________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬)
(શ્રાવકધર્મપ્રકાશ જાઓ, આમાં એકલા શુભરાગની વાત નથી પણ સર્વજ્ઞની શ્રદ્ધા અને સમ્યગ્દર્શન કેવાં હોય તે પહેલાં બતાવી ગયા છે, એવી શ્રદ્ધાપૂર્વકના શ્રાવકધર્મની આ વાત છે. જ્યાં શ્રદ્ધા જ સાચી ન હોય ને કુદેવ-કુગુરુનું સેવન હોય ત્યાં તો શ્રાવકધર્મ હોતો નથી.
શ્રાવકને મુનિ વગેરે ધર્માત્મા પ્રત્યે કેવો પ્રેમ હોય છે તે અહીં બતાવવું છે. જેમ પોતાના શરીરમાં રોગાદિ થતાં દવા કરવાનો રાગ થાય છે, તો મુનિ વગેરે ધર્માત્મા પ્રત્યે પણ ધર્મીને વાત્સલ્યથી ઔષધિદાનનો ભાવ આવે છે. વહાલા પુત્રને રોગાદિ થતાં તેનું કેવું ધ્યાન રાખે છે! તો ધર્મીને તો સૌથી વહાલા ધર્માત્મા છે, તેના પ્રત્યે તેને આહારદાન-ઔષધદાન-શાસ્ત્રદાન વગેરેનો ભાવ આવ્યા વગર રહેતો નથી. અહીં કાંઈ દવાથી શરીર સારું રહે કે શરીરથી ધર્મ કે એ સિદ્ધાંત નથી સ્થાપવો, પણ ધર્મીને રાગનો પ્રકાર કેવો હોય છે તે બતાવવું છે. જેને ધર્મ કરતાં સંસાર તરફનો પ્રેમ વધી જાય તે ધર્મી શેનો? સંસારમાં જીવો સ્ત્રી-પુત્ર વગેરેની વર્ષગાંઠ, લગ્નપ્રસંગ વગેરેના બહાને રાગના મલાવા કરે છે–ત્યાં તો અશુભભાવ છે, છતાં મલાવા કરે છે, તો ધર્મનો જેને રંગ છે તે ધર્મી જીવ ભગવાનના જન્મકલ્યાણક, મોક્ષકલ્યાણક, કોઈ યાત્રાપ્રસંગ, ભક્તિપ્રસંગ, જ્ઞાનપ્રસંગ-વગેરે બહાને ધર્મનો ઉત્સાહ વ્યક્ત કરે છે. શુભના અનેક પ્રકારોમાં ઔષધદાનનો પણ પ્રકાર શ્રાવકને હોય છે તેની વાત કરી. હવે ત્રીજો જ્ઞાનદાન છે તેનું વર્ણન કરે છે.
હે શ્રાવક! આ ભવદુઃખ તને વહાલા ન લાગતા હોય તે સ્વભાવસુખનો અનુભવ તું ચાહતો હો, તો તારા ધ્યેયની દિશા પલટાવી નાંખ; જગતથી ઉદાસ થઈ અંતરમાં ચૈતન્યને ધ્યાવતાં તને પરમઆનંદ પ્રગટશે ને ભવની વેલડી ક્ષણમાં તૂટી જશે. આનંદકારી પરમ-આરાધ્ય ચૈતન્યદેવ તારામાં જ બિરાજી રહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com