Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 5
________________ [૪ ] પ્રસ્તુત પ્રકાશનની પૂર્વભૂમિકા કાંઇક આ પ્રમાણેની છે: વ્યાખ્યાનવાચસ્પતિ, મહાન શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદપૂર્ણાંક તેઓશ્રીના લઘુ ગુરુખ' પરમગીતા સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ સ્વશિષ્યા સાથે સૂરત-છાપરીયાશેરી શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પૌષધશાળામાં ચાતુમાસાથે પધાર્યા. તેઓશ્રીના પ્રભાવે ચાતુર્માસમાં આરાધના-પ્રભાવનાની સુંદર સુવાસ ફેલાઇ. તેઓશ્રીને જ્ઞાનખાતાની રકમના સદુપયોગ કરાવવા માટે વિન`તિ કરતાં તેએશ્રીએ, જેએશ્રીના અનુવાદ ચતુર્વિધ સંઘમાં ખૂબ ઉપયાગી બની રહ્યા છે પૂજ્ય આચાર્ય દેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજે કરેલા, આ આ ટીકાસહિત શીલેાપદેશમાલા ગ્રંથના ભાષાંતરના પ્રકાશન તરફ અમારું લક્ષ દોર્યું. અમેાએ સહષ આ ભાષાંતરનું પ્રકાશન કરવાના નિણ ય કર્યાં. તેના ફળસ્વરૂપે આજે અમે આ ગ્રંથરત્નને શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પાષધશાલા અને શ્રી વમલચંદ્ર ખીમચ'ઢ સુતરીયા ઉપાશ્રયના જ્ઞાનદ્રવ્યની આવકમાંથી છપાવીને આપની સમક્ષ મૂકી શકયા છીએ. આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યના ઉપયોગ મુખ્યત્વે પ્રાચીન ગ્રંથાના હસ્તલેખન, જ્ઞાનભડારાનું સંરક્ષણુ, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતાની અધ્યયન વ્યવસ્થા વગેરેમાં સમુચિત રીતે જ કરવા ચેાગ્ય છે. આવા ગ્રંથાનુ પ્રકાશન કરવાનું કર્તવ્ય ો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યના ઉપયાગ અનિવાયૅ અને તે પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથી જ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતા તથા શ્રીસ ંઘા હસ્તકના જ્ઞાનભંડારાને જ આ ગ્રંથ સાદર સમર્પિત કરાશે. ગૃહસ્થાએ આ ગ્રંથ વસાવવા હાય તેા તેનું પૂરુ' મૂલ્ય જ્ઞાનખાતે અણુ કરીને જ વસાવવા અને જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવા હાય તા તેના ચેાગ્ય નકરા જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ. જેથી કાઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય. પ. પૂ. આચાર્ય દેવ પ્રસશેાધન આદિ કાર્યો ખૂબ ચીવટથી કરી આપવા બદલ શ્રી લલિતશેખરસૂરિજી મ.સા., પ.પૂ. આચાર્ય દેવ શ્રી રાજશેખરસૂરિ મ. સા. અને પ.પૂ. મુનિરાજ શ્રી ધ શેખરવિજયજી મ. સા.ના અમે ઋણી છીએ, સમયસર સુઉંદર મુદ્રણ કરી આપવા બદલ ભરત પ્રિન્ટરીના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહ વગેરેને પણ અમે ભૂલી શકીએ તેમ નથી. પ્રાંતે-આ ગ્રંથનું વાંચન-ચિંતન-મનન કરીને સૌ કોઇ શીલના પ્રેમી બનીને શીલનું પાલન કરનારા અનેા એ જ પરમશુભેચ્છા. –શ્રી સાળવીના આદીશ્વર ભગવાન જૈન દહેરાસર ટ્રસ્ટ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 346