Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 155
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૩ શ્રાવકધર્મપ્રકાશ) વદુત છ વરતે હૈ તો વેરો તથાપિ જેસા વરતે દુ9 વર્મક્ષય તો નહીં હોતા જાઓ, ૩00 વર્ષ પહેલાં પં. બનારસીદાસજીએ આ રાજમલ્લજીને ‘સમયસર નદિવે મરમી' કહ્યા છે. શ્રાવકધર્મના મૂળમાં પણ સમ્યગ્દર્શન તો હોય જ. આવા સમ્યકત્વ સહિત રાગ ઘટાડવાનો જે ઉપદેશ છે તે ઈષ્ટ–ઉપદેશ છે, હિતકારી ઉપદેશ છે. ભાઈ, કોઈપણ રીતે જિનમાર્ગને પામીને તું રાગ ઘટાડ તેમાં તારું હિત છે. દાન વગેરેનો ઉપદેશ પણ તે માટે જ આપ્યો છે. કોઈ કહે કે ઘણા પૈસા મળે તો તેમાંથી થોડાક દાનમાં વાપરું (-દશ લાખ મળે તો એક લાખ વાપરું) –એમાં તો ઊલટી લેવાની ભાવના થઈ, લોભનું પોષણ થયું પહેલાં ઘરને આગ લગાડો ને પછી કુવો ખોદીને તેના પાણીથી તે આગ ઠારશું-એના જેવી એ તો મૂર્ખતા છે ! અત્યારે પાપ બાંધીને પછી દાનાદિ કરવાનું કહે છે, એના કરતાં અત્યારે જ તું તૃષ્ણા ઘટાડને, ભાઈ ! એકવાર આત્માનું જોર કરીને તારી સચિની દિશા જ પલટાવી નાંખ કે મારે રાગ કે રાગનાં ફળ કાંઈ જોઈતું નથી, આત્માની શુદ્ધતા સિવાય બીજું કાંઈ મારે નથી જોઈતું-એમ રુચિની દિશા પલટતાં તારી દશા પલટી જશે, અપૂર્વદશા પ્રગટી જશે. ધર્મીને જ્યાં આત્માની અપૂર્વદશા પ્રગટી ત્યાં તેને દેહમાં પણ એક પ્રકારે અપૂર્વતા આવી ગઈ; કેમકે સમ્યકત્વાદિમાં નિમિત્તભૂત હોય એવો દેહ પૂર્વે કદી મળ્યો ન હતો અથવા સમ્યકત્વ સહિતનાં પુણ્ય જેમાં નિમિત્ત હોય એવો દેહ પૂર્વે મિથ્યાત્વ દશામાં કદી મળ્યો ન હતો. વાહ, ધર્મીનો આત્મા અપૂર્વ, ધર્મીનાં પુણ્ય પણ અપૂર્વ ને ધર્મીનો દેહ પણ અપૂર્વ! ધર્મી કહે છે કે આ દેહ છેલ્લો છેએટલે કે ફરીને આવો (વિરાધકપણાનો) દેહ મળવાનો નથી, કદાચિત અમુક ભવ હશે ને દેહ મળશે તો તે આરાધકભાવ સહિતનો હશે, એટલે તેનાં રજકણો પણ પૂર્વે ન આવેલા એવા અપૂર્વ હશે, કેમકે અહીં જીવના ભાવમાં (શુભમાં પણ ) અપૂર્વતા થઈ ગઈ છે. ધર્મીજીવની બધી વાતું અલૌકિક છે. ભક્તામરસ્તોત્રમાં માનતુંગસ્વામીએ ભગવાનની ભક્તિ કરતાં કહ્યું છે કે હે પ્રભો! જગતમાં ઉત્કૃષ્ટ શાંતરસરૂપે પરિણમેલા જેટલાં રજકણો હતાં તે બધાય આપના દેહરૂપે પરિણમી ગયા છે! –એ કથનમાં ઊંડા ભાવો ભર્યા છે. પ્રભો, આપના કેવળજ્ઞાનની ને ચૈતન્યના ઉપશમરસની તો અપૂર્વતા, ને તેની સાથેના પરમઔદારિક દેહમાં પણ અપૂર્વતા; –એવો દેહ બીજાને હોય નહીં. આરાધકની બધી વાત જગતથી અનોખી છે, એની આત્માની શુદ્ધતા પણ જગતથી અનોખી ને એનાં પુણ્ય પણ અનોખાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180