Book Title: Shraddh Vidhi Prakaran Author(s): Somsundarsuri Publisher: Shantichandrasuri Jain Gyamandir View full book textPage 5
________________ ચોથી વાત એ સમજાવી છે કે, ધર્મને જે તે રીતે સગવડતાએ કે અગવડતાએ અવિધિએ ગ્રહણ ન કરાય. જેમ મંત્ર ઔષધિ આદિ પણ વિધિપૂર્વક જ ફળ આપનાર બને છે; કહ્યું છે કે-પાંચમે આરે જેમ વિષ મારે, અવિવિદોષ તિમ લાગે.” પૂ. યશોવિજયજી મહોપાધ્યાય જણાવે છે કે, જેમ વિષ મારે છે, તેમ અવિધિદોષ પણ પાંચમા આરામાં આત્માને પટકનાર છે. કડક આરાધનાઓ કરનાર પણ અવિધિથી સંસાર ફળને પ્રાપ્ત કરનાર થયા છે એવા દાખલાઓ છે. શ્રી જૈજ્ઞકુલમાં જન્મ અને શ્રી વીતરાગદેવની ઓળખ થવી-આ પ્રબળ પુણ્યોદયથી બને છે. આવા પુણ્યવાળો આત્મા પોતાના હૈયામાં ધર્મ રાખીને જ જીવન જીવવાનું કદાપિ પણ ભૂલે નહિ. ધર્મને સમજનાર આવો વીતરાગનો ઉપાસક આત્મા પ્રભુ વીતરાગ દેવે સમજાવેલ પુણ્ય-પાપ અને પૂણ્ય-પાપના માર્ગનો સાચો જાણકાર બને છે; પ્રણય-પાપ, આલોક-પરલોક, આત્મા-આદિને સમજવા માટે વીતરાગદેવની વાણી જ આધારભૂત છે, અને વીતરાગની વાણી તે જ આગમ, તે જ શાસ્ત્ર ભવ્યાત્માઓને જીવન જીવવામાં સહાયરૂપ એક દિવ્યચક્ષુ ગણાય છે. શાસ્ત્રના જ્ઞાનરૂપ દિવ્યચક્ષુવાળો ભવ્યાત્મા વિષય અને કષાયરૂપ સંસારના રસમાં અટવાયેલ હોય તો પણ સંસારની અસારતા અને વિષય-કષાયના દારૂણ વિપાકોને સમજી શકે છે: अपसत्था य जे जोगा परिणामा य दारुणा કારણ કે અપ્રશસ્ત સંસાર વધારનાર વિષયરૂપ જે યોગમાત્ર વિપાકે દારૂણ છે. આ રીતે સંસારની અસારતાને સમજીને પ્રાય: તેવો આત્મા સંસારથી ઉદ્વિગ્ન બન્યા વિના રહે નહિ. સંસારથી ઉદ્વિગ્ન બનેલ આત્મા-સંવેગ, નિર્વેદ આદિ સમ્યગ્દર્શનના લક્ષણો પામી સંસારનો અંત લાવનાર બને છે, સંસાર પ્રત્યે વૈરાગી બનેલ આત્મા પોતાના આત્માને સંસારથી મુક્ત બનાવવાના ઉપાયરૂપ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ધર્મના સાચા સ્વરૂપને ઓળખનાર બને છે અને તેવા માર્ગને આચરવાની એક જ ભાવનામાં તમન્નાવાળો બને છે. માત્ર સંસારથી સર્વથા છુટવા માટે સંસારથી મુક્ત થવાના ઉપાયને જાણવા માટે વિધિવત આગમપ્રજ્ઞઆગમકશળ આગમ-શ્રવણના ઉપાયોને જાણે અને પછી યથાશકય સંસાર-મુક્તિના ઉપાયમાં અડગ મેરૂ જેવો નિશ્ચલ શ્રદ્ધાવાનું બને, અને એ જ એક ઉપાયની આરાધનામાં તત્પર બને, એજ એક પવિત્ર હેતુથી મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરાવવા તથા તેની અનુમોદના કરવાનું શ્રી જૈનશાસનમાં અનેકાનેક ગ્રંથોમાં બાળજીવોના ઉપકારને માટે જ્ઞાની ભગવંતોએ બતાવેલ છે, અને તે બધાંયે આગમોક્ત વિધાન એક જ મોક્ષના ઉપાદેય કારણને લક્ષમાં રાખીને આચરવા જોગ છે. તે આગમશાસ્ત્રની ગહનતાને કારણે નજીકના પૂર્વાચાર્યોએ અલ્પમતિવાળા જીવોના બોધની સહેલાઈ માટે આગમના સારરૂપે અનેક પ્રકીર્ણગ્રંથો બનાવી દ્રવ્યાનુયોગ અને ચરણ કરણાનુયોગના વિષયરૂપ ધર્મને સમજાવીને નિરંતર અપ્રમાદીપણે ધર્મની અવિચ્છિન્ન આરાધના કરવા ઘણી ધણી ભલામણ કરી છે. આ કારણથી પરમ પુણ્યોદયથી જૈનશાસનને પ્રાપ્ત કરનાર ઘણા જીવોને ધર્મ આરાધનાની ભાવના જાગે છે, ઘણા જીવો પાપભીરુ પણ હોય છે, ભદ્રકભાવી જીવો પણ ધર્મની આરાધના માટે લગભગ દેખાદેખીથી ધર્મપ્રવૃત્તિ કરનાર બની જાય છે. તેવા જીવોને આટલી સૂચના ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ૧. ધર્મના જ્ઞાન માટે, ધર્મની સાચી સમજણ માટે, વર્તમાનકાળની આવશ્યક આરાધના માટે જ્ઞાની પુરુષોએ આગમના સારરૂપે ઘણાં પ્રકરણો બનાવ્યાં છે. જે વાંચવાથી સાચી સમજણ સાથે સાચો માર્ગ જરૂર પ્રાપ્ત થશે-એ એક નિઃસંદેહ વાત છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 422