________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૫
શ્રાવકધર્મપ્રકાશ)
જુઓને, અત્યારે તો જીવોને પૈસા કમાવા માટે કેટલા પાપ ને જૂઠાણા કરવા પડે છે! દરિયાપારના દેશમાં જાય, અનેક પ્રકારનાં અપમાન સહન કરે, સરકાર પૈસા લઈ લેશે એમ દિન-રાત ભયભીત રહ્યા કરે–એમ પૈસા માટે કેટલાં કષ્ટ સહન કરે છે ને કેટલા પાપ કરે છે? એના ખાતર પોતાનું કિંમતી જીવન પણ વેડફી નાંખે છે, પુત્રાદિનો પણ વિયોગ સહન કરે છે–એ રીતે જીવન કરતાં ને પુત્ર કરતાંય ધનને વહાલું ગણે છે- તો આચાર્યદવ કહે છે કે ભાઈ ! આવું વહાલું ધન, જેના ખાતર તે કેટલાં પાપ કર્યા- તે ધનનો સાચો-ઉત્તમ ઉપયોગ શું? તેનો વિચાર કર. સ્ત્રી-પુત્ર ખાતર કે વિષય-ભોગો ખાતર તું જેટલું ધન ખર્ચીશ, તેમાં તો ઊલટું તને પાપબંધન થશે. માટે લક્ષ્મીની સાચી ગતિ તો એ છે કે રાગ ઘટાડીને દેવ-ગુરુધર્મની પ્રભાવના, પૂજા-ભક્તિ, શાસ્ત્રપ્રચાર, દાન વગેરે ઉત્તમકાર્યોમાં તેનો ઉપયોગ કરવો.
પ્રશ્ન- દીકરા માટે કાંઈ ન રાખવું?
ઉત્તર:- ભાઈ, જો તારો પુત્ર સપુત્ર અને પુણ્યવંત હશે તો તે તારા કરતાં સવાયું ધન પ્રાપ્ત કરશે; અને જો તે કપુત્ર હશે તો તારી ભેગી કરેલી બધી લક્ષ્મીને ભોગવિલાસમાં વેડફી નાંખશે, ને પાપમાર્ગમાં ઉપયોગ કરીને તારા ધનની ધૂળ કરી નાંખશે તો હવે તારે સંચય કોને માટે કરવો છે? પુત્રનું નામ લઈને તારે તારો લોભ પોષવો હોય તો જુદી વાત છે! બાકી તો
પુત્ર સપુત તો સંચય શાનો?
પુત્ર કપુત તો સંચય શાનો? માટે, લોભાદિ પાપના કૂવામાંથી તારા આત્માનું રક્ષણ થાય તેમ કર; લક્ષ્મીના રક્ષણની મમતા છોડ ને દાનાદિ વડે તારી તૃષ્ણા ઘટાડ. વીતરાગી સંતોને તો તારી પાસેથી કાંઈ જોઈતું નથી. પણ જેને તદ્દન રાગ વગરના સ્વભાવની રુચિ જાગી, વીતરાગસ્વભાવ તરફ જેનું પરિણમન વળ્યું તેનો રાગ ઘટયા વગર રહે નહીં. કોઈના કહેવાથી નહિ પણ પોતાના સહજ પરિણામથી જ મુમુક્ષુને રાગ ઘટી જાય છે.
આ સંબંધમાં ધર્મી-ગૃહસ્થના કેવા વિચાર હોય તે દર્શાવતાં શ્રી સમન્તભદ્રસ્વામી રત્નકરંડશ્રાવકાચારમાં કહે છે કે
યદિ પાપનિરોધોવન્યસંપદા કિં પ્રયોજનમ્
અથ પાપાસ્ત્રવોન્ટ્સન્યસંપદા કિં પ્રયોજનમ્ ૨૭. જો પાપનો આસ્રવ મને અટકી ગયો છે તો મને મારા સ્વરૂપની સંપદા પ્રાપ્ત થશે, ત્યાં બીજી સંપદાનું મારે શું કામ છે ? અને જો મને પાપનો આસ્રવ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com