Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 178
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬) (સ્વતંત્રતાની ઘોષણા એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણનારા સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ તીર્થંકરદેવની દિવ્ય વાણીમાં આવેલું આ તત્ત્વ છે, તે સંતોએ પ્રગટ કર્યું છે. બરફના સંયોગથી પાણી ઠંડું થયું ને અગ્નિના સંયોગથી પાણી ઊનું થયું એમ અજ્ઞાની દેખે છે, પણ પાણીના રજકણમાં જ ઠંડી-ઊની અવસ્થારૂપે પરિણમવાનો સ્વભાવ છે તેને અજ્ઞાની દેખાતો નથી. ભાઈ ! અવસ્થાની એકરૂપે સ્થિતિ ન રહે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ કૂટસ્થ નથી પણ વહેતા પાણીની માફક દ્રવે છેપર્યાયને પ્રવહે છે; તે પર્યાયનો પ્રવાહૂ વસ્તુમાંથી આવે છે, સંયોગમાંથી નથી આવતો. ભિન્ન પ્રકારના સંયોગને કારણે અવસ્થાની ભિન્નતા થઈ, કે સંયોગ બદલ્યા માટે અવસ્થા બદલી-એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. અહીં ચાર બોલથી વસ્તુનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ કર્યું છે. ૧. પરિણામ તે જ કર્મ છે. ૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ. ૩. તે પરિણામરૂપી કર્મ કર્તા વગરનું હોતું નથી. ૪. વસ્તુની સ્થિતિ એકરૂપે રહેતી નથી. -માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. એ સિદ્ધાંત છે. આ ચાર બોલમાં તો ઘણું રહસ્ય સમાવી દીધું છે. એનો નિર્ણય કરતાં ભેદજ્ઞાન થાય, ને દ્રવ્યસન્મુખદષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે. પ્રશ્ન- સંયોગ આવે તે પ્રમાણે અવસ્થા બદલાતી દેખાય છે! ઉત્તર- એ સાચું નથી; વસ્તુસ્વભાવને જોતાં એમ દેખાતું નથી. અવસ્થા બદલવાનો સ્વભાવ વસ્તુનો પોતાનો છે-એમ દેખાય છે. કર્મનો મંદ ઉદય માટે મંદરાગ ને તીવ્ર ઉદય માટે તીવ્ર રાગ-એમ નથી, અવસ્થા એકરૂપ ન રહે પણ મંદતીવ્રપણે બદલાય એવો સ્વભાવ વસ્તુનો પોતાનો છે, તે કાંઈ પરને લીધે નથી. ભગવાન પાસે જઈને પૂજા કરે કે શાસ્ત્ર સાંભળે તે વખતે જુદા પરિણામ, ને ઘરે જાય ત્યાં જુદા પરિણામ, તો શું સંયોગના કારણે તે પરિણામ બદલ્યા? ના, વસ્તુ એકરૂપે ન રહેતા તેના પરિણામ પલટે એવો જ તેનો સ્વભાવ છે. તે પરિણામનું પલટવું વસ્તુના આશ્રયે થાય છે, સંયોગના આશ્રયે નહિ. આ રીતે વસ્તુ સ્વયં પોતાના પરિણામની કર્તા છે- એ નિશ્ચિત સિદ્ધાંત છે. આ ચાર બોલના સિદ્ધાંત પ્રમાણે વસ્તુસ્વરૂપ સમજે તો મિથ્યાત્વના મૂળિયા ઊખડી જાય ને પરાશ્રિતબુદ્ધિ છૂટી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180