________________
૧૪ )
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
au
FRAN
(શ્રાવકધર્મપ્રકાશ
દેવના સિંહાસને બેઠો હોય તોપણ તે શોભતો નથી, પ્રશંસા પામતો નથી. બહારના સંયોગથી કાંઈ આત્માની શોભા નથી, આત્માની શોભા તો અંદરના સમ્યગ્દર્શનાદિ ગુણોથી છે. અરે, નાનકડું દેડકું હોય, સમવસરણમાં બેઠું હોય, તે ભગવાનની વાણી સાંભળી અંદરમાં ઊતરી સમ્યગ્દર્શનવડે ચૈતન્યના અપૂર્વ આનંદને અનુભવે, ત્યાં બીજા કયા સાધનની જરૂર છે? ને બહારની પ્રતિકૂળતા કયાં નડે છે? આથી કહે છે કે ભલે પાપકર્મનો ઉદય હોય પણ હે જીવ! તું સમ્યકત્વની આરાધનામાં નિશ્ચલ રહે. પાપકર્મનો ઉદય હોય તેથી કાંઈ સમ્યક્ત્વની કિંમત ચાલી જતી નથી, એને તો પાપકર્મ નિર્જરતું જાય છે. ચારેકોર પાપકર્મના ઉદયથી ઘેરાયેલો હોય, એકલો હોય છતાં જે જીવ પ્રીતિપૂર્વક સમ્યક્ત્વને ધારણ કરે છે તે અત્યંત આદરણીય છે; ભલે જગતમાં બીજા તેને ન માને, ભલે ઊંધીદષ્ટિવાળા તેને સાથ ન આપે, તોપણ એકલો એકલો તે મોક્ષના માર્ગમાં આનંદપૂર્વક ચાલ્યો જાય છે. શુદ્ધ આત્મામાં મોક્ષનો અમૃતમાર્ગ તેણે જોયો છે, તે માર્ગે નિઃશંક ચાલ્યો જાય છે. પૂર્વકર્મનો ઉદય કયાં એનો છે? એની વર્તમાન પરિણતિ કાંઈ ઉદય તરફ નથી ઝૂકતી, એની પરિણતિ તો ચૈતન્યસ્વભાવ તરફ ઝૂકીને આનંદમય બની ગઈ છે, તે પરિણતિથી તે એકલો શોભે છે. જેમ જંગલમાં વનનો રાજા સિંહ એકલો પણ શોભે છે તેમ સંસારમાં ચૈતન્યનો રાજા સમ્યગ્દષ્ટિ એકલો પણ શોભે છે. સમ્યક્ત્વ ભેગા પુણ્ય હોય તો જ તે જીવ શોભે–એવી પુણ્યની અપેક્ષા કાંઈ સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દષ્ટિ પાપના ઉદયથી પણ જુદો છે ને પુણ્યના ઉદયથી પણ જુદો છે; બંનેથી જુદો પોતાના જ્ઞાનભાવમાં સમ્યક્ત્વથી જ તે શોભે છે. આનંદમય અમૃતમાર્ગમાં આગળ વધતો તે એકલો મોક્ષમાં ચાલ્યો જાય છે શ્રેણીકરાજા અત્યારે નરકમાં છે પણ તેનો આત્મા સમ્યક્ત્વને લીધે અત્યારે પણ મોક્ષમાર્ગમાં ગમન કરી રહ્યો છે, સમ્યક્ત્વના પ્રતાપે થોડા વખતમાં તે ત્રણલોકના નાથ થશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com