________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ ટળતાં કર્મો સાથેનો સંબંધ છૂટી ગયો, જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પરિપૂર્ણ પ્રગટી ગયા ને કર્મો નષ્ટ થયાં. –કયા ઉપાયથી? કે શુદ્ધોપયોગરૂપ ધર્મ વડે. –આ રીતે આમાં બધા તત્ત્વો આવી જાય છે; બંધ, મોક્ષ, ને મોક્ષમાર્ગ એ બધું બતાવી દીધું. સર્વજ્ઞદવે કહેલાં આવાં તત્ત્વોનું સ્વરૂપ સમજે તેને જ શ્રાવકધર્મ પ્રગટે.
ધર્મનું કથન કરવામાં સર્વશદેવનાં વચનો જ સત્ય છે, બીજાનાં નહિ. સર્વજ્ઞને માન્યા સિવાય કોઈ કહે કે હું મારી મેળે જાણીને ધર્મ કહું છું–તો તેની વાત સાચી ન હોય. વળી સર્વજ્ઞ-અરિહંતદેવ સિવાય બીજા મત પણ સરખા છે એમ જે માને તેને પણ ધર્મના સ્વરૂપની ખબર નથી. જૈન ને અજૈન બધા ધર્મોને સરખા માનનારને તો વ્યવહારશ્રાવકપણું પણ નથી. તેથી શ્રાવકના ધર્મના વર્ણનની શરૂઆતમાં જ સ્પષ્ટ કહ્યું કે સર્વજ્ઞના વચનથી કહેલો ધર્મ જ સત્ય છે ને બીજો સત્ય નથી, એવી પ્રતીત શ્રાવકને પહેલાં જ હોવી જોઈએ.
અહા, સર્વજ્ઞ એ તો જૈનધર્મના દેવ છે; દેવનું સ્વરૂપ પણ જે ન ઓળખે તેને ધર્મ કેવો? ત્રણલોક ને ત્રણકાળના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને વર્તમાનમાં સર્વશદેવ સ્પષ્ટ જાણે છે, એ વાત પણ જેને નથી બેસતી તેને તો સર્વશદેવની કે મોક્ષતત્ત્વની પ્રતીત નથી, ને આત્માના પૂર્ણ જ્ઞાનસ્વભાવની પણ તેને ખબર નથી. શ્રાવક-ધર્માત્મા તો ભ્રાંતિરહિત સર્વજ્ઞદેવનું સ્વરૂપ જાણે છે ને એવું જ પોતાનું સ્વરૂપ સાધે છે. જેમ લીંડીપીપરના પ્રત્યેક દાણામાં ચોસઠપહોરી તીખાસ ભરી છે તે જ વ્યક્ત થાય છે, તેમ જગતના અનંત જીવોમાં પ્રત્યેક જીવમાં સર્વજ્ઞતાની તાકાત ભરેલી છે, તેનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં તે પ્રગટે છે. દેહથી પાર, કર્મથી પાર, રાગથી પાર ને અલ્પજ્ઞતાથી યે પાર પરિપૂર્ણ જ્ઞ-સ્વભાવી આત્મા જેવો ભગવાને જોયો ને પોતે પ્રગટ કર્યો તેવો જ વાણીમાં કહ્યો. તેવા આત્માની અને તે કહેનારા સર્વજ્ઞની પ્રતીત કરવા જાય ત્યાં રાગાદિની રુચિ રહેતી નથી; સંયોગ વિકાર કે અલ્પજ્ઞતાની રુચિ છૂટીને સ્વભાવસભુખ રુચિ થાય છે ત્યારે જ સ્વશે કહેલા ધર્મની ઓળખાણ થાય છે ને ત્યારે જ શ્રાવકપણું પ્રગટે છે. જૈનકુળમાં જન્મવાથી કાંઈ શ્રાવક નથી થઈ જવાતું પણ અંતરમાં જૈનપરમેશ્વર સર્વજ્ઞદેવની ઓળખાણ કરે તથા તેમણે કહેલા વસ્તુસ્વરૂપને ઓળખે ત્યારે જ શ્રાવકપણું થાય છે. અરે, શ્રાવકપણું કોને કહેવાય તેની પણ ઘણા જીવોને ખબર નથી. તેથી અહીં દેશવ્રત-ઉધોતનમાં પદ્મનંદીસ્વામીએ શ્રાવકના ધર્મનો ઉધત કર્યો છે, તેનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com