Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 173
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વતંત્રતાની ઘોષણા) (૧૬૧ જુઓ, આ વસ્તુવિજ્ઞાનના મહા સિદ્ધાંતો! આ ર૧૧મા કળશમાં ચાર બોલ વડે ચારે પડખેથી સ્વતંત્રતા સિદ્ધ કરી છે. વિદેશના અજ્ઞાનના ભણતર પાછળ હેરાન થાય છે એના કરતાં સર્વજ્ઞદેવે કહેલું આ પરમ સત્ય વીતરાગી વિજ્ઞાન સમજે તો અપૂર્વ કલ્યાણ થાય. (૧) પરિણામ તે કર્મ; આ એક વાત. (૨) તે પરિણામ કોનું? કે પરિણામી વસ્તુનું પરિણામ છે, બીજાનું નહિ. આ બીજો બોલ, તેનો ઘણો વિસ્તાર કર્યો. હવે આ ત્રીજા બોલમાં કહે છે કે પરિણામી વગર પરિણામ હોય નહિ. પરિણામી વસ્તુથી જુદા બીજે ક્યાંક પરિણામ થાય એમ બને નહિ. પરિણામી વસ્તુમાં જ તેનાં પરિણામ થાય છે, એટલે પરિણામી વસ્તુ તે કર્તા છે, તેના વગર કાર્ય હોતું નથી. જુઓ, આમાં નિમિત્ત વગર કાર્ય ન હોય-એમ ન કહ્યું. નિમિત્ત નિમિત્તમાં રહ્યું, તે કાંઈ આ કાર્યમાં આવી જતું નથી. માટે નિમિત્ત વિનાનું કાર્ય છે પણ પરિણામી વગરનું કાર્ય હોય નહિ. નિમિત્ત ભલે હોય, પણ તેનું અસ્તિત્વ તે નિમિત્તમાં છે. આમાં તેનું અસ્તિત્વ નથી. પરિણામી વસ્તુની સત્તામાં જ તેનું કાર્ય થાય છે. આત્મા વિના સમ્યકત્વાદિ પરિણામ ન હોય. પોતાના બધા પરિણામનો આત્મા કર્તા છે, તેના વગર કર્મ ન હોય. – વર્નન્યું ન મવતિના દરેક પદાર્થની અવસ્થા તે તે પદાર્થ વગર હોતી નથી. સોનું નથી ને ઘરેણાં બની ગયા, વસ્તુ નથી ને અવસ્થા થઈ ગઈ- એમ બને નહિ. અવસ્થા છે તે ત્રિકાળી વસ્તુને જાહેર કરે છે- પ્રસિદ્ધ કરે છે કે આ અવસ્થા આ વસ્તુની છે. જેમકે-જડકર્મરૂપે પુગલો થાય છે, તે કર્મપરિણામ કર્યા વગર ન હોય. હવે તેનો કર્તા કોણ? કે તે પુદ્ગલકર્મરૂપે પરિણમનારા રજકણો જ કર્તા છે; આત્મા તેનો કર્તા નથી. આત્મા કર્તા થઈને જડકર્મને બાંધે –એવું વસ્તુસ્વરૂપમાં નથી. જડકર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપમાં નથી. મંદકષાયના પરિણામ સમ્યકત્વનો આધાર થાય-એવું વસ્તુસ્વરૂપમાં નથી. શુભરાગથી ક્ષાયિક સમ્યક્ત થાય એવું વસ્તુસ્વરૂપમાં નથી. છતાં અજ્ઞાની એમ માને છે, એ તો બધા ઊંધા અન્યાય છે; ભાઈ, તારા એ અન્યાય વસ્તુસ્વરૂપમાં સહન નહિ થાય. વસ્તુસ્વરૂપને વિપરીત માનતાં તારા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180