________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
[૧૨]
શ્રાવકને દાનનું ફળ
卐
ધર્માત્માને શુદ્ધતાની સાથેના શુભથી ઊંચા પુણ્ય બંધાય છે પણ એની નજર તો આત્માની શુદ્ધતાને સાધવા ઉ૫૨ છે. જે જીવ સમ્યગ્દર્શન કરે નહિ ને એકલા શુભાગથી જ મોક્ષ થવાનું માનીને તેમાં અટકી ૨હે તે કાંઈ મોક્ષ પામે નહિ, તેને તો શ્રાવકપણું ય સાચું ન હોય...... સામો જીવ ધર્મની આરાધના કરી રહ્યો હોય તેને જોતાં ધર્મીને તેના પ્રત્યે પ્રમોદ આવે કેમકે પોતાને આરાધનાનો તીવ્ર પ્રેમ છે.
( ૭૯
*
સર્વજ્ઞદેવે કહેલા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે, તે ઉપરાંત મુનિદશાની ભાવના હોવા છતાં જે હજી મહાવ્રત અંગીકાર કરી શકતો નથી તેથી શ્રાવકધર્મરૂપ દેશવ્રતનું પાલન કરે છે, એવા જીવને આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન, અભયદાન- એ ચાર પ્રકારના દાનનો ભાવ આવે છે તેનું વર્ણન કર્યું; હવે તે દાનનું ફળ બતાવે છે
आहारात्सुखितौषधादतितरां निरोगता जायते
शास्त्रात्पात्र निवेदितात्परभवे पाण्डित्यमत्यद्भुतम् एतत्सर्वगुणप्रभापरिकरः पुंसोऽभयात्दानतः
पर्यन्ते पुनरोन्नतोन्नतपद प्राप्तिर्विभुक्तिस्ततः।।१२।।
ઉત્તમ વગેરે પાત્રોને આહારદાન દેવાથી પરભવમાં સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થાય છે, ઔષધદાનથી અતિશય નીરોગતા તથા સુંદર રૂપ મળે છે, શાસ્ત્રદાનથી અત્યંત અદ્દભુત પાંડિત્ય પ્રગટે છે અને અભયદાનથી જીવને આ બધા ગુણોનો પરિવાર પ્રાપ્ત થાય છે; તથા ક્રમેક્રમે ઉન્નત પદવીની પ્રાપ્તિપૂર્વક તે મોક્ષને પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com