________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૫ અને જેને સમ્યગ્દર્શન નથી, ધર્મની જેને ખબર નથી, અમૃતમાર્ગથી જે ભ્રષ્ટ છે ને મિથ્યામાર્ગમાં ગમન કરે છે, તે જીવ ભલે કદાચ પુણ્યોદયના ઠાઠથી ઘેરાયેલો (છૂટો નહિ પણ ઘેરાયેલો) હોય ને લાખો-કરોડો જીવો તેને માનનારા હોય, તોપણ તે શોભતો નથી, પ્રશંસા પામતો નથી; અરે, ધર્મમાં એની શી કિંમત! “પવિત્ર જૈનદર્શન સિવાય બીજા કોઈ વિપરીત માર્ગને આટલા બધા જીવો માને છે માટે તેમાં કાંઈક શોભા હશે! કાંઈક સાચું હશે!' – તો કહે છે કે ના; એમાં અંશમાત્ર શોભા નથી, સત્ય નથી. એવા મિથ્યામાર્ગમાં લાખો જીવો હોય તોપણ તેઓ શોભતા નથી, કેમકે આનંદથી ભરેલા અમૃતમાર્ગની તેઓને ખબર નથી, તેઓ મિથ્યાત્વના ઝેરથી ભરેલા માર્ગમાં જઈ રહ્યા છે. જગતમાં કોઈ કુપંથને લાખો માણસો માને તેથી ધર્મીને શંકા ન પડે કે તેમાં કાંઈક શોભા હશે! ને સસ્પંથનાં બહુ થોડા જીવો હોય, પોતે એકલો હોય તોપણ ધર્મીને સંદેહ ન પડે કે સત્ય માર્ગ આ હશે કે બીજો હશે! -તે તો નિઃશંકપણે પરમ પ્રીતિપૂર્વક સર્વજ્ઞના કહેવા પવિત્ર માર્ગને સાધે છે. આ રીતે સત્પથમાં એટલે કે મોક્ષમાર્ગમાં સમ્યગ્દષ્ટિ એકલો પણ શોભે છે. જગતની પ્રતિકૂળતાનો ઘેરો એને સમ્યકત્વથી ડગાવી નથી શકતો. મોક્ષમાર્ગને અહીં આનંદથી ભરેલો અમૃતમાર્ગ (માનન્દ્રમરઅમૃતપથ ) કહ્યો છે, તેનાથી ભ્રષ્ટ મિથ્યામાર્ગમાં સ્થિત લાખો-કરોડો જીવો પણ શોભતા નથી; ને આનંદભર અમૃતમાર્ગમાં એક-બેત્રણ સમ્યગ્દષ્ટિ હોય તોપણ જગતમાં તે શોભે છે. માટે આવા સમ્યકત્વને નિશ્ચલપણે ધારણ કરવું. મુનિધર્મ હો કે શ્રાવકધર્મ હો, તેમાં સમ્યગ્દર્શન સૌથી પહેલું છે. સમ્યગ્દર્શન વગર શ્રાવક કે મુનિધર્મ હોય નહિ. માટે હે જીવ! તારે ધર્મ કરવો હોય ને ધર્મી થવું હોય તો પહેલાં તું આવા સમ્યગ્દર્શનની આરાધના કરે; સમ્યગ્દર્શનથી જ ધર્મીપણું થશે.
સતનું માપ સંખ્યા ઉપરથી નથી, ને સતને દુનિયાની પ્રશંસાની જરૂર નથી. દુનિયામાં ઝાઝા જીવો માને ને ઝાઝા જીવો આદર આપે તો જ સત સત કહેવાયએમ નથી, થોડા માનનાર હોય તો પણ સત્ શોભે છે; સત્ એકલું પોતાથી શોભે છે.
અહા, સર્વજ્ઞદેવે કહેલો આત્મા જેની પ્રતીતમાં આવી ગયો છે, અનુભવમાં આવી ગયો છે એવો સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યની મંદતાથી કદાચ ધનહીન-પુત્રહીન હોય, શરીર કાળું-કૂબડું હોય, રોગી હોય, સ્ત્રી કે તિર્યંચ હોય, ચંડાળ વગેરે હલકા કુળમાં જમ્યો હોય, લોકોમાં અનાદર થતો હોય, બહારમાં અસાતાના ઉદયથી દુ:ખી હોયઆમ ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે ઊભો હોય છતાં, સમ્યગ્દર્શનના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com