પણ શુક્લ એટલે રાગની મલિનતા વગરનું, ઊજળું પવિત્ર; એ શુક્લધ્યાન તો અરૂપી આત્માની અરૂપી પર્યાય છે ને એ સ્વભાવ-સાધન વડે જ ભગવાન કેવળજ્ઞાન પામ્યા છે. આવા સાધનને ઓળખે તો ભગવાનની સાચી ઓળખાણ થાય. આવી સર્વજ્ઞતાને સાધતાં સાધતાં વનવિહારી સંત પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. તેઓ આત્માની શક્તિમાં જે પૂર્ણ આનંદ ભર્યો છે તેની પ્રતીત કરીને તેમાં લીનતા વડે તે ખોલતા હતા, સિદ્ધ ભગવાન સાથે અંતરમાં અનુભવદ્વારા વાત કરતા હતા ને સિદ્ધપ્રભુ જેવા અતીન્દ્રિય આનંદનો ઘણો અનુભવ કરતા હતા, ત્યાં ભવ્ય જીવો ઉપર કરુણા કરીને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. ગૃહસ્થનો ધર્મ બતાવતાં કહે છે કે અરે જીવ! સૌથી પહેલાં તું સર્વજ્ઞદેવને ઓળખ. સર્વજ્ઞદેવને ઓળખતાં તારી સાચી જાત તને ઓળખાશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com