________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર)
(શ્રાવકધર્મપ્રકાશ
સચરોત
મુનિરાજ કહે છે કે હે ભવ્ય! આવું દુર્લભ મનુષ્યપણું પામીને આત્માના હિતને માટે તું મુનિધર્મ અંગીકાર કર, ને જો એટલું તારાથી ન થઈ શકે તો શ્રાવકધર્મનું તો અવશ્ય પાલન કર. - પણ બનેમાં સમ્યગ્દર્શનસહિતની વાત છે. મુનિધર્મ કે શ્રાવકધર્મ બંનેના મૂળમાં સમ્યગ્દર્શન અને સર્વજ્ઞની ઓળખાણ રાખીને આગળ વધવાની વાત છે. જેને એ સમ્યગ્દર્શન ન હોય તેણે તો પહેલાં તેનો ઉધમ કરવો જોઇએ. એ વાત તો પહેલી ત્રણ ગાથામાં બતાવી ગયા છીએ; ત્યારપછી આગળની ભૂમિકાની આ વાત છે.
સમ્યગ્દષ્ટિને ભાવના તો મુનિપણાની જ હોય; અહો! ક્યારે ચૈતન્યમાં લીન થઈને સર્વસંગપરિત્યાગી બની મુનિમાર્ગ વિચરું? શુદ્ધરત્નત્રયસ્વરૂપ જે ઉત્કૃષ્ટ મોક્ષમાર્ગ તે રૂપે ક્યારે પરિણમું?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે! ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો, સર્વસંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો. તીર્થકરો અને અર્વન્તો મુનિ થઈને ચૈતન્યના જે માર્ગે વિચર્યા તે માર્ગે | વિચરીએ એવો ધન્ય સ્વકાળ ક્યારે આવે! –એમ આત્માના ભાનપૂર્વક ધર્મજીવ ભાવના ભાવે છે. આવી ભાવના હોવા છતાં પોતાની શક્તિની મંદતાથી ને નિમિત્ત તરીકે ચારિત્રમોહની તીવ્રતાથી, તથા કુટુંબીજનો વગેરે લોકોના આગ્રહને વશ થઈને પોતે એવું મુનિપદ ગ્રહણ ન કરી શકે તો તે ધર્માત્મા ગૃહસ્થપણામાં રહીને શ્રાવકના ધર્મનું પાલન કરે તે અહીં બતાવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com