________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(પ૭ કાંઈ શક્તિઅનુસાર ન કહેવાય. ઉત્કૃષ્ટપણે ચોથો ભાગ, મધ્યમપણે છઠ્ઠો ભાગ ને ઓછામાં ઓછો દશમો ભાગ વાપરે તેને શક્તિ અનુસાર કહ્યું છે.
જાઓ, આ કાંઈ કોઈ પરને માટે કરવાની વાત નથી, પણ આત્માના ભાનસહિત પરિગ્રહની મમતા ઘટાડવાની વાત છે. નવા નવા મહોત્સવના પ્રસંગ ઊભા કરીને શ્રાવક પોતાનો ધર્મનો ઉત્સાહ વધારતો જાય ને પાપભાવ ઘટાડતો જાય. તેમાં મુનિરાજને કે ધર્માત્માને પોતાના આંગણે પધરાવીને ભક્તિથી આહારદાન કરવું તેને પ્રધાન કર્તવ્ય કહ્યું કેમકે તેમાં પોતાને ધર્મના સ્મરણનું ને ધર્મની ભાવનાની પુષ્ટિનું સીધું નિમિત્ત છે. મુનિરાજ વગેરે ધર્માત્માને દેખતાં જ પોતાને રત્નત્રયધર્મની ભાવના ઉગ્ર થાય છે.
કોઈ કહે કે અમારી પાસે બહુ ઝાઝી મૂડી નથી; તો કહે છે કે ભાઈ, ઓછી મૂડી હોય તો ઓછું પણ વાપર. તને તારા ભોગવિલાસ માટે લક્ષ્મી મળે છે ને ધર્મપ્રભાવનાનો પ્રસંગ આવે ત્યાં તું હાથ ધોઈ નાંખે છે, તો તારા પ્રેમની દિશા જ ધર્મ તરફ નથી પણ સંસાર તરફ છે. ધર્મના ખરા પ્રેમવાળો ધર્મપ્રસંગમાં ઝાલ્યો ન
ભાઈ, લક્ષ્મીની મમતા તો તને માત્ર પાપબંધનું કારણ છે; સ્ત્રી-પુત્ર માટે કે શરીર માટે તું જે લક્ષ્મી વાપરીશ તે તો તને માત્ર પાપબંધનું જ કારણ થશે. ને વીતરાગી દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર-જિનમંદિર વગેરેમાં તારી લક્ષ્મીનો જે સદુપયોગ કરીશ તે પુણ્યનું કારણ થશે તથા તેમાં તારા ધર્મના સંસ્કાર પણ દઢ થશે. માટે સંસારનાં નિમિત્તો ને ધર્મનાં નિમિત્તો એ બંનેનો વિવેક કર. ધર્માત્મા શ્રાવકને તો સહેજે એ વિવેક હોય છે ને તેને સુપાત્રદાનનો ભાવ હોય છે. જેમ સગાંવહાલાંને પ્રેમથી-આદરથી જમાડે છે તેમ, સાચું સગપણ સાધર્મીતણું-સાધર્મી ધર્માત્માઓને પ્રેમથી-બહુમાનથી ઘરે બોલાવીને જમાડે; –આવા દાનના ભાવને સંસારથી તરવાનો હેતુ કહ્યો, કેમકે મુનિના ને ધર્માત્માના અંતરના જ્ઞાનાદિની ઓળખાણ તે સંસારથી તરવાનો હેતુ થાય છે. સમ્યક ઓળખાણપૂર્વકના દાનની આ વાત છે. સમ્યગ્દર્શન વગર એકલા દાનના શુભપરિણામથી ભવકટી થઈ જાય-એમ બનતું નથી. અહીં તો સમ્યગ્દર્શનપૂર્વક ધર્મશ્રાવકને દાનના ભાવ હોય છે તેની મુખ્યતા છે.
હવે એ દાનના ચાર પ્રકાર છે-આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન ને અભયદાન; તેનું વર્ણન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com