Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 160
________________ ૧૪૮) (શ્રાવકધર્મપ્રકાશ [૨૭] શ્રાવકધર્મની આરાધનાનું અંતિમ ફળ મોક્ષ શ્રાવકધર્મનો અધિકાર પૂર્ણ કરતાં મંગલ આશીર્વાદપૂર્વક શ્રી મુનિરાજ કહે છે કે આ શ્રાવકધર્મનો પ્રકાશ જયવંત રહો.... આવા ધર્મના આરાધક જીવો જયવંત રહો. ધર્મની આરાધના વડે જ મનુષ્યભવની સફળતા છે. આ દેશવ્રતઉદ્યોતન અધિકારમાં શ્રી પદ્મનંદી મુનિરાજે શ્રાવકનાં ધર્મનું ઘણું વર્ણન ર૬ ગાથામાં કર્યું. હવે છેલ્લી ગાથામાં આશીર્વાદપૂર્વક અધિકાર સમાપ્ત કરતાં કહે છે કે, ઉત્તમ કલ્યાણની પરંપરાપૂર્વક મોક્ષફળ દેનાર એવા આ દેશવ્રતનો ઉદ્યોત જયવંત વર્તા यत्कल्याणपरंपरार्पणपरं भव्यात्मनां संसृतौ पर्यन्ते यदनन्तसौख्यसदनं मोक्षं ददाति ध्रुवम्। तज्जीयादतिदुर्लभं सुनरतामुख्येर्गुणैः प्रापितं श्रीमत्पंकजनंदिभिर्विरचितं देशव्रतोद्योतनम्।।२७।। ધર્મી જીવનાં આ દેશવ્રત કે જે સંસારમાં તો ઉત્તમ કલ્યાણની પરંપરા (ચક્રવર્તીપદ, ઇન્દ્રપદ, તીર્થંકરપદ વગેરે) દેનાર છે અને અંતે અનંત સુખના ધામ એવા મોક્ષને ચોક્કસ આપે છે, શ્રીમાન્ પદ્મનંદીમુનિએ જેનું વર્ણન કર્યું છે, તથા ઉત્તમ દુર્લભ મનુષ્યપણું ને સમ્યગ્દર્શનાદિ ગુણ તેના વડે જેની પ્રાપ્તિ થાય છે, એવા આ દેશવ્રતનું ઉદ્યોતન જયવંત રહો. જે જીવ ધર્મી છે, જેને આત્માનું ભાન છે, જે મોક્ષમાર્ગની સાધનામાં તત્પર છે, એને વ્રત-મહાવ્રતના રાગથી એવા ઊંચા પુણ્ય બંધાય છે કે ચક્રવર્તીપણું, તીર્થંકરપણું વગેરે લોકોત્તર પદવી મળે છે, પંચકલ્યાણક વગેરેની કલ્યાણપરંપરા તેને પ્રાપ્ત થાય છે, ને અંતે રાગ તોડીને તે મોક્ષ પામે છે.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180