Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 131
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦) (શ્રાવકધર્મપ્રકાશ ક્ષયોપશમ હતો કે પોતાના મહેલમાંથી સૂર્યમાં રહેલા જિનબિંબનાં દર્શન કરતા તે ઉપરથી સવારમાં સૂર્યના દર્શનનો રિવાજ પ્રચલિત થઈ ગયો. લોકો મૂળ વસ્તુને ભૂલી ગયા ને સૂર્યને પૂજવા લાગ્યા. શાસ્ત્રોમાં ઠેરઠેર જિનપ્રતિમાનું વર્ણન આવે છે. અરે, સ્થાનકવાસીના માનેલા આગમોમાં પણ જિનપ્રતિમાનો ઉલ્લેખ આવે છે. પણ તેઓ તેના અર્થ વિપરીત કરે છે. એકવાર સં. ૧૯૭૬ માં (પૂ. શ્રી કાનજીસ્વામીએ ) એક જુના સ્થાનકવાસી સાધુને પૂછયું કે આ શાસ્ત્રોમાં જિનપ્રતિમાનું તો વર્ણન આવે છે-કેમકે “જિનના શરીરપ્રમાણ ઊંચાઈ ”—એવી ઉપમા આપી છે, જો એ પ્રતિમા યક્ષની હોય તો આવી જિનની ઉપમા ન આપે-ત્યારે તે સ્થાનકવાસી સાધુએ એ વાત સ્વીકારતાં કહ્યું કે તમારી વાત સાચી છે, છે તો એમ જ. તીર્થંકરની જ પ્રતિમા છે; પણ બહારમાં બોલાય એવું નથી. ત્યારે એમ થઈ ગયેલું કે અરે, આ શું! અંદર કંઈક માને, બહારમાં બીજાં કહે - આવો ભગવાનનો માર્ગ ન હોય. આ જીવોને આત્માની દરકાર નથી. ભગવાનના માર્ગની દરકાર નથી; સત્યનો શોધક જીવ આવા સંપ્રદાયમાં રહી ન શકે. જિનમાર્ગમાં વીતરાગમૂર્તિની પૂજા અનાદિથી ચાલી આવે છે, મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને પૂજે છે. જેણે મૂર્તિનો નિષેધ કર્યો તેણે અનંત જ્ઞાનીઓની આશાતના કરી છે. શાસ્ત્રમાં તો એવી કથા આવે છે કે જ્યારે મહાવીરભગવાન રાજગૃહીમાં પધાર્યા ને શ્રેણીક રાજા તેમને વંદન કરવા જાય છે ત્યારે એક દેડકું પણ ભક્તિથી મોઢામાં ફૂલ લઈને પ્રભુની પૂજા કરવા જાય છે, રસ્તામાં હાથીના પગ નીચે કચડાઈને મરે છે ને દેવપણે ઉપજીને તરત ભગવાનના સમવસરણમાં આવે છે. ધર્માજીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180